થ્રી-વ્હીલર્સના વેચાણમાં ૭.૬૮ ટકાનો વધારો નોંધાતાં એ ૪૪,૧૯૧ (૪૧,૦૪૦) નંગ થયું હતું. કુલ વેચાણ ૬.૬૦ ટકા વધી ૩,૯૫,૨૭૪ (૩,૭૦,૮૧૬) વાહનોનું થયું હતું. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ગયા મહિનાના શરૂઆતના ગાળામાં કરફ્યુને કારણે પંતનગર પ્લાન્ટમાં ૨૫,૦૦૦ મોટરસાઇકલોનું ઓછું ઉત્પાદન થયું હતું.