Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેસબૂક પછી હવે રિલાયન્સ જિયોને મળ્યો વધુ 1 ઇન્વેસ્ટર,5655 કરોડનું નિવેશ

ફેસબૂક પછી હવે રિલાયન્સ જિયોને મળ્યો વધુ 1 ઇન્વેસ્ટર,5655 કરોડનું નિવેશ

04 May, 2020 03:39 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફેસબૂક પછી હવે રિલાયન્સ જિયોને મળ્યો વધુ 1 ઇન્વેસ્ટર,5655 કરોડનું નિવેશ

રિલાયન્સ જિયો

રિલાયન્સ જિયો


અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ (Silver Lake)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)ના જિયો પ્લેટફૉર્મ્સમાં એક ટકાની ભાગીદારી ખરીદી છે. સિલ્વર લેકએ આ ભાગીદારી 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ઇન્વેસ્ટમેન્ટથી જિયો પ્લેટફૉર્મની ઇક્વિટી વેલ્યૂ 4.90 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.15 લાખ કરોડ થઈ ગઈ છે. સાથે જ આ નિવેશ ફેસબૂક દ્વારા કરવામાં આવેલા ઇક્વિટી વેલ્યૂએશનના 12.5 ટકા પ્રીમિયમને દર્શાવે છે.

ફેસબૂક સાથે થયેલી ડીલને બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં જિયો પ્લેટફૉર્મની બીજી ડીલ છે. આ ડીલ હેઠળ ફેસબૂક જિયો પ્લેટફૉર્મ્સમાં 9.9 ટકા ભાગીદારી ખરીદી રહી છે. એટલે કે તે જિયો પ્લેટફૉર્મ્સમાં 43,574 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. મુકેશ અંબાણી પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને નક્કી કરાયેલા સમય પહેલા જ દેણું ચૂકવી દેવા માગે છે. આરઆઇએલ પર આ સમયે 1.61 લાખ કરોડનું કરજ છે. મુકેશ અંબાણીની પોતાના મુખ્ય કારોબારમાં રણનીતિક નિવેશ લાવીને રાઇટ્સ ઇશ્યૂના માધ્યમે કંપનીને ટૂંક સમયમાં કરજમુક્ત કરાવવાની યોજના છે.



સિલ્વર લેક સાથે ભાગીદારી પર ટિપ્પણી કરતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તેમજ પ્રબંધ નિર્દેશક, મુકેશ અંબાણીએ કહ્યું, "ભારતીય ડિજિટલ ઇકો-સિસ્ટમના વિકાસ માટે સિલ્વર લેકનો એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સ્વાગત કરતાં મને આનંદ થઈ રહ્યો છે. આથી બધાં ભારતીયોને લાભ મળશે. સિલ્વર લેકનું વૈશ્વિક સ્તર પર અગ્રણી પ્રૌદ્યોગિક કંપનીઓ સાથે ભાગીદારીનું ઉત્કૃષ્ટ રેકૉર્ડ છે. સિલ્વર લેક પ્રૌદ્યોગિક અને નાણાંકીય મામલે સૌથી સન્માનિત સંસ્થાઓમાંની એક છે. અમે ઉત્સાહિત છીએ કે અમે સિલ્વર લેકના વૈશ્વિક સંબંધોનો લાભ ભારતીય ડિજિટલ સોસાઇટીમાં બદલાવ કરી શકશું."


સિલ્વર લેકના કૉ-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર એગૉન ડરબને જિયોના વખાણ કરતા કહ્યું કે, "Jio Platforms વિશ્વની સોથી ઉલ્લેખનીય કંપનીઓમાંની એક છે, દેનું નેતૃત્વ એક અવિશ્વસનીય રૂતે મજબૂત અને ઉદ્યમશીલતા પ્રબંધન ટીમ કરી રહી છે. અમે જિયો મિશન આગળ વધારવામાં મદદ કરવા માટે મુકેશ અંબાણી અને રિલાયન્સ અને જિયો ટીમ સાથે ભાગીદારી કરવા માટે સન્માનિત અને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ."


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 03:39 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK