Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે

દેશનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે

03 December, 2012 07:02 AM IST |

દેશનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે

દેશનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે



વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૨-’૧૩ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં વૃદ્ધિદર ૫.૩ ટકા રહ્યો છે. ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે નબળી કામગીરીને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. અત્રે નોંધવું ઘટે કે ગયા વર્ષે આ જ સમયગાળામાં કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૬.૭ ટકા હતો. હજી ગયા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂનમાં આ વૃદ્ધિદર ૫.૫ ટકા જેટલો હતો. આમ એમાં ઘટાડો થઈ રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના દરમ્યાન ઉત્પાદન ક્ષેત્રે ફક્ત ૦.૮ ટકાના દરે વૃદ્ધિ થઈ, જે ગયા વર્ષના ૨.૯ ટકા ગણી ઓછી છે. આ જ રીતે ગયા વર્ષના ૩.૧ ટકાની સામે આ વર્ષે ફક્ત ૧.૨ ટકાના દરે કૃષિક્ષેત્ર વિકાસ પામ્યું છે. અન્ય શબ્દોમાં કહીએ તો ગત છ મહિના દરમ્યાન દેશનો વૃદ્ધિદર ૫.૪ ટકાનો રહ્યો છે જે એક વર્ષ પહેલાં ૭.૩ ટકા હતો. ૨૦૧૨-’૧૩ના બીજા ત્રિમાસિક ગાળામાં વીજળી, ગૅસ અને પાણીપુરવઠાના ક્ષેત્રે વૃદ્ધિદર ઘટીને ૩.૪ ટકાનો થયો છે. આગલા વર્ષે આ જ સમયગાળામાં વૃદ્ધિદર ૯.૮ ટકા હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2012 07:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK