Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ૬ પાયા પર ઊભું છે નિર્મલાજીનું બજેટ

૬ પાયા પર ઊભું છે નિર્મલાજીનું બજેટ

02 February, 2021 09:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ પાયા પર ઊભું છે નિર્મલાજીનું બજેટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આત્મનિર્ભર ભારતના નવા બજેટમાં સરકારના ફૉકસના મુખ્ય પૉઇન્ટ્સ આ રહ્યા...

૧. નાગરિકોનાં હેલ્થ અને વેલ્ફેર



૨. ભૌતિક, નાણાકીય મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના


૩. મહત્ત્વાકાંક્ષી ભારત માટે સર્વાંગી વિકાસ કરવો

૪. મનુષ્યબળની શક્તિઓમાં વૃદ્ધિ કરવી


૫. નવસર્જન અને સંશોધન-વિકાસ કરવો

૬. લઘુતમ નિયમો રાખીને મહત્તમ વહીવટ કરવો

 

દરેક પૉઇન્ટ્સમાં વિગતમાં શું છે તે અહીં વાંચો...

૧. હેલ્થ અને વેલ્ફેરની જોગવાઈઓ

આરોગ્ય સેવાને મહત્ત્વ આપવાની જાહેરાત 

કોવિડ-19 સામેની લડાઈ ૨૦૨૧માં પણ ચાલુ રહેશે. કોવિડ-19 રસી માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે

ટૂંક સમયમાં કોરોના માટેની વધુ રસીઓ આવવાની સંભાવના

સર્વાંગી આરોગ્યના પૉર્ટલનું વિસ્તરણ કરવામાં આવશે

નાગરિકોના પોષણ માટેની યોજનાઓને એકત્રિત કરીને પોષણ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે

વાઇરોલૉજી માટે પ્રાદેશિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે

આરોગ્ય સેવાની સુધારણા માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ કરવામાં આવશે 

શહેરી સ્વચ્છતા માટે ૧.૪૧ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે


૨. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના માટેની જોગવાઈઓ

મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલી ૧.૯૭ લાખ કરોડ રૂપિયાની સવલત આપવામાં આવશે

પાંચ ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા માટે મૅન્યુફૅક્ચરિંગનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું 

આગામી ત્રણ વર્ષમાં ૭ ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત

વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થા - ડેવલપમેન્ટ ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશનની રચના કરવાની જાહેરાત

વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થાને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવશે

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે નવા આર્થિક કૉરિડોર બનાવવામાં આવશે

માર્ગ પરિવહન મંત્રાલય માટે ૧.૧૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી

મૂડીગત ખર્ચ માટે ૫.૫૪ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે

જળજીવન મિશન માટે ૨.૮૭ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી

ઑટો ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે નાણાપ્રધાને વાહનો ભંગારમાં કાઢવાને લગતી નીતિની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરમાં ગૅસની પાઇપલાઇન બિછાવવાનું કાર્ય શરૂ કરાશે

રેલવે માટે ૧.૧૦ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની જાહેરાત

કૉમોડિટી માર્કેટના વિકાસ માટે એનું પરિતંત્ર વિકસાવવામાં આવશે

ઉજ્જ્વલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે 

સરકારી બૅન્કોના મૂડીકરણ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી

માર્ચ ૨૦૨૨ સુધીમાં ૮૫૦૦ કિલોમીટરના હાઇવેનું બાંધકામ કરવામાં આવશે, જે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યના ભાગરૂપે હશે 


૩. કૃષિ ક્ષેત્ર માટેની જોગવાઈઓ

વર્ષ ૨૦૨૦-’૨૧માં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ઘઉંના ટેકાના ભાવના સ્વરૂપે ખેડૂતોને ચૂકવવામાં આવી. એનો લાભ ઘઉંના ૪૩ લાખ ખેડૂતોને થયો.

કૃષિ ક્ષેત્ર માટે ૨૦૨૧-’૨૨માં ૧૬.૫ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય.

૨૦૨૦-’૨૧માં ડાંગરના ખેડૂતોને ૧.૭૨ લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી

 

૪. કૉર્પોરેટ ક્ષેત્ર માટેની જાહેરાતો

એક વ્યક્તિની કંપની સ્થાપવા માટે સરકારે આપી મંજૂરી

આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી બૅન્કોના થાપણદારોને રાહત આપવામાં આવશે 

સ્ટાર્ટઅપ માટેનો ટૅક્સ હૉલિડે પણ એક વર્ષ માટે લંબાવાયો

સરકારે કંપનીઝ ઍક્ટ ૨૦૧૩માં ફેરફાર કરવાની જાહેરાત કરી. હવે નાની કંપનીઓની વ્યાખ્યા બદલવામાં આવી છે. આવી કંપનીઓની મૂડીની મર્યાદા ૫૦ લાખ રૂપિયાથી વધારીને બે કરોડ રૂપિયા કરાઈ અને ટર્નઓવરની મર્યાદા બે કરોડથી વધારીને ૨૦ કરોડ રૂપિયા કરાઈ 

સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો માટેની ફાળવણી બમણી કરવામાં આવશે સરકાર ૧૫,૭૦૦ કરોડ રૂપિયા ફાળવશે.

ટૅક્સ ઑડિટ માટેની મર્યાદા પાંચ કરોડથી વધારીને ૧૦ કરોડ રૂપિયા કરવામાં આવી

વીમા ક્ષેત્રમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવામાં આવી

 

૫. વ્યક્તિગત કરદાતાઓ માટેની તથા કરવેરાની અન્ય જાહેરાતો

વરિષ્ઠ નાગરિકો માટેની પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી. ૭૫ વર્ષથી વધુ વયના નાગરિકોએ હવે આવકવેરાનું રિટર્ન નહીં ભરવું પડે. જેમને ફક્ત પેન્શન અને વ્યાજની આવક થતી હશે એવા આ વરિષ્ઠ નાગરિકો માટે જોગવાઈ કરવામાં આવી છે. 

આવકવેરાનું અસેસમેન્ટ ફરીથી ખોલવા માટેની સમયમર્યાદા ૬ વર્ષથી ઘટાડીને ૩ વર્ષની કરવામાં આવી. જે કેસમાં એક વર્ષની અંદર ૫૦ લાખ રૂપિયા કે એનાથી વધુની આવક છુપાવવામાં આવી હોવાનો નક્કર પુરાવો હશે એ કેસમાં અસેસમેન્ટ ૧૦ વર્ષની અંદર ફરીથી ખોલવામાં આવી શકે છે 

સસ્તા ઘરની ખરીદી માટે હોમ લોનના વ્યાજ પર અપાયેલી ૧.૫ લાખ રૂપિયાની કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવાઈ, અર્થાત્ આ કરમુક્તિ હવે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીની રહેશે

સસ્તાં ઘર માટેની ટૅક્સ હૉલિડે સ્કીમ પણ એક વર્ષ માટે લંબાવાઈ

ફૉરેન રિટાયરમેન્ટ ફન્ડ્સ પર બિનરહીશ ભારતીયોને લાગુ પડતું ડબલ ટૅક્સેસન રદ કરવા માટે સરકાર નિયમો જાહેર કરશે 

જો માલિકો નોકરિયાતોના પ્રોવિડન્ટ ફન્ડમાં પોતાનું ભંડોળ સરકારમાં મોડેથી જમા કરાવશે તો તેમને એનું ડિડક્શન નહીં મળે 

આવકવેરાના રિટર્નમાં હવે કૅપિટલ ગેઇન્સ અને બૅન્કો, પોસ્ટ-ઑફિસ વગેરેમાંથી મળતા વ્યાજની રકમ પણ પહેલેથી ભરાઈને આવશે 

 

૬. ડિસઇન્વેસ્ટમેન્ટ

માટેની જોગવાઈઓ

બે સરકારી બૅન્કો અને એક સરકારી જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે 

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)નો આઇપીઓ લાવવામાં આવશે 

આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનાં તમામ પગલાંનો અમલ કરવામાં આવશે

૨૦૨૧-’૨૨ માટેનો ડિસઇન્વેસ્ટમેન્ટનો ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો

ભારત પેટ્રોલિયમ, કૉન્કર, પવનહંસ અને ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૧-’૨૨માં કરવામાં આવશે 

નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના ૯.૫ ટકા રહેવાની ધારણા

૨૦૨૧-’૨૨ માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના ૬.૮ ટકા રાખવાનો લક્ષ્યાંક જાહેર કરાયો

સરકાર વર્તમાન નાણાકીય વર્ષના ખર્ચની જરૂરિયાત પૂરી કરવા માટે વર્ષના બાકી રહેલા સમયમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું કરજ લેશે, અર્થાત્ સરકાર આ રકમનાં બૉન્ડ જાહેર કરશે અથવા એવી બીજી કોઈ યોજના જાહેર કરશે 

રેલવેની અને ઍરપોર્ટ્સની મિલકતોમાંથી સરકાર નાણાં ઊભાં કરશે

ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (આઇઓસી) તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની પાઇપલાઇન વેચીને નાણાં ઊભાં કરવામાં આવશે 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની અને સરકારી ઍસેટ્સમાંથી નાણાં ઊભાં કરવાની જાહેરાત

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2021 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK