Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મર્જર પછી જેએસડબ્લ્યુ સ્ટીલને મળશે ટૅક્સ-બેનિફિટના લાભ

મર્જર પછી જેએસડબ્લ્યુ સ્ટીલને મળશે ટૅક્સ-બેનિફિટના લાભ

09 September, 2012 05:58 AM IST |

મર્જર પછી જેએસડબ્લ્યુ સ્ટીલને મળશે ટૅક્સ-બેનિફિટના લાભ

મર્જર પછી જેએસડબ્લ્યુ સ્ટીલને મળશે ટૅક્સ-બેનિફિટના લાભ




અગ્રણી બ્રોકરેજ હાઉસ એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ મર્જર બાદ કંપનીની ઉત્પાદનક્ષમતા વધીને ૧૪૩ લાખ ટન થશે જે અત્યારે ૧૧૦ લાખ ટન છે. વ્યાજખર્ચમાં ઘટાડો તેમ જ અન્ય ખર્ચાઓમાં ઘટાડો થવાથી કંપનીને વાર્ષિક ૩૫૦થી ૫૦૦ કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે. જેએસડબ્લ્યુ ઇસ્પાતની કુલ ખોટ ૯૭૦૦ કરોડ રૂપિયા છે જેને કારણે હવે મર્જર બાદ જેએસડબ્લ્યુ સ્ટીલને ટૅક્સ બેનિફિટ્સનો લાભ પણ મળશે.





સુપ્રીમ ર્કોટે કર્ણાટકમાંથી આયર્ન ઑરના માઇનિંગ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. એને કારણે હવે રૉ-મટીરિયલની ઉપલબ્ધિ વધશે. કંપનીના વિજયનગર પ્લાન્ટની ઉત્પાદનક્ષમતાનો વપરાશ ચાલુ નાણાકીય વર્ષના પાછલા છ મહિનામાં વધીને ૭૫ ટકા જેટલો થશે.

એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ ૨૦૧૨-’૧૩માં અને ૨૦૧૩-’૧૪માં કંપનીની આવકનો ગ્રોથરેટ ઘટશે. ૨૦૧૨-’૧૩માં ચોખ્ખા નફાનો વૃદ્ધિદર વધશે, પરંતુ ૨૦૧૩-’૧૪માં ઘટશે. ૨૦૧૧-’૧૨માં કુલ આવક ૪૨.૬૦ ટકા વધી હતી. ૨૦૧૨-’૧૩માં કુલ આવક ૧૩ ટકા વધીને ૩૮,૮૦૪ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૭ ટકા વધીને ૪૧,૫૨૫ કરોડ રૂપિયા થશે. ૨૦૧૧-’૧૨માં ચોખ્ખો નફો ૨૯ ટકા ઘટીને ૧૨૪૮ કરોડ રૂપિયા થયો હતો. ૨૦૧૨-’૧૩માં ચોખ્ખો નફો ૪૩ ટકા વધીને ૧૭૮૨ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૧૨ ટકા વધીને ૧૯૯૪ કરોડ રૂપિયા થશે. ૨૦૧૨-’૧૩માં ચોખ્ખા નફાનું માર્જિન ૩.૬૦ ટકાથી વધીને ૪.૬૦ ટકા અને ૨૦૧૩-’૧૪માં ૪.૮૦ ટકા થવાનો અંદાજ છે. ઑપરેટિંગ નફો ૨૦૧૨-’૧૩માં ૯.૫૦ ટકા વધીને ૬૬૮૧ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૫.૭૦ ટકા વધીને ૭૦૫૯ કરોડ રૂપિયા થશે.



જેએસડબ્લ્યુ = જિન્દાલ સ્ટીલ વર્ક્સ
Whatsapp-channel Whatsapp-channel

09 September, 2012 05:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK