° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


હાઉસ પ્રૉપર્ટીની આવકની જટિલ ગણતરી સમજી લો...

23 November, 2021 01:54 PM IST | mumbai | Nitesh Buddhadev

પોતાની માલિકીનું ઘર હોય એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. એક કરતાં વધુ ઘર હોય એ વિશેષ આનંદનો વિષય છે. જોકે વધારે ઘરની સાથે વધારે જવાબદારીઓ પણ આવે છે અને કરવેરાનો પણ વિચાર કરવો પડે છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પોતાની માલિકીનું ઘર હોય એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. એક કરતાં વધુ ઘર હોય એ વિશેષ આનંદનો વિષય છે. જોકે વધારે ઘરની સાથે વધારે જવાબદારીઓ પણ આવે છે અને કરવેરાનો પણ વિચાર કરવો પડે છે. 
આવકવેરા ધારાની દૃષ્ટિએ હાઉસ પ્રૉપર્ટીમાં તમારું ઘર, ઑફિસ, દુકાન કે ઇમારત એ બધું જ આવી જાય છે. આ કાયદો કમર્શિયલ અને રહેણાક પ્રૉપર્ટી વચ્ચે તફાવત કરતો નથી. તમામ પ્રકારની પ્રૉપર્ટીને લગતો કરવેરાનો સંબંધ આવકવેરાના રિટર્નમાં ‘ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રૉપર્ટી’ના શીર્ષક સાથે હોય છે.
પોતાના રહેવાસ માટે વપરાતી પ્રૉપર્ટીને ‘સેલ્ફ ઑક્યુપાઇડ હાઉસ પ્રૉપર્ટી’ કહેવામાં આવે છે. એ પ્રૉપર્ટીમાં કરદાતાનાં માતા-પિતા અથવા જીવનસાથી અને બાળકો રહેતાં હોઈ શકે છે. આવકવેરાની દૃષ્ટિએ ખાલી પડેલી રહેણાક પ્રૉપર્ટીને પણ સેલ્ફ ઑક્યુપાઇડ ગણવામાં આવે છે. જે હાઉસ પ્રૉપર્ટી હિસ્સામાં કે આખેઆખી ભાડે આપવામાં આવી હોય તેને આવકવેરાના હેતુસર ભાડે આપેલી પ્રૉપર્ટી ગણવામાં આવે છે. કોઈ પણ કરદાતા બે પ્રૉપર્ટીને પોતાના રહેવાના ઉપયોગની ગણાવી શકે છે. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએ. 
રમેશ પંડ્યા પુણેમાં એક બંગલો ધરાવે છે અને એમનાં માતા-પિતા ત્યાં રહે છે. તેઓ એમનાં પત્ની જોડે મુંબઈના એક ફ્લૅટમાં રહે છે. રમેશભાઈનો દીકરો રોહન અમદાવાદમાં સપત્ની રહે છે. એ જે વિલામાં રહે છે એની માલિકી પણ રમેશભાઈની જ છે. રોહન એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. 
રમેશભાઈને એવું લાગે છે કે એમના પરિવારજનો ત્રણે પ્રૉપર્ટીમાં રહેતા હોવાથી એમને કોઈ કરવેરો લાગુ નહીં પડે. વાસ્તવમાં એમની ધારણા ખોટી છે. તેઓ ત્રણ પ્રૉપર્ટીના માલિક હોવા છતાં પોતાના રહેઠાણની મિલકત તરીકે ફક્ત બે મિલકત રાખી શકે છે. એમની ત્રણમાંથી એક પ્રૉપર્ટી ભાડે આપેલી ગણાશે.
હાઉસ પ્રૉપર્ટીની આવક કેટલી છે એ આવકવેરા ધારા અનુસાર ગણવાનું થોડું જટિલ છે. 
૧. પ્રૉપર્ટી પર મળેલું ભાડું અથવા મળવાપાત્ર ભાડું અને જગ્યા પ્રમાણેનું અંદાજિત ભાડું એ બન્નેમાંથી જે વધારે રકમ હોય એટલી રકમને પ્રૉપર્ટીની ગ્રોસ એન્યુએલ વૅલ્યુ ગણવામાં આવશે. અંદાજિત ભાડાની રકમની ગણતરી કરતી વખતે ઉચિત બજારમૂલ્ય અને રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ મુજબનું ભાડું અને પાલિકા દ્વારા થતું મૂલ્યાંકન એ બધામાંથી જે રકમ વધારે હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. 
૨. ગ્રોસ એન્યુઅલ વૅલ્યુમાંથી પ્રૉપર્ટી ટૅક્સ બાદ કરીને મળતી રકમને નેટ એન્યુઅલ વૅલ્યુ કહેવાય છે. 
૩. નેટ એન્યુઅલ વૅલ્યુના ૩૦ ટકા રકમને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે.
૪. પ્રૉપર્ટી માટે લીધેલા કરજ પરના વ્યાજને અમુક નિયમો અને શરતોના આધારે ખર્ચ ગણી શકાય છે. આ ખર્ચ મહત્તમ બે લાખ રૂપિયા સુધીનો ગણવામાં આવે છે.
ઉપરોક્ત ઉદાહરણમાં રમેશભાઈની મિલકતોની નેટ એન્યુઅલ વૅલ્યુ આ પ્રમાણે ધારી લઈએ : 
પુણે - ૧ લાખ રૂપિયા, મુંબઈ ૩.૫ લાખ રૂપિયા અને અમદાવાદ ૨ લાખ રૂપિયા. અમદાવાદની પ્રૉપર્ટી માટે લીધેલી લોન પરનું વર્ષ દરમ્યાન ભરેલું વ્યાજ ૧.૫ લાખ રૂપિયા છે. 
રમેશભાઈ પોતાના પગાર, કૅપિટલ ગેઇન્સ કે અન્ય કોઈ પણ આવકની સામે હાઉસ પ્રૉપર્ટીના નુકસાનને મજરે લઈ શકે છે. આપણે એક પગલું આગળ વધીને વિચાર કરીએ. તેઓ બે લાખ રૂપિયાની ભાડાની ગણાતી આવક પર કરવેરો ચૂકવે છે. આ બાબતને અનુલક્ષીને એમણે પોતાના દીકરા સાથે ભાડાનો કરાર કરીને એની પાસેથી બે લાખ રૂપિયાનું ભાડું 

23 November, 2021 01:54 PM IST | mumbai | Nitesh Buddhadev

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK