આ નિર્ણયનો સરકારનો મહત્વનો સાથીપક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ વિરોધ કરી રહ્યો હોવા છતાં એના જોરદાર સમર્થક વડા પ્રધાન મનમોહન સિંહના વડપણ હેઠળ યોજાયેલી યુનિયન કૅબિનેટમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપી દેવામાં આવી હતી.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આ પ્રસ્તાવને મજબૂત સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આના કારણે ગ્રામીણ માળખું વધારે મજબૂત બનશે. સરકારના આ નિર્ણયને કારણે નાના દુકાનદારોના આધિપત્યવાળા ૫૯૦ બિલ્યન ડૉલર (૨૯.૫૦ લાખ કરોડ રૂપિયા)ના રીટેલ માર્કેટમાં મોટું પરિવર્તન આવશે. સરકારના આ પગલાને ઉદ્યોગો તથા સ્થાનિક અને આંતરારાષ્ટ્રીય સંસ્થાઓએ બિરદાવ્યું છે.
કૅબિનેટે સિંગલ બ્રૅન્ડમાં એફડીઆઇમાં ૫૧ ટકાની કૅપ નાબૂદ કરી નાખવાનું નક્કી કયુર્ર઼્ છે જેના કારણે ફૂડ, લાઇફસ્ટાઇલ અને સ્ર્પોટ્સ બિઝનેસમાં કાર્યરત કંપનીઓ પોતાનો અલાયદો વ્યવસાય સ્થાપી શકશે. આના કારણે હવે અડિડાસ, ગુચી, હર્મિસ, એલવીએમએચ અને કૉસ્ટા કૉફી જેવી કંપની ભારતમાં સંપૂર્ણ ઓનરશિપ સાથે બિઝનેસ કરી શકશે. જોકે એના વિરોધમાં એવી દલીલ છે કે દસ લાખ કરતાં વધારે વસ્તી ધરાવતાં ૫૩ જેટલાં શહેરોમાં જો મલ્ટિ-નૅશનલ કંપનીઓનું આગમન થઈ જશે તો ખેડૂતો અને કરિયાણાંની નાની દુકાનોના માલિકોને અસ્તિત્વ ટકાવવામાં ભારે મુશ્કેલી પડશે.