ઍપોલો હૉસ્પિટલ્સ ગ્રુપ હાલમાં ભારત અને વિદેશમાં કુલ ૫૪ હૉસ્પિટલોમાં ૮૭૧૭ બેડ્સ ધરાવે છે. ભારતને શ્રેષ્ઠ હેલ્થકૅરનું કેન્દ્ર બનાવવા માટે ઍપોલો હૉસ્પિટલ્સ એક મહkવના પાયાની ભૂમિકા ભજવી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૨ના બીજા ક્વૉર્ટરમાં કંપનીની આવક ૧૯.૩૩ ટકા વધીને ૬૯૯.૭૫ કરોડ રૂપિયાની થઈ છે જ્યારે ચોખ્ખો નફો ૧૨.૫૧ ટકા વધીને ૫૫.૭૬ કરોડ રૂપિયાનો થયો છે. કંપનીએ અગાઉ ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઇપી) દ્વારા ભંડોળ એકત્ર કર્યું હતું. જેનો ઉપયોગ કંપની વિસ્તરણ માટે કરશે. ઍપોલો હૉસ્પિટલ્સ નાણાકીય વર્ષ ૨૦૧૨-’૧૫ દરમ્યાન ૧૬૪૬ કરોડ રૂપિયાનું રોકાણ કરીને નાનાં તથા મોટાં શહેરોમાં ૨૮૦૦ બેડ્સની ક્ષમતા ધરાવતી હૉસ્પિટલની સ્થાપના કરીને મજબૂત વૃદ્ધિ જાળવી રાખશે.
વૈãfવક પ્રદૂષણ તથા વધતી જતી લોકસંખ્યાને કારણે જટિલ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લીધે હૉસ્પિટલ સર્વિસિસની ડિમાન્ડ વધતી રહે છે જે આ ક્ષેત્રના વિકાસ માટેનું એક મુખ્ય પરિબળ છે. બીજા ક્વૉર્ટર દરમ્યાન ઍપોલો હૉસ્પિટલના ફાર્મસી સેગમેન્ટના વેચાણમાં ૨૫.૪ ટકાનો વધારો નોંધાયો છે. એનું મુખ્ય કારણ ફાર્મસી આઉટલેટ્સની સંખ્યામાં વધારો છે. કંપનીમાં એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર) સતત તેમનો હિસ્સો વધારી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૧૦માં એફઆઇઆઇનું કંપનીમાં હોલ્ડિંગ ૨૩.૮૫ ટકા હતું જે સપ્ટેમ્બર ૨૦૧૧માં વધીને ૩૪.૮૩ ટકા થયું છે.
હેલ્થકૅર ક્ષેત્રમાં વ્યાપક વૃદ્ધિ માટે અવકાશ છે, જે વિસ્તરણ અને મૂડીરોકાણની તક આપે છે. વધતી વસ્તી અને બીમારીઓ તેમ જ આવક સ્તરમાં વૃદ્ધિને કારણે દેશમાં સારી સુવિધા ધરાવતી હૉસ્પિટલોની સર્વિસની માગ વધશે. ઍપોલો હૉસ્પિટલની વિસ્તરણ યોજના ઉપરાંત ફાર્મસી સેગમેન્ટના આઉટલેટ્સની સંખ્યામાં વધારાને કારણે આગામી સમયમાં કંપનીની આવક તથા નફામાં વૃદ્ધિ જોવા મળશે. શૉર્ટ ટર્મ માટે ૭૦૦ રૂપિયાના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટ કરી શકાય.
ભલામણ ખરીદો
વર્તમાન ભાવ
૬૦૫.૧૦ રૂપિયા
લક્ષ્ય
૭૦૦ રૂપિયા
શ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
7th March, 2021 07:14 ISTકોરોનાનો ફેલાવો રોકવો હોય તો સામૂહિક રસીકરણ અને વૅક્સિનની ડિલિવરી જ છે રામબાણ ઇલાજ
20th February, 2021 09:40 ISTનાયર હૉસ્પિટલના ડૉક્ટરની આત્મહત્યા
17th February, 2021 12:58 ISTYoutube Shorts છે ટિકટૉકનો બેસ્ટ વિકલ્પ, રોજ મળી રહ્યા છે આટલા વ્યૂઝ
27th January, 2021 17:16 IST