Bajaj Finance FDમાં તમારા PFના નાણાં રોકાણના 4 કારણો...

Updated: Jan 17, 2020, 17:31 IST | Mumbai Desk

તમારે શા માટે તમારા પીએફની કમાણી બજાજ ફાઇનાન્સ એફડીમાં રોકવી જોઇએ તે સમજવા માટે આગળ વાંચો

નિવૃત્તિની બચતનો મોટો હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાંની કમાણી હોય છે અને માટે જ એ જરૂરી છે કે તે ટકી રહે તે માટે એક કુશળ અભિગમ અપનાવાય. સદ્ભાગ્યે ફિક્સ ડિપોઝિટ (fixed deposit) જેવા સલામત વિકલ્પોને કારણે તમે તમારા એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડ એટલેકે ઇપીએફની ડિપોઝિટ કરીને જ સારું એવું વળતર મેળવી શકો છો. જેઓ પોતાની બચત પર સ્થિર વળતર અને આકર્ષક વ્યાજદર મેળવવા માગતા હોય તેમને માટે બજાર ફાઇનાન્સ ફિક્સ ડિપોઝિટ સૌથી સારો વિકલ્પ છે. તમે મલ્ટિપલ પે આઉટ વિકલ્પ પણ પસંદ કરી શકો છો જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તમારી બચતમાંથી વખત આવ્યે સરળતાથી રકમ મેળવી શકો.

 તમારે શા માટે તમારા પીએફની કમાણી બજાજ ફાઇનાન્સ એફડીમાં રોકવી જોઇએ તે સમજવા માટે આગળ વાંચો.

ઊંચી વિશ્વસનિયતા અને સ્થિર રેટિંગ્ઝ સાથે ગૅરંટીડ વળતર

પીએફ મોટે ભાગે તમારા હાથમાં તમારી નિવૃત્તિ પછી જ આવે છે અને તમારી નિવૃત્તિ કાળની બચતનો મોટો હિસ્સો બને છે અને માટે જ તેનું રોકાણ સલામત વિકલ્પમાં કરવું અનિવાર્ય છે.  બજાજ ફાઇનાન્સ ફિક્સ ડિપોઝીટ તમારે માટે નિવૃત્તિ પછી સૌથી સારો વિકલ્પ છે કારણકે સૌથી વધુ વિશ્વસનિય હોવાનાં રેટિંગ્ઝમાં ક્રિસીલ એફએએએ અને આઇસીઆરએનાં એમએએએનાં સૌથી વધુ રેટિંગ્ઝ તેને મળ્યાં છે. આ રેટિંગ્ઝ તેનાં વ્યાજ દરનાં પેઆઉટ્સને મામલે વિશ્વસનિયતા અને ઉત્તમ ટ્રેક રેકોર્ડની નિશાની છે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ એ એક માત્ર ભારતીય એબીએફસી છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સી એસએન્ડપી ગ્લોબલ દ્વારા બીબીબી-રેટિંગ મળ્યું છે.

સિનિયર સિટીઝન્સ માટે ઊંચા વ્યાજ દરને પગલે મેળવો વધુ નફો

આમ તો આ ફિક્સ ડિપોઝીટ બધાં જ પ્રકારનાં ગ્રાહકોને મૂલ્યવાન વળતર આપે છે ખાસ કરીને સિનિયર સિટિઝન્સને તેનું બહેતર વળતર મળે છે કારણકે વ્યાજનાં દર ઊંચા છે. તમે સિનિયર સિટિઝન હો તો તમને 8.35 ટકા જેટલું વળતર મળે છે જે સામાન્ય ગ્રાહકો કરતાં 0.25 ટકા વધારે છે. મુદત વધે ત્યારે  તથા ટર્મસ્ વધુમાં વધુ 36 મહિનાની હોય ત્યારે વ્યાજ દર વધે છે.

તમારા પીએફની કમાણી આ એફડીને કારણે વિવિધ મુદત સાથે કેવો દેખાવ કરી શકે છે તે જાણવા નીચેનાં ઉદાહરણ પર નજર કરો.

સિનિયર સિટીઝન

રોકાણની રકમ

મુદત (વર્ષમાં)

વ્યાજ દર

વળતરની કમાણી

રોકાણ પાકે ત્યારની રકમ

ટકાવારીમાં વળતર

રૂ. 25,00,000

2

8.15%

રૂ.4,24,106

રૂ.29,24,106

16.96%

રૂ.50,00,000

3

8.35%

રૂ.13,59,995

રૂ.63,59,995

27.19%

રૂ.75,00,000

5

8.35%

રૂ.36,99,686

રૂ.1,11,99.686

49.33%

તમે રોકાણ કરો તે પહેલાં બજાજ ફાઇનાન્સ FD Calculatorનો ઉપયોગ કરીને તમારા રોકાણ પર કેટલું વળતર મળશે તે ચેક કરી શકશો. આમ તમે બહેતર રોકાણ કરી શકશો અને મુદત, નિયત સમય પ્રમાણે પે-આઉટ્સ વગેરે નક્કી કરી શકશો.

તમારી ડિપોઝટ સામે ઇમર્જન્સીનાં સમયે ઝડપી લોન મેળવો

આ એફડીની વિશેષ લાક્ષણિકતા છે કે તમે જરૂર પડ્યે આ એફડીની સામે લોન મેળવી શકો છો જેથી સંકટ સમયે મદદ મળી શકે. તમારી એફડીનાં મૂલ્ય અનુસાર, તમે ચાર લાખ રૂપિયા સુધીનો ફાઇનાન્સ મેળવી શકશો, અને સાથે તમારી ડિપોઝીટ તેનું વ્યાજ મેળવતી રહેશે.

આ ઉપરાંત તમે આ લોન માત્ર ઓનલાઇન અરજી કરીને તરત સેન્કશન મેળવીને રકમ મેળવી શકશો.

રોકાણો શ્રુંખલા માટે મલ્ટિ ડિપોઝિટ ફિચર અપનાવો

નિવૃત્તિ પછી, પ્રવાહી નાણાં હાથવગા રહે તે સૌથી અગત્યનું છે અને તે માટે તમે મલ્ટી ડિપોઝિટ સવલતનો ઉપયોગ કરીને તમારા રોકાણની શ્રુંખલા તૈયાર કરી શકશો. અહીં તમે તમારા પીએફની કમાણીને માત્ર એક ચેકનાં ઉપયોગથી અલગ અલગ એફડીમાં રોકી શકશો અને દરેકની મેચ્યોરિટી માટે જુદી મુદત પણ તમારા લક્ષ્યોને આધારે નિયત કરી શકશો. આમ કરવાનો ફાયદો એમ છે કે તમે કોઇપણ તકલીફ વિના રોકાણની આ શ્રુંખલા સ્માર્ટ રીતે  સંભાળી શકશો અને જ્યારે પણ તમને તમારા ફંડની જરૂર પડે ત્યારે તે તમારે માટે હાજર હોય તેની તકેદારી રાખી શકશો.

તમે તમારા પીએફને સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન(Systematic Deposit Plan)માં અમુક હિસ્સાઓમાં પણ રોકી શકો છો જેથી સમયાંતરે તમારે માટે નાણાં પ્રવાહ ઉપલબ્ધ હોય. એ જ રીતે તમે ટૂંકા ગાળાની મુદત રાખીને વધુ ઇન્ટરેસ્ટ પેઆઉટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો જેથી તમે અવારનવાર ખડાં થતા ખર્ચાઓને આસાનીથી પહોંચી વળો.

ઓનલાઇન પ્રક્રિયા અને તમારા ડેબિટ કાર્ડથી સરળતાથી રોકાણ કરો

રોકાણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે  તમે આ એફડીમાં નીચે જણાવેલા પગલાં અનુસરીને ઓનલાઇન રોકાણ પણ કરી શકો છો.

-       ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરો.

-       ‘સેવ એઝ પીડીએફ’ના વિકલ્પ પર ક્લિક કરો.

-       દસ્તાવેજ લેવા માટે અધિકૃત પ્રતિનિધિ તમારો સંપર્ક  કરે તેની રાહ જુઓ.

-       ફોર્મની પ્રિન્ટઆઉટ લો, તેની પર ફોટોગ્રાફ લગાડી, સહીં કરો.

આ ઉપરાંત તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ રોકાણ કરી શકો છો. પરંતુ તમારા શહેરમાં આ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરો.

તમે જાણ્યું હશે કે ઉપર જણાવેલા ઘણાં બધાં વિકલ્પો રોકાણકારની સવલત વધારવા પર લક્ષ્ય આપે છે આમ એફડી  સિનિયર સિટિઝન્સ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે.  આ ઉપરાંત એ હકીકત પણ ગણતરીમાં લેવાની કે પીએફની કમાણી મહદંશે મોટી રકમ હોવાને કારણે તમે એ બાબતે રાહતનો શ્વાસ લઇ શકો છો કે તમારી મૂડી સલામત છે અને વિશ્વસનિય રીતે તેમાં વધારો થઇ રહ્યો છે.

જો તમે તમારા પીએફની કમાણી પર વધુ મૂલ્ય કમાવા માગતા હો તો બજાજ ફાઇન્નસ ઓનલાઇન એફડી(Bajaj finance online FD)માં આજે જ રોકાણ કરો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK