ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ : લાખો વાહનો વેચાયા વગર પડી રહ્યા

Published: Jun 11, 2019, 23:48 IST | મુંબઈ

છેલ્લા ઘણા સમયથી ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીમો માહોલ જોવા મળ્યો છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે દેશમાં પેસેન્જર વ્હિકલ લગભગ 50 લાખ વાહનો વેચાયા વગર પડી રહ્યા છે. આ વાહનોનું મૂલ્ય લગભગ પાંચ અબજ ડોલર જેટલું છે.

છેલ્લા ઘણા સમયથી ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીમો માહોલ જોવા મળ્યો છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે દેશમાં પેસેન્જર વ્હિકલ લગભગ 50 લાખ વાહનો વેચાયા વગર પડી રહ્યા છે. આ વાહનોનું મૂલ્ય લગભગ પાંચ અબજ ડોલર જેટલું છે. પરિણામે ફેકટરીઆે આેટો ઉત્પાદકો ચારથી સાત દિવસ સુધી કામકાજ બંધ રાખવા આયોજન કરે છે. તેના કારણે ડિલર્સને ઘણી રાહત મળશે. તેવી જ રીતે ટૂ-વ્હિલર કંપનીઓ પાસે 2.5 અબજ ડોલરના મૂલ્યનાં ત્રીસ લાખ વાહનોનો ભારવો થયો છે. ટૂ-વ્હિલર અને પેસેન્જર વ્હિકલ્સની ઈન્વેન્ટરીનું કુલ મૂલ્ય લગભગ રૂા.50,000 કરોડનું થાય છે.

જોકે આ અંગે સર્વે પણ કરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે ટોચના
10 પેસેન્જર વ્હિકલ ઉત્પાદકોમાંથી સાતે મે અને જૂન દરમિયાન તેમના પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેના કારણે આઉટપુટમાં લગભગ 20થી 25 ટકાનો ઘટાડો થશે. મારુતિ સુઝૂકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે મહિનામાં કેટલાંક દિવસો સુધી ઉત્પાદન બંધ રાખ્યું હતું. હોન્ડા કાર્સ, રેનો-નિસાન અને સ્કોડા જેવી કાર ઉત્પાદકોએ પણ શિડયુલ્ડ અથવા આયોજનબધ્ધ રીતે 4થી 10 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ટૂ-વ્હિલર્સમાં હોન્ડા મોટર સાઈકલ અને સુઝુકી મોટરે પાંચથી સાત દિવસ સુધી ઉત્પાદન-કાપ મૂકયો છે. વિપરીત મેક્રો-ઈકોનોમિક વાતાવરણના કારણે મે મહિના સુધી સળંગ સાત મહિના દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ નેગેટિવ રહ્યું છે. માર્કેટ પહેલેથી સાતથી આઠ ટકા જેટલું ઘટયું છે. બજારમાં કારના વેચાણ ઉત્તેજન આપવા ભારે ડિસ્કાઉન્ટ અપાતું હોવા છતાં વેચાણ વધારી શકાયું નથી. ટાટા મોટર્સ ખાતે પેસેન્જર વ્હિકલ ડિવિઝનના મયંક પરીકે જણાવ્યું કે બજારનું સેનિટમેન્ટ નબળું છે અને કંપની બજારની સ્થિતિ પ્રમાણે સ્ટોકને એડ્જસ્ટ કરી રહી છે.


પરીકે જણાવ્યું કે
, વાહનની માંગ જ ઓછી હોય ત્યારે ઉત્પાદન કરીને સ્ટોક વધારવાનો શો ફાયદો છે એમ એ મહિનામાં ઉત્પાદન કેલિબ્રેટ કર્યું છે. જૂનમાં પણ કદાચ આવું કરવું પડશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્ટોક એકસચેન્જને એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની પાંચથી 13 દિવસ માટે નો પ્રાેડકશન ડે પાળશે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે મેનેજમેન્ટના મતે પુરતા પ્રમાણમાં સ્ટોક હોવાના કારણે વાહનોની ઉપલિબ્ધ પર કોઈ વિપરીત અસર નહી પડે. મારુતિ સુઝૂકી, હોન્ડા કાર્સ, રેનો-નિસાનના પ્રવકતાએ કહ્યું કે, આ આયોજન મુજબનું શિડયુલ્ડ શટડાઉન હતું. જોબ ગ્રોથમાં ઘટાડો, વેતનમાં ઘટાડો અને Iઘણના વધતા ભાવ તથા તરલતાની કટોકટીના કારણે ગયા વર્ષમાં સેન્ટિમેન્ટને અસર થઈ હતી. ઉદ્યોગની સંસ્થા સિયામે સરકારને જીએસટીદર ઘટાડીને માંગને ઉત્તેજન આપવા વિનંતી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK