પબ્લિક ઇશ્યુ દ્વારા ઊભા કરવામાં આવેલા પૈસામાં ૨૨ ટકાનો ઘટાડો

Published: 12th October, 2011 19:29 IST

પ્રાઇમરી માર્કેટનો ટ્રૅક રાખતી કંપની પ્રાઇમ ડેટા બેઝના રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૩૧ ભરણાં દ્વારા ૯૫૮૨ કરોડ રૂપિયા એકત્ર કરવામાં  આવ્યા છે. આ રકમ ગયા વર્ષના સમયગાળા કરતાં ૨૨ ટકા ઓછી છે. એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૦ દરમ્યાન ૩૨ ભરણાં દ્વારા ૧૨,૨૮૦ કરોડ રૂપિયા ઊભા કરવામાં  આવ્યા હતા.

 

૩૧ ભરણાં દ્વારા ૯૫૮૨ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા

શૅરબજારની અચોક્કસતાની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જાહેર ભરણાં દ્વારા ઊભા કરવામાં આવેલા  ભંડોળમાં ઘટાડો જોવા મળ્યો છે.

૩૦ આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફર) દ્વારા ૫૦૦૪ કરોડ રૂપિયા અને એક એફપીઓ (ફૉલો-ઑન પબ્લિક ઑફર) દ્વારા ૪૫૭૮ કરોડ રૂપિયા એકત્ર કરવામાં  આવ્યા છે.

ભરણાંની ઍવરેજ સાઇઝ ૩૦૯ કરોડ રૂપિયાની રહી છે. ૧૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમના બે ઇશ્યુ અને ૫૦ કરોડ રૂપિયા કરતાં ઓછી રકમના ૧૧ ઇશ્યુ હતા.  બજારની વર્તમાન સ્થિતિ જોતાં આગામી સમય પણ અચોક્કસ જણાય છે. ભરણાંની શૉર્ટેજ નથી. ૧૦૯ જેટલી કંપનીઓ પબ્લિક ઇશ્યુ દ્વારા પૈસા ઊભા કરવાની  યોજના ધરાવે છે, પરંતુ બજારની અત્યારની સ્થિતિ ધ્યાનમાં લેતાં આ કંપનીઓ ઇશ્યુ લાવી શકશે કે કેમ એ એક સવાલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK