Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:08 AM IST | Mumbai
Anil Patel

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

જીએસટી

જીએસટી


ઘણા વખત પછી સામે કાગળ છે, હાથમાં કલમ છે અને હું છું - અબ અમારી ‘પાવરી’ હોને વાલી હૈ! બોલવા માટે બે હોઠ અને લખવા માટે બાર હાથ ઓછા પડે એવો માહોલ છે, ગજબનો માહોલ છે ચોતરફ. દેશમાં પ્રતિદિન; અરે, પ્રતિક્ષણ અવનવા દિલચસ્પ નઝારા આકાર લઈ રહ્યા છે. ભારત હવે ઇન્ડિયા નથી, ન્યુ ઇન્ડિયા છે. મજબૂત સરકાર છે, બેમિસાલ લીડરશિપ છે. દુનિયાભરમાં તેના ડંકા વાગે છે. વર્ષોવર્ષ દાયકાનાં-સૈકાનાં શ્રેષ્ઠ બજેટ આવી રહ્યાં છે. રોજેરોજ મસ્ત અને માતબર વિકાસ પ્રોજેક્ટ જાહેર થઈ રહ્યા છે. વિકાસ યોજનાઓના મામલે સરકાર સંપૂર્ણપણે મહાત્મા ગાંધીને અનુસરી રહી છે, ‘અગાઉ કહેલું ભૂલી જાઓ, માત્ર છેલ્લું અને નવું કહેવાય એ જ યાદ રાખવાનું!’ દેશમાં કેટલાને કોરોના-વૅક્સિન મળી એની પૂરી ખબર નથી, પરંતુ સમગ્ર વિશ્વ કોરોના-વૅક્સિનના મામલે ‘ભારત-નિર્ભર’ હોય એવું ન્યુ ઇન્ડિયન મીડિયા કહી રહ્યું છે.

ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટનો નવીનતમ અહેવાલ કહે છે કે વર્ષ ૨૦૨૧માં ૧૨.૬ ટકાનો ગ્રોથરેટ હાંસલ કરીને ભારત ફરી એક વાર વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી બની જશે. વેરી ગુડ, પરંતુ એમાં મારું, તમારું અને આપણું શું? આપણે આમ આદમી છીએ. ડૉલર અને પેટ્રોલ-ડીઝલના રેટ સરખા અને લગભગ ૧૦૦ થઈ ગયા છે. સીંગતેલ ભૂલી જાઓ, કપાસિયા તેલના ભાવ કાળજું બાળવા લાગ્યા છે. જીવનજરૂરિયાતની હર કોઈ વસ્તુ મોંઘી જણસ બની ગઈ છે. રેલવેભાડામાં સિનિયર સિટિઝન્સને મળતી રાહત બંધ થઈ ગઈને, સ્પેશ્યલ ટ્રેન્સના નામે ભળતો વધારો થઈ ગયો. વાત અહીં જ નથી અટકતી; રેલવે હવે વિચારે છે કે રાત્રિની ટ્રેનમાં મુસાફરોને વધુ આરામ મળે છે, સૂતાં-સૂતાં સફર થાય છે, માટે એનાં ભાડાં રાબેતા મુજબની ટ્રેન કરતાં વધુ લેવાવાં જોઈએ. અરે યાર, આવું જ ચાલતું રહેશે તો પછી રાત્રિની ટ્રેનમાં સફર કરતી વખતે નિદ્રામાં સપનાં જોવાનોય એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે! સવારના છ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા દરમ્યાન ટીવી પર કૉન્ડોમની જાહેરખબર ઉપર બૅનની પેરવી થાય છે. થૅન્ક ગૉડ, માત્ર જાહેરાતો પર બૅનની વાત થાય છે, વપરાશ કરવા પર પ્રતિબંધ આવે તો? રોટી અને ચપાટી પર પાંચ ટકાનો જીએસટી લાગે, પરંતુ પરોઠા પર ૧૮ ટકા જીએસટીનાં રૂલિંગ અપાય. બરફી પાંચ ટકાના સ્લૅબમાં, પણ ચૉકલેટબરફી ૨૮ ટકાના વેરામાં ગણાય. કાજુ પર આમ તો વેરો ૧૮ ટકાનો, પણ એ સ્નૅક્સમાં નાખો તો ૧૨ ટકા અને સ્વીટમાં વાપરો-કાજુકતરી બનાવીને વેચો તો પાંચ ટકાનો જ જીએસટી લાગે! આ છે વન કન્ટ્રી વન ટૅક્સ? આવી તો અસંખ્ય વાતો છે.
દિલો-દિમાગ હેરાન-પરેશાન છે.
હાલાત મેરે દિલ કે ભી
મેરે વતન જૈસે હૈ;
જિસ કો દી હુકૂમત
બરબાદ કર દિયા...


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2021 10:08 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK