૩૮.૭૧ લાખ લોકોએ ઇપીએફમાંથી પૈસા ઉપાડ્યા

Published: 3rd October, 2020 12:13 IST | Mumbai correspondent | Mumbai

લોકડાઉન લગાવવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ૩૮,૭૧,૬૬૪ કર્મચારીએ ઇપીએફ અકાઉન્ટમાંથી રૂ. ૪૪,૦૫૪.૭૨ કરોડ ઉપાડ્યા હતા,

૩૮.૭૧ લાખ લોકોએ ઇપીએફમાંથી પૈસા ઉપાડ્યા
૩૮.૭૧ લાખ લોકોએ ઇપીએફમાંથી પૈસા ઉપાડ્યા

લૉકડાઉન દરમિયાન પચીસમી માર્ચથી ઓછામાં ઓછા ૩૮,૭૧,૬૬૪ જણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)માંથી ૪૪,૦૫૪.૭૨ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા પચીસમી માર્ચ, ૨૦૨૦ના રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવામાં આવ્યો હતો. લોકડાઉન લગાવવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ૩૮,૭૧,૬૬૪ કર્મચારીએ ઇપીએફ અકાઉન્ટમાંથી રૂ. ૪૪,૦૫૪.૭૨ કરોડ ઉપાડ્યા હતા, એમ શ્રમ ખાતાના પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું. નાણાં ઉપાડવાના કારણોમાં કોવિડ-૧૯નો પણ સમાવેશ થાય છે. ૨૫ માર્ચથી ૩૧મી ઓગસ્ટ સુધી મહારાષ્ટ્રમાં ૭,૨૩,૯૮૬ અરજીઓ માટે ઇપીએફમાંથી સૌથી વધુ રૂ. ૮,૯૬૮.૪૫ કરોડ ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે કર્ણાટકમાં ૪,૮૪,૧૧૪ અરજીઓ
માટે રૂ. ૬,૪૧૮.૫૨ કરોડ, તમિળનાડુ (પુડુચેરી સહિત) ૬,૨૦,૬૬૨ અરજીઓ માટે રૂ. ૫,૫૮૯.૯૧ કરોડ ઉપાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં ઉક્ત સમયગાળા દરમિયાન ૩,૧૬,૬૭૧ કર્મચારીઓ પોતાના ઇપીએફમાંથી રૂ. ૩,૩૦૮.૫૭ કરોડ ઉપાડ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK