Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં ઊંચા મથાળે સાવચેતીનો માહોલ:વ્યાજદરમાં ઘટાડા પર નવી તેજી નિર્ભર

સોનામાં ઊંચા મથાળે સાવચેતીનો માહોલ:વ્યાજદરમાં ઘટાડા પર નવી તેજી નિર્ભર

27 February, 2020 11:39 AM IST | Mumbai Desk

સોનામાં ઊંચા મથાળે સાવચેતીનો માહોલ:વ્યાજદરમાં ઘટાડા પર નવી તેજી નિર્ભર

સોનામાં ઊંચા મથાળે સાવચેતીનો માહોલ:વ્યાજદરમાં ઘટાડા પર નવી તેજી નિર્ભર

અમેરિકન શૅરબજારમાં ઘટાડો, વૈશ્વિક રીતે કોરોના વાઇરસની વધી રહેલી અસરો અને બૉન્ડના વિક્રમી નીચા યીલ્ડ વચ્ચે પણ સોનાના ભાવમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં એવી ધારણા છે કે વાઇરસની વાસ્તવિક અસરો પહેલાં જે રીતે સોનાના ભાવ ઊછળ્યા હતા એમાં અત્યારે નફો બુક થઈ રહ્યો છે. બીજું, વ્યાજદરમાં ઘટાડો હજી એક આશા છે અને ફેડરલ રિઝર્વ અમેરિકાની સ્થાનિક સ્થિતિના આધારે એ ઘટાડે નહીં તો સોનાના ભાવ માટે એક નકારાત્મક પરિબળ છે એટલે ઊંચા મથાળે હજી પણ થોડી સાવચેતી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં ગઈ કાલે અગાઉ ઊંચા આવેલા સોનાના ભાવ થોડા ઘટી ગયા છે. અમેરિકામાં કોમેક્સ એપ્રિલ વાયદો ૦.૬૩ ટકા કે ૧૦.૩૫ ડૉલર ઘટી ૧૬૩૯.૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે, જ્યારે હાજરમાં સોનું ૦.૧૭ ટકા કે ૨.૭૨ ડૉલર વધી ૧૬૩૭.૮૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીના ભાવમાં હાજરનો ભાવ ૮ સેન્ટ કે ૦.૪૫ ટકા ઘટી ૧૭.૯૨ ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે માર્ચ વાયદો ૧.૭૨ ટકા કે ૩૧ સેન્ટ ઘટી ૧૭.૮૭૮ ડૉલર પ્રતિ ઔંસ છે. આ મહિનામાં સોનાના ભાવ ત્રણ ટકા જેટલા વધી ગયા છે.

ભારતમાં ભાવ ઘટ્યા
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં અને આંતરરાષ્ટ્રીય બજારના આગલા ઘટાડાને પચાવી લેવા ભારતમાં પણ સોનાના ભાવ બીજા દિવસે ઘટ્યા હતા. હાજરમાં મુંબઈ સોનું ૫૦ ઘટી ૪૩,૮૩૦ રૂપિયા અને અમદાવાદ સોનું ૩૦ ઘટી ૪૩,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતા. સોનામાં એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨,૫૩૬ ખૂલી ઉપરમાં ૪૨,૮૫૪ અને નીચામાં ૪૨,૪૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨ ઘટીને ૪૨,૬૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪૫૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૫,૦૦૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૨૧૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૨ ઘટીને બંધમાં ૪૨,૫૭૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૭૮૦ ઘટી ૪૮,૫૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫૦ ઘટી ૪૮,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૫૫૦ ખૂલી ઉપરમાં ૪૭,૩૭૯ અને નીચામાં ૪૬,૫૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૫૦ ઘટીને ૪૭,૧૧૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૩૬ ઘટીને ૪૭,૧૨૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૫૨ વધીને ૪૮,૨૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.

વ્યાજદરમાં ઘટાડાની આશા
જે રીતે કોરોના વાઇરસની અસરો વધી રહી છે, નવા દેશ, મૃત્યુ આંકમાં વધારો અને નવા દરદીઓની સંખ્યા વધી રહી છે એના કારણે સોના તરફ આકર્ષણ વધી રહ્યું છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે વાઇરસના કારણે વૈશ્વિક મંદી ખાળવા અથવા તો એની અસરોથી બચવા માટે ચીનની જેમ અમેરિકામાં પણ વ્યાજના દર હળવા થશે અને નાણાપ્રવાહિતા વધી જશે. આ ધારણાએ સોનાના ભાવ વધી રહ્યા છે અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં પણ રોકાણ નવી વિક્રમી સપાટીએ પહોંચી રહ્યું છે. મંગળવારે એક દિવસ પ્રૉફિટ-બુકિંગ બાદ ગઈ કાલે ફરી સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ભાવ વધવા માટેનું અન્ય એક કારણ છે કે અમેરિકાના બૉન્ડના યીલ્ડ વિક્રમી નીચી સપાટીએ છે. નીચા વ્યાજના દરને મંદીની નિશાની ગણવામાં આવે છે અને એના કારણે વ્યાજ સાથે નહીં જોડાયેલા સોના તરફ રોકાણ વળે છે.

ભાવ ઘટ્યા
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં અને આંતરરાષ્ટ્રીય બજારના આગલા ઘટાડાને પચાવી લેવા ભારતમાં પણ સોનાના ભાવ બીજા દિવસે ઘટ્યા હતા. હાજરમાં મુંબઈ સોનું ૫૦ ઘટી ૪૩,૮૩૦ રૂપિયા અને અમદાવાદ સોનું ૩૦ ઘટી ૪૩,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતા. સોનામાં એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨,૫૩૬ ખૂલી ઉપરમાં ૪૨,૮૫૪ અને નીચામાં ૪૨,૪૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨ ઘટીને ૪૨,૬૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪૫૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૫,૦૦૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૨૧૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૨ ઘટીને બંધમાં ૪૨,૫૭૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૭૮૦ ઘટી ૪૮,૫૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫૦ ઘટી ૪૮,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૫૫૦ ખૂલી ઉપરમાં ૪૭,૩૭૯ અને નીચામાં ૪૬,૫૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૫૦ ઘટીને ૪૭,૧૧૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૩૬ ઘટીને ૪૭,૧૨૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૫૨ વધીને ૪૮,૨૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 11:39 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK