Airtel Digital Tv અને Dish Tv વચ્ચે મર્જરની તૈયારીઓ શરૂ

Published: 7th August, 2019 22:50 IST | Mumbai

ભારતી એરટેલની DTH કંપની એરટેલ ડિજિટલ ટીવી, પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ વોરબર્ગ પિંકસ અને એસ્સેલ ગ્રૂપની ડિશ ટીવી વચ્ચે મર્જર માટે સંમતિ થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોદાની ઔપચારિક જાહેરાત 4-6 સપ્તાહમાં થવાનો અંદાજ છે.

Mumbai : ભારતી એરટેલની DTH કંપની એરટેલ ડિજિટલ ટીવી, પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ વોરબર્ગ પિંકસ અને એસ્સેલ ગ્રૂપની ડિશ ટીવી વચ્ચે મર્જર માટે સંમતિ થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોદાની ઔપચારિક જાહેરાત 4-6 સપ્તાહમાં થવાનો અંદાજ છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઝી એન્ટરટેઇનમેન્ટના આંશિક હિસ્સાનું વેચાણ થઈ ચૂક્યું છે. હવે પ્રમોટર્સે ડિશ ટીવીની મર્જર પ્રક્રિયા પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સૂત્રએ કહ્યું હતું કે, "એસ્સેલ ગ્રૂપના પ્રમોટર્સ ઝીનો હિસ્સો વેચવાની પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી ડિશ ટીવી અને એરટેલ ડિજિટલ ટીવીના મર્જરની વાટાઘાટ અટકેલી હતી. હવે ઝીનો હિસ્સો વેચાયા પછી ત્રણેય એન્ટિટી સોદો પૂરો કરવા સક્રિય બન્યા છે." અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે, "સોદાનું માળખું જટિલ છે. સોદો ટેક્સની રીતે કાર્યક્ષમ બને એ માટે તમામ વિકલ્પો વિચારાઈ રહ્યા છે. તમામ ત્રણ કંપનીના કાનૂની નિષ્ણાતો અને સલાહકારો સોદા પર કામ કરી રહ્યા છે."

ETને મળેલી માહિતી અનુસાર સોદા માટે ત્રણ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે. જેમાં મર્જર, આવકના મર્જર તેમજ આંશિક રોકડ અને આંશિક મર્જર સહિતના વિકલ્પ સામેલ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "ત્રણેય પક્ષોમાં લગભગ તમામ મુદ્દે સંમતિ સધાઈ ચૂકી છે અને હવે સોદો પૂરો કરવાનું કામ ચાલી રહ્યું છે." 


એસ્સેલ ગ્રૂપના પ્રવક્તાએ આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. એરટેલ અને વોરબર્ગ પિંકસને મોકલાયેલા ઇ-મેઇલનો જવાબ આ લખાય છે ત્યાં સુધી મળ્યો નથી. ETએ સૌથી પહેલાં 18 માર્ચે જણાવ્યું હતું કે, "સુનિલ ભારતી મિત્તલે ડીટીએચ બિઝનેસને મર્જ કરવા એસ્સેલ ગ્રૂપના પ્રમોટર્સ સાથે વાટાઘાટ શરૂ કરી છે." ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ ડેન નેટવર્ક્સ અને હેથવે કેબલ એન્ડ ડેટાકોમમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યા પછી ડિશ ટીવી અને એરટેલે DTH બિઝનેસના મર્જરની વાટાઘાટ શરૂ કરી હતી.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવી સંયુક્ત રીતે વિશ્વની સૌથી મોટી ટીવી ડિસ્ટ્રિબ્યુશન કંપની બનાવશે. જેના સબસ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 4 કરોડ અને ભારતના DTH માર્કેટમાં હિસ્સો 62 ટકા થશે. ટ્રાઇના તાજેતરના અહેવાલ પ્રમાણે 30 માર્ચ 2019ના રોજ ભારતમાં DTH સર્વિસિસના એક્ટિવ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 7.24 કરોડ હતી. જેમાં ડિશ ટીવી (વિડિયોકોનનો હિસ્સો સૌથી વધુ 40 ટકા, ટાટા સ્કાયનો 25 ટકા અને એરટેલ ડિજિટલ ટીવીનો હિસ્સો 22 ટકા હતો. 

અગાઉ ડિશ ટીવીએ ગયા વર્ષે માર્ચમાં વિડિયોકોન d2h સાથે મર્જર પૂરું કર્યું હતું. તેને લીધે DTH બિઝનેસમાં કોન્સોલિડેશનની શરૂઆત થઈ હતી. માત્ર આ જ માર્કેટમાં છ કંપની (પાંચ પે અને એક ફ્રી) છે. એરટેલે અગાઉ ટાટા સ્કાયને DTH બિઝનેસ વેચવાનો પ્રયાસ કર્યો હતો, પણ બંને એન્ટિટી વચ્ચે સોદા અંગે સંમતિ સધાઈ ન હતી. ત્યાર પછી ડિસેમ્બર 2017માં એરટેલે એરટેલ ડિજિટલ ટીવીની હોલ્ડિંગ કંપની ભારતી ટેલિમીડિયાનો 20 ટકા હિસ્સો PE ફર્મ વોરબર્ગ પિંકસને 35 કરોડ ડોલરમાં વેચ્યો હતો. જેના આધારે બિઝનેસનું વેલ્યુએશન ₹11,300 કરોડ આંકવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK