Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વની ટર્નિંગ

20 June, 2022 02:39 PM IST | Mumbai
Ashok Trivedi

આ દિવસોના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૫,૨૧૧.૬૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૯૦૦.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૫,૩૧૯.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૨૯૪૩.૦૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૧,૩૬૦.૪૨ બંધ રહ્યો. ઉપરમાં ૫૧,૬૫૩ ઉપર ૫૧,૭૮૦, ૫૧,૯૫૦, ૫૨,૬૭૮ ઉપર વેચાણકાપણી જોવાઈ શકે. ૫૨,૬૭૮ ઉપર ૫૩,૩૩૫, ૫૪,૨૦૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૦,૯૨૧ નીચે ૫૦,૮૦૫, ૪૯,૬૬૦, ૪૮,૫૨૦, ૪૮,૨૬૦ સુધીની શક્યતા જોવા મળશે. ૨૦થી ૨૪ જૂન ગેનની ટર્નિંગના દિવસો ગણાય.
આ દિવસોના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સોમ-મંગળ સુધીમાં કદાચ બૉટમ બની શકે. નીચા મથાળે નવું વેચનારે સાવચેત રહેવું.
નિફ્ટી ફ્યુચર ૧૫,૬૭૬.૩૫ તૂટતાં લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થયો ગણાય. ગયા સોમવારે બજાર ખૂબ જ નીચે ખૂલતાં ઇન્ડેક્સના ચાર્ટ પર ૯૯૮, નિફ્ટી ફ્યુચરના ચાર્ટ પર ૨૩૭ તેમ જ બૅન્ક નિફ્ટી ફ્યુચરના ચાર્ટ પર ૫૧૨.૬૫ પૉઇન્ટમાં મોટા મંદી ગૅપ પડ્યા છે, જે પૂરવા માટે બજાર કદાચ સારો ઉછાળો દર્શાવી પણ શકે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૫,૯૧૦.૬૩ છે, જે 
ક્લૉઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.બાટા (૧૬૩૬.૬૦) : ૧૮૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૮૩ અને ૧૭૦૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૦૭ નીચે ૧૫૭૩, ૧૫૧૦, ૧૪૪૮ સુધીની શક્યતા જોવા મળશે. 
લોરુસલ લૅબ્સ (૪૬૮.૨૦) : ૫૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૫ ઉપર ૪૯૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૬૧ નીચે ૪૫૦, ૪૩૯ સુધીની શક્યતા જોવા મળશે. ૪૩૯ તૂટે તો લાંબા ગાળાનો
પ્રવાહ નરમાઈતરફી થશે. વધુ નરમાઈ જોવાઈ શકે. 
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨,૭૮૯.૨૫) : ૩૬,૩૩૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાહિક ધોરણે ઓવરસોલ્ડ  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ 
તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨,૯૪૨, ૩૩,૩૩૮, ૩૪,૪૦૨ પ્રતિકાર સપાટી ગણાય. ૩૩,૫૨૦ ઉપર વેચાણકાપણી જોવાઈ શકે. નીચામાં ૩૨,૩૩૫ નીચે ૩૨,૨૫૧, ૩૨,૧૪૦, ૩૦,૫૩૦, ૨૮,૯૨૦ સુધીની શક્યતા જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:39 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK