લક્ઝરી કાર પર ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપતી કંપનીઓ

Published: 4th December, 2012 06:08 IST

છેલ્લાં પાંચ વર્ષમાં ૩૦ ટકા વૃદ્ધિ નોંધાવ્યા પછી લક્ઝરી કાર માર્કેટ નરમ પડીને એક આંકડામાં વૃદ્ધિદર સુધી પહોંચી ગયું છે. ૨૦૧૨નો અંત નજીકમાં છે ત્યારે પ્રીમિયમ કાર ઉત્પાદકો અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટ આપવા લાગ્યા છે.



કેટલીક લક્ઝરી કારમાં પાંચથી દસ ટકા અથવા પાંચ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ ઑફર થઈ રહ્યું છે.

એક અભ્યાસ પ્રમાણે બીએમડબ્લ્યુ, આઉડી, મર્સિડીઝ બેન્ઝ એનાં કેટલાંક મૉડલ પર પાંચથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે. એક્સ-૧ જેવાં જૂનાં મૉડલ અથવા પેટ્રોલથી સંચાલિત મર્સિડીઝ બેન્ઝ કાર પર ડિસ્કાઉન્ટ ૧૦થી ૧૫ ટકા સુધી પહોંચી જાય છે.

આ ડિસ્કાઉન્ટ ઉત્પાદકો અને ડીલર્સ સંયુક્ત રીતે આપે છે, જેમને પ્રીમિયમ કારના વેચાણ પર આઠ-નવ ટકા જેટલું તગડું માર્જિન મળે છે, જ્યારે સ્મૉલ કારના ડીલર્સને બે-ત્રણ ટકા માર્જિન મળે છે. રૂપિયાના મૂલ્યમાં ઘસારો થવા છતાં કંપનીઓ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK