Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીનની વધતી આર્થિક તાકાત અટકાવવાના વિકલ્પો ભારત પાસે છે?

ચીનની વધતી આર્થિક તાકાત અટકાવવાના વિકલ્પો ભારત પાસે છે?

25 March, 2019 10:24 AM IST |
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ચીનની વધતી આર્થિક તાકાત અટકાવવાના વિકલ્પો ભારત પાસે છે?

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ


પુલવામાના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે બાલાકોટ પરની ઍર-સ્ટ્રાઇક દ્વારા લગાવેલી લપડાક પછી પણ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી નથી. જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનનાં નાનાં-મોટાં છમકલાં ચાલુ જ છે. પાકિસ્તાનની આ અવળચંડાઈનું કારણ તેને મળી રહેલો ચીનનો મજબૂત ટેકો છે. શ્ફ્લ્ઘ્માં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા મસૂદ અઝહરને વૈãfવક આતંકવાદી જાહેર કરવાના ઠરાવ કે પ્રસ્તાવને પણ ચીને વિટો પાવર વાપરીને હાલપૂરતો અટકાવી દીધો છે. અમેરિકા, ફ્રાન્સ અને યુકે જેવા શક્તિશાળી દેશો સામે પણ ચીન ટસનું મસ થતું નથી. છતાં ફ્રાન્સે મસૂદની સંપત્તિ જપ્ત કરવાનું જાહેર કરીને આ દિશાના એના પ્રયત્નો જારી રાખ્યા છે. ફ્રાન્સે યુરોપિયન સંઘ દ્વારા પણ મસૂદ ઉપર પ્રતિબંધ મુકાય એવી ગોઠવણ કરીને ચીન પરનું દબાણ વધાર્યું છે. 

એક તરફ ભારત અન્ય દેશોની સહાયથી વિશ્વમાંથી આતંકવાદનો ખાતમો બોલાવવા માટે કટિબદ્ધ છે તો બીજી તરફ પાકિસ્તાને આતંકવાદના ફેલાવાને પોતાનું મિશન બનાવ્યું છે. આ વાતને સમર્થન મળતું હોય એમ હવે આતંકવાદીઓના લક્ષ્યાંક વિસ્તરતા જાય છે. ન્યુ ઝીલ્ૉન્ડમાં મસ્જિદ પર થયેલા આતંકવાદીઓના હુમલામાં ૪૯ જણને ઠાર કરાયા છે. પૅસિફિક ન્યુ ઝીલેન્ડ સૌથી ઓછા ભ્રક્ટાચાર ધરાવતા દેશોમાં, સૌથી ઓછો ક્રાઇમ રેટ ધરાવતા દેશોમાં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને પર્યાવરણની જાળવણીના ઇન્ડેક્સમાં વિfવમાં આગલી હરોળમાં છે. અમેરિકા અને યુરોપના દેશો (ફ્રાન્સ અને યુકે)ને કોઈ ને કોઈ સમયે આતંકવાદીઓના હુમલાઓનો અનુભવ થયો છે, પણ ન્યુ ઝીલેન્ડ જેવા શાંતિપ્રિય દેશ પરના તાજેતરના હુમલાએ માત્ર ન્યુ ઝીલ્ૉન્ડને જ નહીં, સમગ્ર વિશ્વને આશ્ચર્ય ગરકાવ કરી દીધું છે. વિfવના પ્રત્યેક ખૂણે ફેલાઈ રહેલા આતંકવાદનો આ નક્કર પુરાવો છે. અમેરિકા, ચીન અને યુરોપના દેશો દ્વારા પાકિસ્તાનને મળતી સીધી કે આડકતરી સહાય બંધ નહીં થાય તો પાકિસ્તાની આતંકવાદ અટકવાને બદલ્ો સમગ્ર વિfવને એક દિવસ ઘેરી લે તો નવાઈ નહીં.



ભારતના ટેલિકૉમ અને ફાર્મા ક્ષેત્રની સફળતા પાછળ ચીનનો મોટો હિસ્સો છે. ચીનના ટેલિકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભારતને માત કરે એવું જબ્બર જાળું અને જે કેટલીક દવાઓ ભારતમાં બને છે એ માટેનાં ઍક્ટિવ ફાર્મસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનમાં ચીનની જબ્બર ક્ષમતા આપણું ચીન પરનું અવલંબન વધારે છે.


મસૂદને શ્ફ્લ્ઘ્ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાય એની વિશ્વ રાહ જોઈ રહ્યું હતું ત્યારે અમેરિકા ચીન સાથેના વેપારી કરાર (ટ્રેડ ડીલ)ને આખરી ઓપ આપવાની દિશામાં આગળી વધી રહ્યું હતું, અને એ જ આરસામાં અમેરિકાએ ઞ્લ્ભ્ અન્વયે ભારતને વેપારમાં અપાતી છીટછાટો પાછી ખેંચી લીધી.

અમેરિકન પ્લ્ઘ્ત્ દ્વારા તૈયાર કરાતા આંકડાઓ વિશ્વના વિકસિત દેશોને વિકસતા અને ઊભરતા દેશોમાં મૂડીરોકાણ કરવા માટે માર્ગદર્શનરૂપ છે. પ્લ્ઘ્ત્ ચ્પ્ INDEXના ચીનનું મહત્વ વધે અને વિfવના અન્ય દેશોમાંથી ચીનમાં વધુ મૂડીરોકાણ થાય એવી રીતે પ્લ્ઘ્ત્એ ચીનનું વેઇટ વધાર્યું છે, જ્યારે ભારતનું વેઇટ ઘટાડ્યું છે. પ્લ્ઘ્ત્ દ્વારા કોઈ પણ દેશને અપાતા વેઇટનો જે-તે દેશમાં થતા વિદેશી મૂડીરોકાણ સાથે સીધેસીધો સંબંધ ન હોય તો પણ એ વેઇટમાં થતી વધઘટની નોંધપાત્ર અસર જે-તે દેશમાં થતાં મૂડીરોકાણ પર થવાની જ.


આ સંદર્ભમાં ચીન સામેની ભારતની હરીફશક્તિ ઘટતી જતી હોય ત્યારે ચીનની, અને તે દ્વારા પાકિસ્તાનની, શાન ઠેકાણે લાવવાનો ભારત પાસે બીજો કોઈ ઉપાય ખરો?

ચાઇનીઝ ટેલિકૉમ મૅન્યુફૅક્ચરિંગ કંપની હુઆવાઈ ભારતમાં ૫ઞ્ ટેલિકૉમ ઇક્વિપમેન્ટ પૂરાં પાડવા માટેની હરીફાઈમાં છે. પિમના ઘણા બધા દેશોએ ચીનની આ કંપનીને ૫ઞ્ ક્ષેત્રે દાખલ થતી અટકાવી છે. ભારતમાં ૫ઞ્ ક્ષેત્રે દાખલ થવા માટે હુઆવાઈ થનગની રહી છે ત્યારે ભારત ચીને શ્ફ્લ્ઘ્માં મસૂદના મુદ્દે લીધેલા આકરા વલણ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરવા તેના પર પ્રતિબંધ મૂકવા માટેનો આકરો નર્ણિય લઈ શકશે કે કેમ?

અથવા તો હુઆવાઈના ભારતના આ ક્ષેત્રના પ્રવેશ માટે કોઈ બીજી આકરી શરત મૂકી શકશે કે કેમ? હુઆવાઈને ભારતમાં પ્રવેશ ન મળે તો ચીનનાં આર્થિક હિતોને સારું નુકસાન પહોંચે તેમ હોઈ, ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવવું પડે. આપણે જ ચીન સામે લાલ આંખ કરીએ નહીં તો અન્ય દેશો પાસેથી એવી અપેક્ષા કેમ રાખી શકાય? તાઇવાન પોતાનો એક પ્રદેશ હોવો જોઈએ એમ માનતા ચીન પર થોડો દબાવ રાખવા ભારત તાઇવાન સાથેના તેના સંબંધો મજબૂત કરી શકે. તાઇવાન સાથેના સંબંધો ગાઢ બનાવવાને લીધે ચીનના સંભવિત ઘેરા પ્રત્યાઘાતોનો પણ વિચાર કરી લ્ોવો પડે.

ચીનથી થતી નાની-મોટી આયાતો પણ આપણા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ફટકારૂપ હોવા છતાં તે બંધ થવાથી આપણા ચીજવસ્તુઓના પુરવઠા અને કિંમતો પર થનાર અવળી અસરને કારણે આપણે તે મોટા પાયે અટકાવી શકતા નથી. એટલો જ ભારત સરકારે ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની વાત કરવાને બદલ્ો ચીન સાથેના વિદેશ-વેપારમાં ભારતની વેપારખાધ કેમ ઘટે એના પ્રયાસો કરવાની વાત કરી છે.

હકીકતમાં ચીનની વધતી જતી તાકાત અને પાકિસ્તાન પર વધતા જતા પ્રભાવને રોકવા માટે ભારતે તેની આર્થિક તાકાત સારા એવા પ્રમાણમા વધારવી પડશે. ‘મેઇડ ઇન ઇન્ડિયા’ના સ્લોગન પછી પણ આજે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે ચીન સાથે ભારતની સરખામણી થઈ શકે તેમ નથી.

આપણી વિદેશનીતિની સફળતાને કારણે આપણને વિશ્વના મહત્વના દેશોનો ટેકો મળે છે, એ વાત સાચી. આપણા ડિફેન્સ માટે જરૂરી શસ્ત્રસરંજામ (ફાઇટર ઍરક્રાફ્ટ, સબમરીન, મિસાઇલ્સ) પણ આપણે સરળતાથી આયાત કરી શકીએ છીએ, પણ અન્ય દેશો પરનું આપણુ શjાસરજાંમની આયાત માટેનું અવલંબન ઘટાડવું હોય તો ભારતે તેની મિિલટરી હાર્ડવેઅર માટેની ઉત્પાદનક્ષમતા વધારવી રહી. તો જ અમેરિકા જેવા દેશો શસ્ત્રસરંજામ માટે તેના પર આધાર રાખવાની આપણી મજબૂરીનો લાભ લ્ોતાં અટકી શકે.
વિશ્વના અનેક દેશો સાથેના આપણા વિદેશી સંબંધો ગમે તેટલા સુધર્યા હોય અને સારા હોય તો પણ આપણે તેમના પર નર્ભિર હોઈએ એટલે એ મદદ પૂરી પાડતી વખતે એક યા બીજી રીતે આપણી મજબૂરીનો લાભ ઉઠાવ્યા સિવાય નહીં રહે.

પાકિસ્તાન સામેના વિગ્રહમાં ભારતનો હાથ ઉપર હોવાને કારણે અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં એનડીએને બહુમતી મળવાના ઓપિનિયન પોલના સંકેતોએ ભારતમાં ઠલવાતા વિદેશી મૂડીના પ્રવાહમાં વધારો કર્યો છે.

માર્ચ, ૨૦૧૯ના પહેલા બે અઠવાડિયાંમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતના સ્ટૉક માર્કેટમાં ૨૪૩૦ મિલ્યન ડૉલર (લગભગ ૧૭,૦૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરાયું છે, જે નવેમ્બર, ૨૦૧૭ પછીનું જ્ત્ત્ દ્વારા કરાતું સૌથી ઊંચું મૂડીરોકાણ છે. તેની સરખામણીમાં આપણા સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯માં સ્ટૉક માર્કેટમાંથી મૂડીરોકાણ પાછું ખેંચાયું છે. સ્ટૉક માર્કેટની ક્રાઇસિસ વખતે સરકારી વીમાકંપનીઓએ મોટું રોકાણ કરી બજારને ટકાવી રાખેલું. સેન્સેક્સે ૩૮,૦૦૦ની સપાટી કુદાવતાં હવે આ કંપનીઓ પોતાના શૅર વેચીને નફો બુક કરે છે એટલ્ો Dત્ત્sનું રોકાણ ઘટે છે.

વિશ્વનાં મુખ્ય બજારોએ ૨૦૧૯ના પ્રથમ બે માસમાં અનુભવેલી રૅલી ભારતના બજારમાં જોવા મળી નહોતી. માર્ચ મહિનામાં ભારતના સ્ટૉક માર્કેટે અન્ય દેશોનાં સ્ટૉક માર્કેટને પાછળ રાખી દીધાં છે. વિશ્વનાં બજારોની રૅલીનાં કારણોમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરના વધારા પર લગાડેલી બ્રેક તથા અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વૉરને લીધે પેદા થયેલો તનાવ દૂર થવાની સંભાવના ગણી શકાય.

છ ટકાના વધારા સાથે સેન્સેક્સે છ મહિના પછી પહેલી વાર માર્ચ મહિનામાં ૩૮,૦૦૦ની સપાટી વટાવી છે. માર્ચ, ૨૦૧૯મા ચીનના સ્ટૉક માર્કેટમાં ૨.૭૫ ટકાનો અને હૉન્ગકૉન્ગના બજારમાં માત્ર ૧.૩ ટકાનો વધારો થયો છે. જોકે ભારત અને પાકિસ્તાનની સરહદ પરના તનાવને લઈને વધેલા મૅક્રો લેવલના જોખમને અને પ્રવર્તમાન ઊંચા પ્રીમિયમને લીધે ભારતના બજારમાં ફેડના વ્યાજના દર નહીં વધારવાના નર્ણિયથી જોઈએ તેવું જોશ આવ્યું નથી.

આર્થિક સુધારાઓને કારણે ભારતનું આઉટલુક સુધર્યું છે, જેને કારણે આવતા થોડા મહિનાઓમાં કૉપોર્રેટ રિઝલ્ટ્સ (કંપનીઓનાં પરિણામો) સુધરી શકે અને માર્કેટમાં ઓર જોશ આવી શકે. વિદેશી મૂડીરોકાણ વધવા સાથે રૂપિયાનું બાહ્ય મૂલ્ય પણ સુધર્યું છે. છેલ્લાં પાંચ વરસના અનુભવ પ્રમાણે માર્ચ મહિનામાં હંમેશાં રૂપિયો મજબૂત બનતો જોવાયો છે. ડૉલર સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે, અને ડૉલરનો ભાવ ૬૯ રૂપિયાથી પણ ઓછો થઈ ગયો છે. પોર્ટફોિલયો દ્વારા કૉપોર્રેટ બૉન્ડમાં કરાતા રોકાણની મર્યાદા દૂર કરવાના રિઝર્વ બૅન્કના નર્ણિયે પણ તેમના ઋણનાં સાધનોના રોકાણમાં વધારો કયોર્ છે. ફેબ્રુઆરી મહિનાની ૯.૬ બિલ્યન ડૉલરની વેપારખાધ સપ્ટેમ્બર, ૨૦૧૭ પછીનો ૧૭ મહિનાનો સૌથી નીચો આંકડો છે. નિકાસના ૨.૪ ટકાના વધારા અને આયાતોના ૫.૪ ટકાના ઘટાડાને કારણે આ શક્ય બન્યું છે. આયાતોનો ઘટાડો ક્રૂડ ઑઇલની, સોનાની અને ઇલેક્ટ્રોનિક માલસામાનની આયાતોના ઘટાડાને આભારી છે.

આ પણ વાંચોઃ બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટની વધુ અસર: કરેક્શનને તક બનાવો

ભારતના આર્થિક દેખાવને અને વિકાસની ઊજળી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્લ્ઘ્ત્ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતનું વેઇટ વધે એવા પ્રયાસો ભારતના સરકારી અધિકારીઓ કરી રહ્યા છે.

આ બધી ઘટનાઓ વચ્ચે ગ્થ્ભ્ અને વિરોધ પક્ષો દ્વારા જુદાં જુદાં જોડાણો થતાં જાય છે, પક્ષપલટાના સમાચારો પણ વધતા જાય છે. ચૂંટણીપ્રચારનાં પડઘમ વાગી રહ્યાં છે અને ઓપિનિયન પોલ ગ્થ્ભ્/ફ્Dખ્ની જીતના આંકડા બહાર પાડે છે ત્યારે હવે જોવાનું એ છે કે પ્રજા કયા પક્ષને/પક્ષના જોડાણને કેટલી બહુમતીથી વિજયની વરમાળા પહેરાવે છે. આજથી બરાબર બે મહિને આ બધી અટકળોનો અંત આવી જશે.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 10:24 AM IST | | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK