° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


અમેરિકી ટ્રેઝરી યીલ્ડ ઊછળતા ક્રિપ્ટોમાં વેચવાલી : રૂપિયો સ્ટેબલ

10 January, 2022 02:31 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

વૈશ્વિક વ્યાજદર બૉટમઆઉટ : ઓમાઇક્રોન સંક્રમણ અને ઊર્જા સંકટથી યુરોપ પર સ્ટેગ-ફ્લેશનનો ખતરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ફેડની તાજેતરની બેઠકમાં વ્યાજદરમાં ઝડપી વધારો કરવા, બેલેન્સશીટનું કદ ઘટાડવાની ચર્ચાઓ થતાં બજારમાંથી લિક્વિડિટી પાછી ખેંચાશે અને ડૉલર મજબૂત થશે એવી અટકળે ટ્રેઝરી યીલ્ડ વધી ગયા હતા. શૅરબજારોમાં ઊંચા મથાળે ટેક્નૉલૉજી શૅરોમાં વેચવાલી આવી હતી. ઇમર્જિંગ બજારોમાં પણ વેચવાલી હતી. ક્રૂડ ઑઇલ, ગૅસ અને કોલસાના ભાવ ફરી વધતા અને ઓમાઇક્રોન સંક્રમણમાં વધારો થતાં યુરોપમાં અને ઘણીખરી ઇમર્જિંગ બજારોમાં સ્ટેગ-ફ્લેશન (મંદીજન્ય ફુગાવા)નાં જોખમ વધ્યાં છે. અમેરિકાના દસ વર્ષના ટ્રેઝરી યીલ્ડ માર્ચ ૨૦૨૦ના બૉટમ ૧.૩૫થી વધી ગયા સપ્તાહે ૧.૭૮ ટકા થઈ ગયા છે. માર્ચ ૨૦૨૨ સુધીમાં યીલ્ડ બે ટકા સપાટી વટાવી શકે છે. હાલમાં નાણાંનીતિના મામલે અમેરિકા સૌથી વધુ હોકિશ છે. અમેરિકી અર્થતંત્ર ઘણું જ મજબૂત છે. શુક્રવારે અમેરિકામાં રોજગારી ડેટા ઉપલક રીતે નબળો હતો. રોજગારી ૧.૯૯ લાખ વધી હતી. જોકે બેકારીદર ઘટીને ૩.૯ ટકા થયો હતો. એ જોતા જૉબ-માર્કેટ આંતરિક રીતે ઘણું સંગીન છે. કોરોનાપીકમાં બેકારી દર ૧૦ ટકા થઈ ગયો હતો. 
 યુરોપમાં ફુગાવો બૅન્કરોની ધારણા કરતાં ઘણો ઊંચો છે. પોલૅન્ડે વ્યાજદર વધારો કર્યો છે. બીજા ઘણા દેશો પોલૅન્ડને અનુસરશે. વૈશ્વિક વ્યાજદર બૉટમઆઉટ થઈ ગયા છે. ૨૦૨૨માં અમેરિકાની પાછળ ઘણીખરી ઇમર્જિંગ બજારોએ વ્યાજદર વધારવા પડશે. યુરોપે પણ બૉન્ડ ટેપરિંગ અપનાવવું પડશે. યુરોપમાં અર્થતંત્ર અમેરિકાની તુલનામાં ઘણું કમજોર છે. બૅન્કોની એસૅટ ક્વૉલિટી ઘણી નબળી હોઈ ઇસીબી માટે વ્યાજદર વધારવા અને ટેપરિંગ કરવું એ કડવો નિર્ણય છે.
 યુરોપ અને રશિયા વચ્ચે યુક્રેન મામલે તંગદિલી છે. યુરોપ એનર્જી મામલે રશિયન ગૅસ પર આધાર રાખવો પડે છે. રશિયા ગૅસ બ્લૅકમેલિંગ કરવાની સ્થિતિમાં છે. અમેરિકા અને યુકેએ રશિયાને ચેતવણી આપી છે કે તે યુક્રેન પર આક્રમણ કરશે તો રશિયા પર કડક નાણાકીય પ્રતિબંધ લાગુ કરાશે. જોકે રશિયાએ યુક્રેન સરહદે લશ્કરી જમાવટ કરી છે. લશ્કરી મામલે યુકે અને યુરોપ કરતાં રશિયા ઘણી બહેતર સ્થિતિમાં છે. ગૅસ-મેટલ્સ-ઑઇલની તેજી રશિયાને દબંગ બનવામાં મોટો ટેકો આપે છે. 
   એશિયામાં ચીનમાં પણ ઓમાઇક્રોન સંક્રમણ વધ્યું છે. ચીનમાં રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ડિફોલ્ટ વધતા જાય છે. તાઇવાન-ચીન તંગદિલી પણ વધતી જાય છે. ચીને અનાજ સ્વાવલંબનની હાકલ કરી છે અને ટેક્નૉલૉજી રેર અર્થ મેટલ્સમાં ચીન ઇજારો ધરાવે છે. એ જોતા ચીન ફૂડ સિક્યૉરિટી, એનર્જી-રિસોર્સ સિક્યૉરિટી વધારી રહ્યું છે. ૨૦૨૨માં અમેરિકા-રશિયા-યુક્રેન-બેલારુસ-તાઇવાન વગેરે જિઓપોલિટિકલ હૉટ-સ્પૉટ રહેશે.  
ઘરઆંગણે રૂપિયો ૭૪.૩૦ના મથાળે ટકેલો હતો. ઓમાઇક્રોન સંક્રમણ ત્રીજી લહેર બની રહ્યું લાગે છે. રોજિંદા ૧-૧.૨૫ લાખ કોરોના કેસને પગલે ઘણાંખરાં રાજ્યોમાં આંશિક નિયંત્રણો લાગુ થયાં છે. જો સરકાર પર રાજકોષીય બોજો વધે તો રૂપિયા પર દબાણ આવી શકે. હાલમાં કોરોના, મોંઘવારી, બેરોજગારી, બૅન્કોની એનપીએ અને રાજકોષીય ખાધ મહત્ત્વના પડકાર છે. ક્રૂડ ઑઇલ ૮૦ ડૉલર થઈ ગયું છે. સ્પૉટ એલએનજી ગૅસમાં ભાવ હજી મજબૂત છે. થર્મલ કોલસાના મોટા ઉત્પાદક ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ઊર્જા, વીજળી મોંઘાં થશે, કાચા માલની તેજી ફુગાવો ઘટાડવામાં બાધક બનશે. વાસ્તવિક દર ખૂબ નીચા છે. જો અમેરિકા દરોમાં ૫૦-૭૫ બેસિસ વધારે તો ભારતે પણ વ્યાજદરમાં ૫૦-૧૦૦ પૉઇન્ટ સુધીનો વધારો કરવો પડે. ફેડના ફુગાવાના લક્ષાંક ઘણા અગ્રેસિવ છે એ જોતાં અમેરિકાનું મોનિટરી ટાઇટનિંગ ૨૦૨૨માં ઘણું અગ્રેસિવ રહી શકે છે. 
ક્રિપ્ટોકરન્સીમાં ભારે વેચવાલી આવતાં બીટકૉઇન, ઇથર વગેરે તૂટ્યાં હતાં. ઇમર્જિંગ કરન્સીમાં થાઇ બાહટ અને બ્રાઝિલ રિયાલ પણ નરમ હતાં. ઇમર્જિંગ બજારોમાં બ્રાઝિલમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. કૉમોડિટીની તેજીથી ઇમર્જિંગ બજારો અને યુરોપમાં સ્ટેગ-ફ્લેશન રિસ્ક વધી રહ્યા છે. 
ટૂંકા ગાળામાં ૨-૩ વીક માટે રૂપિયાની રેન્જ ૭૩.૮૫-૭૫.૫૫, પાઉન્ડ ૧.૩૧૦૦-૧.૩૫૦૦, યેન ૧૧૩-૧૧૬, યુરોની રેન્જ ૧.૧૧૦૦-૧.૧૫૦૦, બીટકૉઇન ૩૯૦૦૦-૪૮૦૦૦, ઇથર ૩૨૦૦-૪૪૦, સોલાના ૧૨૫-૧૬૫ ગણાય. 

10 January, 2022 02:31 PM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

સરકારે કંપનીઓ દ્વારા હિસાબના ચોપડાની જાળવણી સંબંધિત નિયમોમાં સુધારો કર્યો

હવે હિસાબોનો બૅક-અપ દૈનિક ધોરણે કંપનીઓએ સાચવવો પડશે

19 August, 2022 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટેલિકૉમ ગ્રાહકોની સંખ્યા વધીને ૧૧૭.૨ કરોડ થઈ

જિયો નવા ગ્રાહકોમાં આગળ, વોડાફોને ૧૮ લાખ ગ્રાહકો ગુમાવ્યા

19 August, 2022 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે વિક્રમી ૭.૨ ગિગાવૉટ સોલર ક્ષમતા વધારી

દેશમાં કુલ સૌર ઊર્જાક્ષમતા હવે વધીને ૫૭ ગિગાવૉટ થઈ

19 August, 2022 03:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK