ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતા

Published: 24th November, 2012 07:52 IST

વીમાક્ષેત્રની નિયમનકાર ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (ઇરડા)ના ચૅરમૅનપદ માટે ભારતની સૌથી મોટી વીમાકંપની લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એલઆઇસી)ના ભૂતપૂર્વ ચૅરમૅન ટી. એસ. વિજયન, વર્તમાન વડા ડી. કે. મેહરોત્રા અને પેટ્રોલિયમ સચિવ જી. એસ. ચતુર્વેદીનાં નામ આગળ છે.



સરકારને ઇરડાના ચૅરમૅનપદ માટે ૩૦ અરજી મળી છે. એમાં કેટલીક અરજી સનદી અમલદારોની છે. વર્તમાન ચૅરમૅન હરિ નારાયણની પાંચ વર્ષની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે. ઉમેદવારોને અલગ તારવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે એમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. નાણાકીય સેવાવિભાગના સચિવ ડી. કે. મિત્તલ, આર્થિક બાબતોના ચૅરમૅન અરવિંદ માયારામ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન ઓ. પી. ભટ્ટ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન જી. એન. વાજપેયી, કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ પી. કે. મિશ્રાની બનેલી સમિતિ ઇરડાના આગામી વડાની પસંદગી કરશે.

સેબી = સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK