મૉર્ગન સ્ટૅનલીએ ઍક્સિસ બૅન્કને ડાઉનગ્રેડ કરી દીધી

Published: 6th September, 2012 05:48 IST

ગ્લોબલ ફાઇનૅન્સ ગ્રુપ મૉર્ગન સ્ટૅનલીએ ઍક્સિસ બૅન્કને ઇક્વલ વેઇટથી ડાઉનગ્રેડ કરીને અન્ડરવેઇટ કરી છે અને શૅરની ટાર્ગેટ-પ્રાઇસ ૯૦૦ રૂપિયાથી ઘટાડીને ૮૦૦ રૂપિયા કરી છે.

મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે બૅન્કની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સમાં વધારો થશે. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફસ્ર્ટ ક્વૉર્ટરમાં નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ વધીને ૩.૩૦ ટકા થઈ છે એ નાણાકીય વર્ષ ૨૦૧૪માં ચાર ટકા અથવા એના કરતાં પણ વધી જવાની અપેક્ષા છે. અન્ય બૅન્કોની સરખામણીએ ઍક્સિસ બૅન્કની લોન-બુક વધારે રિસ્કી જણાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બૅન્કનું ધિરાણ વધ્યું છે.

મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે આગામી સમયમાં ઍસેટ-ક્વૉલિટી વધુ ખરાબ થઈ શકે છે.

ઍસેટ-ગ્રોથ ધીમો પડી રહ્યો છે. ફી ઇન્કમનો વૃદ્ધિદર પણ ઘટ્યો છે. વિવિધ પ્રોવિઝન્સમાં વધારો થયો છે. આ બધાને કારણે આગામી બે વર્ષમાં શૅરદીઠ કમાણીમાં માત્ર ૫થી ૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ થશે.

ગઈ કાલે ઍક્સિસ બૅન્કના શૅરનો ભાવ ૪.૯૦ ટકા ઘટીને ૯૩૦.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૬૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૯૨૬.૯૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૬.૭૭ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ કામકાજ ૬૩.૭૮ કરોડ રૂપિયા થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK