Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મહામારી બાદ પહેલીવાર નાણાંમંત્રી આજથી મુંબઇના પ્રવાસે, આ અધિકારીઓ સાથે મુલાકાત

મહામારી બાદ પહેલીવાર નાણાંમંત્રી આજથી મુંબઇના પ્રવાસે, આ અધિકારીઓ સાથે મુલાકાત

24 August, 2021 04:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સીતારમણના પ્રવાસની આ માહિતી તેમની ઑફિસે ટ્વીટ કરીને આપી છે. નાણાંમંત્રી ત્યાં પ્રમુખ ઉદ્યોગ ચેમ્બર CIIના આયોજિત સમારોહમાં ઉદ્યોગ જગતના દિગ્ગજને મળશે.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજથી બે દિવસ માટે મુંબઇના પ્રવાસે છે. મંગળવારના સૌથી પહેલા તે બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આયકર વિભાગના વરિષ્ઠ અધિકારીઓને મળશે. ત્યાર પછી તેમની મુલાકાત ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ (GST)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે થશે. સીતારમણના પ્રવાસની આ માહિતી તેમની ઑફિસે ટ્વીટ કરીને આપી છે. નાણાંમંત્રી ત્યાં પ્રમુખ ઉદ્યોગ ચેમ્બર CIIના આયોજિત સમારોહમાં ઉદ્યોગ જગતના દિગ્ગજને મળશે.

કોવિડ શરૂ થયા પછી નાણામંત્રીનો પહેલો પ્રવાસ
આ મહામારી શરૂ થયા પછી નાણાંમંત્રીનો પહેલો પ્રવાસ છે. તે દેશની નાણાંકીય રાજધાની ત્યારે જઈ રહી છે, જ્યાં સરકાર રિકવરીને પ્રોત્સાહન આપવામાં લાગેલી છે, જ્યારે મોંઘવારીએ રિઝર્વબેન્કના હાથ બાંધી રાખ્યા છે.



પબ્લિક સેક્ટર બેન્કોના પ્રદર્શનની વાર્ષિક સમીક્ષા કરશે
નાણાં મંત્રાલયના ટ્વીટ પ્રમાણે, પ્રવાસના બીજા દિવસે સીતારમણ બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં પબ્લિક સેક્ટર બેન્કના પ્રદર્શનની વાર્ષિક સમીક્ષા પણ કરશે. તેઓ ત્યાં ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA)ના EASE 4.0 (એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સિલેન્સ)ને પણ લૉન્ચ કરશે. આનો હેતુ ક્લીન અને સ્માર્ટ બેન્કિંગને સંસ્થાગત રૂપ આપવાનો છે.


ચાર વર્ષ માટે 6 લાખ કરોડ રૂપિયાના NMPની જાહેરાત
સોમવારે સાંજે નાણાંમંત્રીએ ચાર વર્ષ માટે 6 લાખ કરોડ રૂપિયાના નેશનલ મૉનેટાઇઝેશન પાઇપલાઇન (NMP)ની જાહેરાત કરી હતી. સરકાર આ યોજના હેઠળ રોડથી લઈને રેલવે સેક્ટર સુધીના એસેટને મૉનિટાઇઝ કરશે. તેમને નક્કી કરેલા સમય સુધી તેમના પોતાના હાથમાં આપવામાં આવશે.

નેશનલ મૉનેટાઇઝેશન પાઇપલાઈન હેઠળ સરકારે ત્રણ સેક્ટર રોડ, રેલવે અને પાવરને હાઈ પ્રાયોરિટી આપી છે. નાણાંકીય 2025 સુધી લગભગ 6 લાખ કરોડ રૂપિયાની મોટાભાગની રકમ આમના દ્વારા એકઠી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2021 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK