Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથરેટ ૧૬ મહિનાના ઊંચા લેવલે પહોંચ્યો

ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથરેટ ૧૬ મહિનાના ઊંચા લેવલે પહોંચ્યો

13 December, 2012 05:49 AM IST |

ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથરેટ ૧૬ મહિનાના ઊંચા લેવલે પહોંચ્યો

ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથરેટ ૧૬ મહિનાના ઊંચા લેવલે પહોંચ્યો


ઑક્ટોબર ૨૦૧૨માં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથરેટ ૮.૨૦ ટકા રહ્યો છે. ઑક્ટોબર ૨૦૧૧માં એમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. મૅન્યુફૅક્ચરિંગ, પાવર, કૅપિટલ ગુડ્ઝ અને કન્ઝ્યુમર ગુડ્ઝના ઉત્પાદનમાં વધારો થવાથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સેક્ટરનો ગ્રોથરેટ વધ્યો છે. એપ્રિલ-ઑક્ટોબર ૨૦૧૨ દરમ્યાન ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઘટીને માત્ર ૧.૨૦ ટકા રહ્યો છે જે આગલા વર્ષે આ સમયગાળામાં ૩.૬૦ ટકા રહ્યો હતો.

મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથરેટ ઑક્ટોબર ૨૦૧૨માં ૯.૬૦ ટકા વધ્યો છે જે ઑક્ટોબર ૨૦૧૧માં ૬ ટકા ઘટ્યો હતો. એપ્રિલ-ઑક્ટોબર ૨૦૧૨ દરમ્યાન મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો વૃદ્ધિદર માત્ર એક ટકો રહ્યો છે જે આગલા વર્ષે આ સમયગાળામાં ૩.૮૦ ટકા હતો. ઑક્ટોબર ૨૦૧૨માં વીજળીના ઉત્પાદનમાં ૫.૫૦ ટકા, કૅપિટલ ગુડ્ઝમાં ૭.૫૦ ટકા, કન્ઝ્યુમર ગુડ્ઝમાં ૧૩.૨૦ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૧૬.૫૦ ટકા અને કન્ઝ્યુમર નૉન-ડ્યુરેબલ્સમાં ૧૦.૧૦ ટકાનો વધારો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2012 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK