આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં બિટકૉઇનનો ભાવ ૨.૯૦ ટકા વધીને ૮૨,૨૦૪ ડૉલર થઈ ગયો છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં સત્તાપરિવર્તન થયાની સકારાત્મક અસર બિટકૉઇન પર થઈ છે અને આ સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ક્રિપ્ટોકરન્સીના ભાવમાં વૃદ્ધિ અવિરત થવા લાગી છે. સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં બિટકૉઇનનો ભાવ ૨.૯૦ ટકા વધીને ૮૨,૨૦૪ ડૉલર થઈ ગયો છે. આ જ રીતે ડોઝકૉઇન પણ વધી રહ્યો છે અને એમાં સોમવારે ૧૭.૧૪ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૦.૨૯ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૦.૫૬ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૨૦૨ ડૉલર પર પહોંચ્યો હતો. અન્ય ઘટેલા કૉઇન બાઇનૅન્સ (૩.૦૧ ટકા), રિપલ (૫.૫૫ ટકા), ટ્રોન (૦.૪૮ ટકા) અને અવાલાંશ (૦.૦૯ ટકા) હતા.
દરમ્યાન, અમેરિકામાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ ડિજિટલ ઍસેટ્સમાં રોકાણ વધી ગયું છે. પાછલા સપ્તાહે ૧.૯૮ અબજ ડૉલરનું રોકાણ થયું હતું, જે સતત પાંચમા સપ્તાહે વધેલું રોકાણ છે. વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં ૩૧.૩ અબજ ડૉલર થઈ ગયું છે. નોંધનીય છે કે અમેરિકન ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ અત્યાર સુધીમાં ૯ અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે.