Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શેરબજારમાં ધરતીકંપ બાદ આફ્ટરશોક અનુભવાયા, પણ પછી થઈ રિકવરી

શેરબજારમાં ધરતીકંપ બાદ આફ્ટરશોક અનુભવાયા, પણ પછી થઈ રિકવરી

23 December, 2020 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેરબજારમાં ધરતીકંપ બાદ આફ્ટરશોક અનુભવાયા, પણ પછી થઈ રિકવરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસના નવા પ્રકારે બજારને ધ્રુજાવી નાખ્યા બાદ આફ્ટરશોકની જેમ મંગળવારે ટ્રેડિંગના શરૂઆતના સમયગાળામાં થોડા આંચકાઓ આવ્યા હતા, જો કે, છેલ્લા એક કલાકમાં બજારમાં રિકવરી થઈને ઇન્ડેક્સ વધ્યા હતા.

વાઇરસનો નવો પ્રકાર વધુ ઝડપથી ફેલાતો હોવા છતાં એ વધારે ઘાતક નથી એવા અહેવાલો વચ્ચે તથા યુરોપિયન સ્ટૉક્સમાં આવેલી સ્થિરતાને પગલે એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ દિવસની નીચલી સપાટીથી ૮૯૫ પૉઇન્ટ કૂદીને આખરે ૪૫૩ પૉઇન્ટ ઊંચે ૪૬૦૦૭ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસની નીચલી સપાટી ૪૫૧૧૨ પૉઇન્ટ હતી. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૩૪૦૦ના સ્તરની ઉપર ૧૩૪૬૬ બંધ રહ્યો હતો. તેમાં ૧.૦૩ ટકાનો અર્થાત ૧૩૮ પૉઇન્ટનો વધારો થયો હતો. આ ઇન્ડેક્સમાં ૧૩૧૯૨ની નીચલી સપાટીથી ૨૭૪ પૉઇન્ટનો એકંદર સુધારો થયો હતો. સેક્ટોરલ મોરચે તમામ મુખ્ય ઇન્ડેક્સ પણ વધીને બંધ રહ્યા હતા.



આઇટી સ્ટૉક્સમાં બજાર કરતાં વધારે સુધારો થયો


બજારના સુધારા કરતાં આઇટી ક્ષેત્રનો સુધારો વધારે રહ્યો હતો. ઇન્ફોસિસ એનએસઈ પર વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૩.૩ ટકા વધીને ૨૩૬૧૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે તેમાં ૨૩૬૮૧ની ઉપલી સપાટી જોવા મળી હતી. આઇટી સ્ટૉક્સમાંથી ટીસીએસ અને એચસીએલ ટેક પણ વધ્યા હતા અને સેન્સેક્સની વૃદ્ધિમાં તેમનું નોંધનીય યોગદાન હતું.

એનએસઈ પર બજાર કરતાં વધારે વૃદ્ધિ પામેલો અન્ય સેક્ટોરલ ઇન્ડેક્સ ફાર્મા ઇન્ડેક્સ હતો, જે ૨ ટકા ઊંચે બંધ રહ્યો હતો.


દરમ્યાન એસએન્ડપી બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧-૧ ટકો વધીને અનુક્રમે ૧૭૨૫૨ અને ૧૭૧૧૮ની સપાટીએ બંધ રહ્યા હતા.

સવારના પહેલી જ સેકન્ડથી બજારમાં સતત મોટી ઉતર-ચડ જોવા મળી હતી. દિવસના અંતે બીએસઈ પર લિસ્ટેડ તમામ સ્ટૉક્સનું મૂલ્ય ૧૮૦.૮૧ લાખ કરોડ રૂપિયા થયું હતું, જે સોમવારના ૧૭૮.૭૯ લાખ કરોડની તુલનાએ ૨ લાખ કરોડ રૂપિયા વધારે હતું. માર્કેટ એનલિસ્ટ્સનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાય એમ નથી. જોકે મધ્યમથી લાંબા ગાળા માટે તેજીનું ધ્યાન હોવાનું તેમનું કહેવું છે.

સોમવારની વેચવાલી તેજીના ભાગરૂપે આવેલું કરેક્શન મનાય છે. આથી મંગળવારે શરૂઆતમાં આવેલી વેચવાલી સહેલાઈથી પચી ગઈ હતી અને બજારમાં વ્યાપક સ્તરે રિકવરી થઈ હતી.

બીએસઈ પર ઇન્ફોસિસ, એચસીએલ ટેક, બિરલા સોફ્ટ, લાર્સન અૅન્ડ ટુબ્રો ઇન્ફોટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, કન્સાઇ નેરોલેક પેઇન્ટ્સ અને લિંડે ઇન્ડિયા બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

ઇન્દ્રપ્રસ્થ ગૅસમાં ૧૦૦ ટકા કરતાં વધુ વૉલ્યુમ નોંધાયું હતું. બર્જર પેઇન્ટ્સ, પંજાબ નૅશનલ બૅન્ક, પીવીઆર, ઇન્ડિગો, એચસીએલ ટેક, ભારત ફોર્જ, અદાણી એન્ટરપ્રાઇઝીસ અને પીએફસીમાં ૫૦ ટકા કરતાં વધુ વૉલ્યુમ થયું હતું.

વિવિધ ઇન્ડેક્સની વધઘટ

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૫ કંપનીઓ વધી હતી, જ્યારે ૫ કંપનીઓ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૧.૦૯ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૧.૧૩ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૧.૧૩ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૧.૧૦ ટકા, બીએસઈ ઓલ કૅપ ૧.૧૦ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૧૨ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૧.૪૧ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૩૬ ટકા ઘટ્યો હતો.

સેક્ટોરલ ઈન્ડાઇસીસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૦૨ ટકા, સીડીજીએસ ૧.૦૦ ટકા, એનર્જી ૦.૧૭ ટકા, એફએમસીજી ૦.૬૦ ટકા, ફાઇનૅન્સ ૦.૩૫ ટકા, હેલ્થકૅર ૧.૭૦ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૩૧ ટકા, ટેલિકોમ ૧.૮૫ ટકા, યુટિલિટીઝ ૨.૫૬ ટકા, ઑટો ૦.૯૪ ટકા, બૅન્કેક્સ ૦.૫૧ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૯ ટકા, મેટલ ૧.૭૪ ટકા, ઑઈલ એન્ડ ગૅસ ૧.૩૬ ટકા, પાવર ૧.૫૯ ટકા, રિયલ્ટી ૦.૨૮ ટકા અને ટેક ૩.૩૧ ટકા ઘટ્યા હતા.

બીએસઈ પર કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૯૪ ટકા, બજાજ ફાઇનૅન્સ ૦.૫૬ ટકા, હાઉસિંગ એન્ડ ફાઇનૅન્સ કોર્પ. ૦.૪૫ ટકા, રિલાયન્સ ૦.૧૬ ટકા અને ઈન્ડસઇન્ડ બૅન્ક ૦.૧૩ ટકા ઘટ્યા હતા. ‘અે’ ગ્રુપની ૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૨૮ કંપનીઓને ઉપલી અને ૫૩ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૫૩ કંપનીઓમાંથી ૨૩૨ કંપનીઓને ઉપલી અને ૩૨૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટની હિલચાલ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૨,૦૨,૯૦૮.૫૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૧,૮૪૩ સોદાઓમાં ૧૮,૧૬,૭૪૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૪૪,૫૬૧ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૭૫.૮૭ કરોડ રૂપિયાના ૬૫૬ સોદામાં ૭૨૬ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૫૨,૩૮૩ સોદામાં ૧૫,૯૮,૪૯૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૩,૦૬૭.૮૪ કરોડનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૮૮૦૪ સોદામાં ૨,૧૭,૫૩૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૧૯,૭૬૪.૮૫ કરોડનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીએ ૨૧ દિવસની મુવિંગ એવરેજમાં સપોર્ટ લીધો છે. તેના પર બંધ આવે તો બજારમાં ફરી ઉપર તરફી દોડ જોવા મળી શકે છે. દૈનિક હિલચાલનો અંદાજ આપતો આરએસઆઇ ઇન્ડિકેટર ૫૫ના સ્તરેથી વધીને ૬૦.૯૦ના સ્તરે બંધ રહ્યો હતો, જે બેન્ચમાર્ક ઇન્ડેક્સની પૉઝિટિવ બ્રેડ્થ દર્શાવે છે. હાલના તબક્કે નિફ્ટીમાં ૧૩,૧૫૦ના સ્તરે સપોર્ટ અને ૧૩,૫૫૦ના સ્તરે રેઝિસ્ટન્સ છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK