° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સ્ટૉક્સની વૅલ્યુ ૬૬૭ બિલ્યન 

20 November, 2021 04:02 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ના હોલ્ડિંગનું મૂલ્ય સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રણ મહિનામાં ૬૬૭ અબજ ડૉલર પર પહોંચી ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ના હોલ્ડિંગનું મૂલ્ય સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રણ મહિનામાં ૬૬૭ અબજ ડૉલર પર પહોંચી ગયું છે, જે અગાઉના ક્વૉર્ટર સામે ૧૩ ટકાનો વધારો દર્શાવે છે, એમ ‘મૉર્નિંગસ્ટાર’ના અહેવાલમાં જણાવાયું છે. 
ક્વૉર્ટરના છેલ્લા દિવસોમાં ભારતીય ઇક્વિટીઝની કામગીરી ઘણી સારી રહી હોવાથી મૂલ્યમાં નોંધનીય ઉછાળો આવ્યો છે. ઉક્ત અહેવાલ મુજબ ગયા એપ્રિલ-જૂન ક્વૉર્ટરના અંતે એફપીઆઇના રોકાણનું મૂલ્ય ૫૯૨ અબજ ડૉલર હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતે એનું પ્રમાણ ૩૯૮ અબજ ડૉલર હતું. 
કુલ વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં ઑફશૉર મ્યુચ્યુઅલ ફન્ડ્સનો હિસ્સો મોટો છે. એ ઉપરાંત ઑફશૉર વીમા-કંપનીઓ, હેજ ફન્ડ અને સોવરિન વેલ્થ ફન્ડ પણ મહત્ત્વપૂર્ણ ઘટક છે. 
અહેવાલ મુજબ વિદેશી રોકાણકારોએ રોગચાળાના બીજા મોજા પછી અર્થતંત્ર અને કૉર્પોરેટ કમાણીમાં સુધારો વધુ મજબૂત અને સ્થિર બને એની રાહ જોઈ હતી. પછી લાંબા ગાળાનું રોકાણ લાભદાયક જણાતાં રોકાણ વધારવાનું શરૂ કર્યું. 

20 November, 2021 04:02 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK