કંપનીની વર્તમાન કૅપેસિટી ૩૫૦ લાખ સ્ક્વેર મીટર્સ જેટલી છે. કંપનીના ચાર પ્લાન્ટ છે. આગામી છ મહિનામાં ગુજરાતમાં જૉઇન્ટ વેન્ચર દ્વારા ટાઇલ્સના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેની ક્ષમતા વાર્ષિક ૨૫થી ૩૦ લાખ સ્ક્વેર મીટર્સની હશે. કંપની આગામી ત્રણ વર્ષમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ૨૦૧૧-’૧૨માં ટર્નઓવર ૯૫૦ કરોડ રૂપિયા જેટલું હતું. ચાલુ વર્ષમાં એમાં ૨૦ ટકાનો વધારો થવાની અપેક્ષા છે.