ઑટો લોનના વ્યાજના ઊંચા દર, વધી રહેલી મોંઘવારી તેમ જ પેટ્રોલના ઊંચા ભાવને કારણે ટૂ વ્હીલરના વેચાણને પણ અસર થઈ છે.
સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં ટૂ વ્હીલરના વેચાણમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષો એમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૧૨ દરમ્યાન ટૂ વ્હીલરનું વેચાણ ૨.૪૦ ટકા ઘટીને ૩૫,૯૭,૦૨૨ નંગ થયું છે, જે આગલા વષ્ોર્ આ સમયગાળામાં ૩૫,૦૯,૫૪૧ નંગ થયું હતું.
ટૂ વ્હીલરનું ઉત્પાદન કરતી ચાર કંપનીઓમાંથી માત્ર એકના વેચાણમાં વૃદ્ધિ થઈ છે. બાકીની ત્રણ કંપનીઓનું વેચાણ ઘટ્યું છે.
હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર ઇન્ડિયાનું વેચાણ ૫,૫૫,૬૧૦ નંગથી ૨૯ ટકા વધીને ૭,૧૬,૮૪૮ નંગ થયું છે. જે ત્રણ કંપનીના વેચાણમાં ઘટાડો થયો છે એની વિગત જોઈએ. હીરો મોટોકૉર્પનું વેચાણ ૧૫,૯૮,૬૩૫ નંગથી ૧૦.૨૦ ટકા ઘટીને ૧૪,૩૬,૩૦૭ નંગ, ટીવીએસ મોટર કંપનીનું ૩,૮૮,૫૧૯ નંગથી ૯.૧૦ ટકા ઘટીને ૩,૫૩,૧૫૯ નંગ અને બજાજ ઑટોનું ૧૦,૫૪,૨૫૮ નંગથી ૪.૮૦ ટકા ઘટીને ૧૦,૦૩,૨૨૭ નંગ થયું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK