Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૨૧ અને ૨૨મી તારીખે મહત્ત્વનું ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૨૧ અને ૨૨મી તારીખે મહત્ત્વનું ટર્નિંગ

Published : 18 September, 2023 02:54 PM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, સૌપ્રથમ તો જૈન વાચકમિત્રોને ‘મિચ્છા મિ દુક્કડં’ જે માફ કરે છે તે જ મિત્રો છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૮૯૨ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૭૭.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૦,૨૪૯.૬૦  બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૨૩૯.૭૨ પૉઇન્ટના નેટ સુધારે ૬૭,૮૩૮.૬૩ બંધ રહ્યો. ઉપરમાં ૬૭,૯૨૮ ઉપર ૬૭,૯૮૦, ૬૮,૧૭૦, ૬૮,૩૫૦, ૬૮,૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૬૭,૬૧૪ નીચે ૬૭,૪૪૦, ૬૭,૨૫૦, ૬૭,૧૫૦ સપોર્ટ ગણાય. ૨૧ અને ૨૨મી સપ્ટેમ્બર ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય.  (૨) પરફેક્ટ અપવર્ડ બાર રિવર્સલ = ગઈ કાલના બૉટમ કરતાં આજનું બૉટમ નીચું હોય અથવા સરખું હોય અને ગઈ કાલના ઓપન અને ક્લોઝ કરતાં અથવા ગઈ કાલના ટૉપ કરતાં આજનું ક્લોઝ ઊંચું આવે તો એને પર્ફેક્ટ અપવર્ડ બાર રિવર્સલ કહેવામાં આવે છે અને એ ખૂબ જ સારું પરિણામ આપે છે. દાખલા તરીકે ગઈ કાલના ભાવ ૬૯, ૭૦, ૬૦, ૬૫ હતા અને આજના ભાવ ૫૭, ૭૫, ૫૫, ૭૩ રહ્યા. તમે જોઈ શકશો કે ગઈ કાલનું બૉટમ ૬૦ છે. એની નીચે આજનું બૉટમ ૫૫ કરી ગઈ કાલનું ઓપન ૬૯, ક્લોઝ ૬૫ અને ટૉપ ૭૦ કરતાં આજનું ક્લોઝ ૭૩ ઊંચું છે. આને પર્ફેક્ટ અપવર્ડ બાર રિવર્સલ કહેવાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ‘ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૯૦૨.૨૭ છે. જે ક્લોઝિંગ પ્રાઇસને આધારે રોજ બદલાયા કરે છે.



આઇસીઆઇસીઆઇ પ્રુડે​ન્શિયલ (૫૯૫.૦૦) ૫૨૧.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૯ ઉપર ૬૧૬ કુદાવતાં ૬૩૭, ૬૫૦, ૬૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૨ સપોર્ટ ગણાય.


વિપ્રો (૪૪૧.૦૫) ૩૭૭.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૭ ઉપર ૪૬૮ સુધીની શક્યતા. નીચામાં ૪૩૫ નીચે ૪૨૭ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૬,૨૮૮.૦૫) ૪૩,૭૮૫.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬,૩૭૬ ઉપર ૪૬,૫૦૦ કુદાવે તો ૪૬,૬૭૦, ૪૬,૮૪૦, ૪૭,૦૧૦, ૪૭,૧૮૦, ૪૭,૩૫૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬,૧૫૦ નીચે ૪૫,૯૯૦, ૪૫,૮૨૦, ૪૫,૬૫૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૦,૨૪૯.૬૦) : ૧૯,૨૧૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દશાવે છે. ઉપરમાં ૨૦,૨૭૦ ઉપર ૨૦,૩૨૦, ૨૦,૩૭૦, ૨૦,૪૧૦, ૨૦,૪૬૦, ૨૦,૫૧૦ સુધીની શક્યતા. નીચામાં ૨૦,૨૦૦ નીચે ૨૦,૦૦૦ સપોર્ટ ગણાય. બજાર સતત બાર દિવસથી વધે છે. કરેક્શન આવી શકે છે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પંજાબ નૅશનલ બૅન્ક (૭૪.૧૫) : ૪૩.૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક ધોરણે તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫ ઉપર ૭૯, ૮૩, ૮૮, ૯૨, ૯૭ સુધીની શક્યતા. નીચામાં ૭૦ અને ૬૮ સપોર્ટ ગણાય. નવી લેવાલી વર્તમાન ભાવે હિતાવહ ન ગણાય. અત્રેથી ૫૦ આસપાસથી ખરીદવાનું જણાવતા હતા. લાંબા ગાળે ખૂબ જ સારો ભાવ જોવા મળી શકે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

બંધન બૅન્ક (૨૪૯.૩૫) : ૨૦૮.૬૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૧ અને ૨૫૮ ઉપર ૨૭૧ કુદાવતાં ૨૯૦, ૩૦૫, ૩૨૦, ૩૩૩ સુધીની શક્યતા. નીચામાં ૨૪૦ નીચે ૨૩૫ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર : તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની, જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે. - મરીઝ

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2023 02:54 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK