Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ ૧૧૭૦ પોઈન્ટ તૂટ્યો

શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ ૧૧૭૦ પોઈન્ટ તૂટ્યો

22 November, 2021 04:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેન્સેક્સ આજે 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખુલ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સપ્તાહનો પહેલો દિવસ સોમવાર શેરબજાર માટે સારો રહ્યો નથી. શરૂઆતથી BSEના 30 શેર ધરાવતા સેન્સેક્સ અને NSEનો નિફ્ટી લાલ નિશાનમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. BSE સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1170 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 348 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો.

સેન્સેક્સ આજે 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંત સુધી સતત ઘટાડો ચાલુ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે 1333.88 પોઈન્ટ અથવા 2.24 ટકા ઘટીને 58,302.13ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ થોડો સુધર્યો હતો અને 1170 પોઈન્ટ ઘટીને 58,465.89 પર બંધ થયો હતો.



એનએસઈના નિફ્ટી માટે પણ આજનો દિવસ ખરાબ રહ્યો હતો અને નિફ્ટી પણ નબળી શરૂઆત કર્યા બાદ રિકવર થઈ શક્યો નહીં. બજારની શરૂઆતમાં નિફ્ટી 87.35 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 17,677.45 પર ખુલ્યો હતો. તે પછી જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ-તેમ તેમાં ઘટાડો થયો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 392.45 પોઈન્ટ અથવા 2.41 ટકા ઘટીને 17372.35ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારના અંતે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે 17,416 પર બંધ રહ્યો હતો.


ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સ્થાનિક શેરબજારની સાથે એશિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બીએસઈનો ઈન્ડેક્સ સેન્સેક્સ 372.32 પોઈન્ટ ઘટીને 59,636.01 પર અને નિફ્ટી 133.85 પોઈન્ટ ઘટીને 17,764.80 પર બંધ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK