Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મહારાષ્ટ્રના રાજકારણમાં કન્ફ્યૂઝ થયું Amazon, કર્યું આ ટ્વીટ

મહારાષ્ટ્રના રાજકારણમાં કન્ફ્યૂઝ થયું Amazon, કર્યું આ ટ્વીટ

27 November, 2019 08:20 PM IST | Mumbai Desk

મહારાષ્ટ્રના રાજકારણમાં કન્ફ્યૂઝ થયું Amazon, કર્યું આ ટ્વીટ

મહારાષ્ટ્રના રાજકારણમાં કન્ફ્યૂઝ થયું Amazon, કર્યું આ ટ્વીટ


મહારાષ્ટ્રમાં રાજકારણ થઈ રહ્યું છે. અહીં ચાલતી રાજનૈતિક ગરમાવામાં કોઇને પણ કન્ફ્યુઝન થાય એ સામાન્ય છે, પણ વિચારવા જેવી વાત એ છે કે આ રાજકારણી મુદ્દાઓને લઈને ફક્ત જનતા જ નહીં, પણ Amazon India પણ કન્ફ્યુઝ થઈ ગયું છે. તાજેતરમાં જ કૉલમનિસ્ટ સમ્રાટ ચૌધરીએ એક મજાક કરતાં ટ્વીટ કર્યું અને Amazonએ તેને ફરિયાદ સમજીને રિપ્લાય કરી દીધો. જો કે, Amazonને પોતાની ભૂલની ખબર પડી અને તરત જ તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું.

જાણો શું છે આખો મામલો:
એક ન્યૂઝ એજન્સીએ ટ્વીટ કર્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે 7 દિવસનો સમય યોગ્ય છે. આના પર કૉલમનિસ્ટ સમ્રાટ ચૌધરીએ રિપ્લાય કર્યું હતું કે કદાચ 7 દિવસ લાગી શકે છે. આના પછી સમ્રાટે રિપ્લાય કર્યો કે Amazon પર ઑર્ડર પ્લેસ થઈ ચૂક્યો છે, પણ ડિલીવરી અત્યાર સુધી નથી થઈ. આ ટ્વીટ વિધાયકો માટે કરવામાં આવ્યું હતું, પણ Amazonએ આને ફરિયાદ સમજી લીધી. આ ટ્વીટને લઈને @AmazonHelp ટ્વિટર હેન્ડલ પરથી રિપ્લાય કરવામાં આવ્યું કે ડિલિવરી ન થવાથી તમને જે અસુવિધા થઈ છે, તેની માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ. શું તમે અમને તમારા ઑર્ડર વિશે જણાવશો? અમને તમારી મદદ કરીને આનંદ થશે.



જો કે, Amazonએ પોતાની ભૂલ માની અને ટ્વીટને તરત ડિલીટ કરી દીધું. તો, કેટલાક લોકોએ આનું સ્ક્રીનશૉટ લઈને આને વાયરલ કરી દીધો. અહીં જુઓ ટ્વીટનો સ્ક્રીનશૉટઃ


Amazon Tweet

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા


સમ્રાટ ચૌધરીના આ ટ્વીટ થ્રેડ પર કેટલાય મજેદાર કોમેન્ટ્સ જોવા મળ્યા છે. @SamJNU નામના એક ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે Amazon-Flipkart પર MLA સેલમાં ઉપલબ્ધ છે. એક વ્યક્તિએ લખ્યું છે કે Amazonનું વર્લ્ડ ક્લાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમ કેટલાક નેચરલી સ્ટુપિડ લોકોએ બનાવ્યું છે. Amazon પરથી MLAsને ઑર્ડર કરી શકાય છે અને તેમને સીધા મહારાષ્ટ્ર એસેમ્બલીમાં ડિલીવર કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 08:20 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK