૨૨ કંપનીઓએ સતત ૧૦ વર્ષમાં ૧૦૦ ટકા કરતાં પણ વધારે ડિવિડન્ડ ચૂકવ્યું છે

Published: 7th October, 2012 06:13 IST

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ ૨૨ જેટલી કંપનીઓએ છેલ્લાં સતત ૧૦ વર્ષમાં દર વર્ષે ૧૦૦ ટકા કરતાં વધારે ડિવિડન્ડની ચુકવણી કરી છે.

સૌથી વધુ કુલ ડિવિડન્ડ ૧૦ વર્ષમાં હીરો મોટોકૉર્પનું ૧૯,૭૦૦ ટકા જેટલું થયું છે. છેલ્લે ૨૦૧૧-’૧૨માં કંપનીએ ૨૨૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું હતું. અન્ય જે કંપનીઓએ ૧૦૦ ટકા કરતાં વધુ ડિવિડન્ડ ચૂકવ્યું છે એની વિગત જોઈએ.

ઇન્ફોસિસે ૧૦ વર્ષમાં કુલ ૮૨૬૫ ટકા, એચસીએલ ટેક્નૉલૉજીએ ૪૬૭૫ ટકા, જિન્દાલ સ્ટીલ ઍન્ડ પાવરે ૨૬૭૦ ટકા, ગોદરેઝ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ૩૬૦૦ ટકા, એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સે ૩૧૭૦ ટકા, થર્મેક્સે ૨૫૩૦ ટકા, આઇટીસીએ ૩૮૫૦ ટકા, નેસ્લે ઇન્ડિયાએ ૩૩૪૦ ટકા, ઓએનજીસીએ ૩૦૪૦ ટકા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે ૨૨૦૦ ટકા, એચડીએફસીએ ૨૭૪૫ ટકા અને કમિન્સ ઇન્ડિયાએ ૩૫૮૦ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું છે.

પિરામલ એન્ટરપ્રાઇઝિસે ૨૮૯૫ ટકા, ટાઇડ વૉટર ઑઇલે ૩૪૦૦ ટકા, એમઆરએફે ૨૪૦૦ ટકા, નોવાર્ટિસ ઇન્ડિયાએ ૨૦૫૦ ટકા, બજાજ હોલ્ડિંગ્સે ૨૬૪૦ ટકા, કન્ટેનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ૧૫૬૫ ટકા, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝે ૧૬૫૦ ટકા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે ૨૨૩૦ ટકા અને ડાબર ઇન્ડિયાએ ૧૭૮૫ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આઇટીસી = ઇન્ડિયન ટોબૅકો કંપની, ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન, એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન, એમઆરએફ = મદ્રાસ રબર ફૅક્ટરી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK