Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાએ એક ડઝન ચાઇનીઝ કંપનીઓને બ્લૅક-લિસ્ટ કરતાં સોનામાં આગળ વધતો સુધારો

અમેરિકાએ એક ડઝન ચાઇનીઝ કંપનીઓને બ્લૅક-લિસ્ટ કરતાં સોનામાં આગળ વધતો સુધારો

26 November, 2021 02:29 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

કોરોનાના સતત વધી રહેલા કેસની અસરે સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં સુધારાનો સપોર્ટ મળ્યો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


અમેરિકાએ એક ડઝન ચાઇનીઝ કંપનીઓ પર નૅશનલ સિક્યૉરિટી અને ફૉરેન પૉલિસીને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેતાં સોનામાં સુધારો આગળ વધ્યો હતો. વળી કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે સેફ હેવન સ્ટેટસ વધતાં સોનામાં નવી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૬૭ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
યુરોપિયન દેશો અને અમેરિકામાં કોરોનાના સતત વધી રહેલા કેસ તથા અમેરિકન ગવર્નમેન્ટ દ્વારા એક ડઝન ચાઇનીઝ કંપનીઓને બ્લૅક-લિસ્ટ કરવાના નિર્ણયને પગલે સોનામાં સુધારો આગળ વધ્યો હતો. જોકે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ સુધરીને એક મહિનાની ઊંચાઈએ પહોંચતાં તેમ જ ડૉલર સહેજ ઘટ્યો છતાં મજબૂતી જળવાયેલી રહી હોવાથી સોનામાં સુધારો મર્યાદિત હતો. સોનું સુધરતાં એના સથવારે ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમમાં પણ સુધારો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના ડ્યુરેબલ ઑર્ડરમાં ઑક્ટોબરમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં સપ્ટેમ્બરમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, પણ માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી ઑક્ટોબરમાં ૨.૨ ટકા વધી હતી જે સપ્ટેમ્બરમાં ૧.૪ ટકા વધી હતી. અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ થર્ડ ક્વૉર્ટરમાં ૪.૩ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૦.૫ ટકા વધ્યો હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યા ૨૦ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ૭૧,૦૦૦ ઘટીને બાવન વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. અમેરિકનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૬૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૬૬.૮ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૬૬.૯ પૉઇન્ટ હતી. અમેરિકાનો પર્સનલ કમ્પ્ઝશન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકામાં નવાં મકાનોનું વેચાણ ઑક્ટોબરમાં ૦.૪ ટકા વધ્યું હતું છતાં પણ માર્કેટની ધારણા કરતાં ઓછું રહ્યું હતું. અમેરિકાનું પર્સનલ સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં ૧.૩ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી. અમેરિકાના ‌સિટિઝન્સની ઍવરેજ ઇન્કમ ઑક્ટોબરમાં ૦.૫ ટકા વધી હતી જે સપ્ટેમ્બરમાં એક ટકા ઘટી હતી. સ્પેનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન ઑક્ટોબરમાં વધીને ઑલટાઇમ હાઈ ૩૧.૯ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૨૩.૮ પૉઇન્ટ હતું. જર્મનીનો ગ્રોથરેટ થર્ડ ક્વૉર્ટરમાં ૧.૭ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં બે ટકા હતો અને માર્કેટની ધારણા ૧.૮ ટકા હતી. જર્મનીનું કન્ઝ્યુમર્સ મોરલ ડિસેમ્બર માટે ઘટીને માઇનસ ૧.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું જે નવેમ્બરમાં એક પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા માઇનસ ૦.૫ પૉઇન્ટની હતી. જપાનના ફૅક્ટરી આઉટપુટ, એમ્પ્લોયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કૉઇન્સિડન્ટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને ૮૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૯૧.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૮૭.૫ પૉઇન્ટ હતી, જ્યારે જપાનની જૉબમાર્કેટ અને કન્ઝ્યુમર્સ સેન્ડિમેન્ટને બતાવતો લીડિંગ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૧૦૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૦૧.૩ પૉઇન્ટ હતો. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા મિક્સ આવતાં સોનામાં મોટી મંદી થવાના ચાન્સિસ ઘટ્યા હતા. ખાસ કરીને ડ્યુરેબલ ગુડ્ઝ ઑર્ડરમાં સતત બીજે મહિને ઘટાડો થતાં હવે ફેડને આક્રમક પગલાં લેવા અગાઉ વિચાર કરવો પડશે. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ફેડની નવેમ્બરના આરંભે યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બર્સે ઇન્ફલેશનનો વધારો બેકાબૂ બને તો ટેપરિંગ વહેલું પૂરું કરીને ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો વધારો કરવા માટે સમંતિ બતાવી હતી, પણ ફેડની મિનિટ્સ જાહેર થયા બાદ મોટા ભાગના ઇકૉનૉમિસ્ટોનો દાવો હતો કે ફેડ કે અન્ય કોઈ દેશની સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો વધારો કરી શકે એમ નથી, કારણ કે કોરોનાના કેસ હજી પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ખાસ કરીને યુરોપમાં જર્મનીમાં કેસ વધતાં લૉકડાઉન લાદવાની સ્થિતિ ઊભી થતાં હવે તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોને સલામતીપૂર્વક પગલાં લેવા પડશે.
કોરોનાના કેસનો વધારો ઝડપથી આગળ વધી રહ્યો છે. બુધવારે વર્લ્ડમાં ૬.૩૨ લાખ અને યુરોપમાં ૪.૦૩ લાખ નવા કેસ નીકળ્યા હતા જેમાં અમેરિકામાં ૧.૦૪ લાખ, જર્મનીમાં ૭૩,૯૬૬, બ્રિટનમાં ૪૩,૬૭૬, રશિયામાં ૩૩,૫૫૮, ફ્રાન્સમાં ૩૨,૫૯૧. ટર્કીમાં ૨૭,૫૯૨, પોલૅન્ડમાં ૨૮,૭૦૯, ચેકિયામાં ૨૫,૮૭૭, નેધરલૅન્ડમાં ૨૩,૭૦૯ અને યુક્રેનમાં ૧૪,૩૨૫ નવા કેસ નીકળ્યા હતા. વળી અમેરિકન ગવર્નમેન્ટે એક ડઝન ચાઇનીઝ કંપનીઓને બ્લૅક-લિસ્ટ કરી હતી. આમ, કોરોનાના સતત વધી રહેલા કેસ અને ચાઇનીઝ કંપનીઓને અમેરિકન ગવર્નમેન્ટ દ્વારા બ્લૅક-લિસ્ટ કરવાના નિર્ણયની અસરે સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું. આમ સોનાની તેજીના શૉર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ વધુ મજબૂત બન્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 02:29 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK