Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બેટરી મેટલ્સની તેજીથી ચાંદીમાં મજબૂતાઇ

બેટરી મેટલ્સની તેજીથી ચાંદીમાં મજબૂતાઇ

12 June, 2021 01:09 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

મુંબઈ સોનું ૨૭૮ રૂપિયા વધીને ૪૯,૦૨૮ રૂપિયા અને ચાંદી ૯૧૫ રૂપિયા વધીને ૭૨,૧૩૯ હતા

GMD Logo

GMD Logo


કોમેક્સ સોનું આજે ૧,૯૦૦ ડોલરને પાર થયું હતું, પરંતુ ૧,૮૮૩.૭૦ બંધ રહ્યું હતું. ચાંદી વધીને ૨૮.૩૬ ડોલર થઇ હતી. એમસીએકસ ઓગષ્ટ સોનું ૪૯,૧૯૮ રૂપિયા થયું હતું. જુલાઇ ચાંદી ૭૧,૯૯૯ રૂપિયા થઈ હતી. સ્થાનિક હાજર બજારમાં સોના-ચાંદી બંને વધ્યાં હતાં. મુંબઈ સોનું ૨૭૮ રૂપિયા વધીને ૪૯,૦૨૮ રૂપિયા અને ચાંદીનાં ભાવ ૯૧૫ રૂપિયા વધીને ૭૨,૧૩૯ હતાં.
વિદેશી પ્રવાહો
ઇલેક્ટ્રિક કારની પ્રણેતા કંપની ટેસ્લાએ મોડેલ એસપ્લેડ લોંચ કરીને ફરી એકવાર પંડિતોને ચોંકાવી દીધા છે. ૪૦૦ માઇલની ચાર્જિગ રેન્જ, કલાકે ૨૦૦ માઇલની ઝડપ ધરાવતી આ કારના ૨૫ મોડેલ તૈયાર છે. મસ્કે કહ્યું છે કે ફિઝિકલ એન્જિનિયરિંગની મર્યાદાઓ અતિક્રમી જેવું કામ છે. આ લો કાર્બન ઇકૉનૉમીમાં ઇલેક્ટ્રોનિકસમાં વપરાતી મેટલ્સ, ખાસ કરીને મેમરી ચિપ્સ નિર્ણાયક છે. ટીન, ચાંદી, સેલેનિયમ, ઇન્ડિયમ વગેરે મેટલ્સ કાર્બન સ્ટોરેજ, ઇલેક્ટ્રિક બૅટરીમાં વપરાતી હોવાથી ઘણીખરી બૅટરી મેટલ્સના ભાવ પાછલા કેટલાંક વર્ષમાં અનેકગણા વધ્યા છે. રોડિયમ ૬૦૦ ડૉલરથી વધીને ૩૦,૦૦૦ ડૉલર, પેલેડિયમ ૫૦૦ ડૉલરથી વધીને ૩૦૦૦ ડૉલર અને ટીન ૧૩,૦૦૦થી વધીને ૩૨,૦૦૦ ડૉલર થઈ ગયા છે. 
મેક્રો વ્યુ-યુરોપ ઇઝ બેક, અમેરિકા ઓન મેગા બૂમ
યુરોપમાં કોરોનાનો કૅર શમી ગયો છે. અનલૉકડાઉન શરૂ થયા છે. ફ્રાન્સ ફરી પાછું નોર્મલ થઈ ગયું છે. યુરોપ બે દાયકા પછી મંદીમાંથી બહાર આવ્યું છે. અમેરિકામાં હળવી નાણાંનીતિની સાથે રાજકોષીય નીતિ પણ હળવી થતાં અને બાઇડન સરકારનો ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જંગી પ્લાન ટૂંક સમય પાસ થશે એવી પ્રબળ આશા છે. સમરસિઝન ટ્રાવેલ બૂમ શરૂ થઈ ગઈ છે. ઍરલાઇન્સ, વિમાન ઉત્પાદકોની ઓર્ડર બુક ફુલ છે. અર્થતંત્રની ગાડી પુરપાટ દોડવા માંડી છે એવા સંકેતો વચ્ચે અમેરિકન શૅરબજારનો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ઇન્ડેકસ ફરી ઑલટાઇમ હાઈ થઈ ગયો છે. યુરોપના શૅરબજારોમાં પણ ફાટફાટ તેજી છે.
બેઝ મેટ્લ્સની સુપર સાઇકલ - કોપર ઇઝ ન્યુ ઑઇલ
ઍનર્જી ટ્રાન્ઝિશન-પરંપરાગત ઇંધણોથી કાર્બન ઉત્સર્જન વધતાં હવામાનની પ્રતિકૂળતા વધી છે. લો કાર્બન ઇકૉનૉમીના ખ્યાલને પગલે બેઝ મેટલ્સમાં સુપર સાઇકલની વાત ચાલે છે. ગોલ્ડમેન સાક્સ કહે છે કે કોપર ઇઝ ન્યુ ઑઇલ. આગામી ૩ વર્ષમાં કોપરના ભાવ હાલના ૧૦૦૦૦ ડૉલરથી વધી ૧૫૦૦૦ કે ૨૦૦૦૦ ડૉલર થશે એવા વરતારા ફરી રહ્યા છે. જાણીતી કન્સલ્ટન્સી ફર્મ વુડ મેકેન્ઝીના એક અહેવાલ મુજબ આગામી ૨૦ વર્ષમાં ઍનર્જી ટ્રાન્ઝિશન- વૈકલ્પિક ઊર્જા પાછળ ૧૪ ટ્રિલ્યન ડૉલર જેટલાં નાણાં ખર્ચાય એવી શક્યતા છે. લો કાર્બન ઇકૉનૉમી અને ઇલેક્ટ્રિક વાહનો
તરફના વૈશ્વિક ઝુકાવ- ક્લાયમેટ ચેન્જ સ્ટોરીને કારણે ગ્રીન મેટલ્સ - રેર અર્થ મેટલ્સ જેવી કે ટીન, કોપર, ઇન્ડિયમ, ટર્બીયમ, રોડિયમ વગેરેના ભાવ અકલ્પનીય વધી ગયા છે. ગ્રીન ઇકૉનૉમીની આ ફેન્સી થોડીઘણી ચાંદીને પણ લાભકારક છે. ચાંદીમાં વારંવાર ઉછાળા આવવાનું એક કારણ એની ફેન્સી પણ ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 01:09 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK