યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે રેટ ઘટાડ્યો : યુરોઝોન ક્રાઇસિસમાંથી બચવા યુરોપના મરણિયા પ્રયાસો

Published: 9th December, 2011 08:14 IST

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક (ઈસીબી)એ ગઈ કાલે યુરોઝોનને આર્થિક કટોકટીમાંથી બચાવવા તેમ જ રિસેશન અને ડિફ્લેશનના પડકારોનો સામનો કરવા રેટમાં પા ટકાનો ઘટાડો કરી એને પાછો ૧ ટકાના રેકૉર્ડ લો લેવલે લાવી દીધો હતો.મની-સપ્લાય કે ક્રેડિટમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ઘટાડો થાય એવા ડિફ્લેશનના સંયોગો તેમ જ જનરલ ઇકૉનૉમિક ડિક્લાઇન રૂપી મંદીના ભરડામાંથી બચવા આ પગલું લેવામાં આવ્યું છે. ઈસીબી ડેટ ક્રાઇસિસથી ઘેરાયેલી બૅન્કોને મદદ કરવા હજી વધુ પગલાં જાહેર કરશે. 

યુરોઝોનના દેશો ૨૦૧૨ની શરૂઆતમાં જ  રિસેશનમાં ધકેલાઈ જાય એવી દહેશત છે. ગઈ કાલથી શરૂ થયેલા સમિટમાં જો કડક બજેટ-નિયંત્રણો પર સહમતી સધાય તો એ વિશે આજે અગત્યની જાહેરાત થઈ શકે છે. ઈસીબી મારિયો દ્રાઘીએ નિર્દેશ આપ્યો હતો કે આવા પૉઝિટિવ ડેવલપમેન્ટને પગલે ઈસીબી વધુ અગ્રેસિવ્લી યુરોઝોનનાં સરકારી બૉન્ડ્સની ખરીદી વધુ અગ્રેસિવ્લી કરશે.

રેટ કટના નિર્ણયની જાહેરાત બાદ ડૉલર સામે યુરોમાં સુધારાનું વલણ જોવા મળ્યું હતું. જોકે યુરોપિયન શૅરબજારો ઘટવા માંડ્યા હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK