ગુરુનાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ: એર ઇન્ડિયાએ વિમાન પર બનાવ્યું 'એક ઓંકાર'

Updated: Oct 29, 2019, 15:42 IST | મુંબઈ ડેસ્ક

વિમાનની બૉડી પર 'શ્રી ગુરુ નાનક દેવ જી 550મો વર્ષ સમારોહ' લખ્યું છે. એક ઓંકારનો અર્થ થાય છે ઇશ્વર એક છે.

એર ઇન્ડિયાએ વિમાન પર બનાવ્યું 'એક ઓંકાર'નું ચિહ્ન
એર ઇન્ડિયાએ વિમાન પર બનાવ્યું 'એક ઓંકાર'નું ચિહ્ન

આ વર્ષે ગુરુનાનક દેવજીનો જન્મદિવસ એટલે કે 550મો પ્રકાશ પર્વ 12 નવેમ્બરના ઉજવવામાં આવશે. આ અવસરે શ્રી દુરૂનાનક દેવજીના ખાસ સન્માન પર એર ઇન્ડિયાએ એક વિમાનની ટેલ પર એક ઓંકારનું ચિહ્ન બનાવ્યું છે. તેની સાથે જ વિમાનની બૉડી પર 'શ્રી ગુરુ નાનક દેવ જી 550મો વર્ષ સમારોહ' લખ્યું છે. એક ઓંકારનો અર્થ થાય છે ઇશ્વર એક છે.

એર ઇન્ડિયાનું આ વિમાન 31 ઑક્ટોબર બાદ અઠવાડિયાના ત્રણ દિવસ અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના સ્ટાંસ્ટેડ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે. એર ઇન્ડિયાના આ 256 સીટર ડ્રીમલાઇનર વિમાનમાં સિખોના આ તહેવાર પર પંજાબી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

સાથે જ એર ઇન્ડિયાએ ગુરૂનાનક દેવ સાથે જોડાયેલા બે ખાસ શહેરો અમૃતસર અને પટના માટે સીધી ઉડાન પણ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુરુનાનક દેવના જન્મદિવસ 550મા પ્રકાશ પર્વ દરમિયાન પાકિસ્તાન સ્થિત ગુરુ દરબાર સાહિબ ગુરુદ્વારા, કરતારપુર કૉરિડોરને પણ નવ નવેમ્બરથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવાનું નક્કી થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK