- હું અને શૅરબજાર
હું છેલ્લાં ચાર વર્ષથી શૅરબજાર સાથે સંકળાયેલો છું. મારા પપ્પા પણ શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને હવે હું પપ્પાનો ર્પોટફોલિયો પણ સંભાળું છું. મેં આ ચાર વર્ષમાં તેજી અને મંદી બન્ને જોઈ લીધી છે અને મને એમાંથી ઘણું શીખવા મળ્યું છે. આ માર્કેટ અમુક સમયે સારાં રિટર્ન આપે છે અને અમુક સમયે નબળાં રિટર્ન આપે છે એટલે અહીં સમયને ઓળખતાં આવડવું જરૂરી છે. હું લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને જ મહત્વ આપું છું.
જ્યારે-જ્યારે સારી તક મળે ત્યારે નીચા ભાવે શૅરની ખરીદી કરું છું. હું હંમેશાં સારા લાર્જ કૅપ સ્ટૉકમાં જ સારું ડિવિડન્ડ આપતી કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરું છું.શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઉંમરને ધ્યાનમાં રાખવી જરૂરી છે. યંગ લોકો થોડું રિસ્ક લઈ શકે છે, જ્યારે મોટી ઉંમરના લોકોએ સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે એટલે જે કંપની સારું વળતર આપતી હોય અને જેનો પ્રોગ્રેસ સારો હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોકાણની સલામતી રહે છે. આપણી માર્કેટ અમુક સમયે ચિંતાજનક લાગે છે, પરંતુ લાંબા ગાળે ભારતીય માર્કેટ સ્ટ્રૉન્ગ રહેશે.
શૅરબજારમાં પૂરતું નૉલેજ મેળવ્યા વગર પડવું ન જોઈએ. કોઈની ટિપ્સના આધારે શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ક્યારેક નુકસાન પણ થઈ શકે છે એથી પોતાની જાતે પણ રિસર્ચ કરવું જરૂરી છે અને એ માટે શૅરબજારનો અભ્યાસ જરૂરી છે. હું શૅરબજારમાં ટ્રેડિંગ નથી કરતો. પોતાના મૂળ વ્યવસાય ઉપરાંત પણ વ્યક્તિ શૅરબજારમાં લાંબા સમયનું રોકાણ કરીને વધારાની આવક રળી શકે છે.
- વાતચીત અને શબ્દાંકન: શર્મિષ્ઠા શાહ
- તસવીર : દત્તા કુંભાર
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
28th February, 2021 19:15 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTઆત્મનિર્ભર@26
28th February, 2021 14:47 IST