એનએમડીસીના શૅર્સનું વેચાણ સરકાર આવતી કાલે શરૂ કરશે

Published: 11th December, 2012 07:38 IST

આર્યન ઓરનું ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની લાર્જેસ્ટ કંપની એનએમડીસીની ૧૦ ટકા ઇક્વિટીનું વેચાણ સરકાર આવતી કાલે કરશે. એક રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅરની પ્રાઇસ બૅન્ડ ૧૪૫થી ૧૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.


સરકાર ઑફર ફૉર સેલ દ્વારા વેચાણ કરશે એટલે રીટેલ રોકાણકારો રોકાણ નહીં કરી શકે. માત્ર સંસ્થાકીય રોકાણકારો જ કંપનીના શૅર્સની ખરીદી કરી શકશે. કંપનીની ઇક્વિટીમાં અત્યારે સરકારનો હિસ્સો ૯૦ ટકા જેટલો છે. વધુ ૧૦ ટકા ઇક્વિટીના વેચાણ માટે કૅબિનેટ કમિટીની મંજૂરી ૨૫ ઑક્ટોબરે મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK