° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


ફેડે બૉન્ડ ટેપરિંગની વાત ટાળતાં શૅરોમાં તેજી : રૂપિયામાં સુસ્તી

02 August, 2021 03:48 PM IST | Mumbai | Biren Vakil

ફિન ટેક - એડ ટેક પર ચીની સરકારી સખતાઈથી માર્કેટ કૅપમાં ગાબડાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કરન્સી બજારો બિલકુલ બેજાન અને દિશાહીન થઈ ગયાં છે. ફેડની વણથંભી બેસુમાર લિક્વિડિટીથી શૅરો, રિયલ એસ્ટેટ, કૉમોડિટીઝમાં તેજી છે. ઇમર્જિંગ બજારો અને ડૉલર ઇન્ડેક્સમાં સીમિત દાયરામાં કારોબાર છે. વૉલેટિલિટી ઘણી ઓછી છે. કરન્સી બજારમાં મફતના ભાવે રિસ્કની લે-વેચ થઈ રહી છે.

ફેડની વાત કરીએ તો ચૅરમૅન પોવેલે બુધવારની બેઠકમાં સોય ઝાટકીને કહી દીધું કે ફુગાવો કામચલાઉ છે. હાઉસિંગ બબલ અંગેના સવાલોને પણ તેમણે એરોગન્સથી ઉડાવી દીધા હતા. ફુગાવા અંગે ચૅરમૅન પોવેલે પોતાનું આગવું જ્ઞાન પીરસતાં કહ્યું હતું કે ભાવ વધે એને ફુગાવો ન કહેવાય, ભાવ સતત વધતા જ રહે, વધતા જ રહે એને ફુગાવો કહેવાય. ભાવ વધે એ ફુગાવો નથી. ભાવ વધવાની પ્રોસેસને ફુગાવો કહેવાય. (આ વરસનું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ પોવેલને જ આપવું જોઈએ!) અમેરિકામાં વપરાશી ફુગાવો ૨૮ વરસની ઊંચી સપાટીએ છે. ઈંધણ, ગૅસ, દૂધ, અનાજ, ઘરભાડા વગેરેમાં ભાવો છેલ્લા ૫-૬ માસમાં ૩૦-૩૫ ટકા વધ્યા છે. વારંવાર ફુગાવા અંગે સવાલો થતાં એક તબક્કે ચૅરમૅન પોવેલે એવો વ્યંગ કર્યો કે આર્થિક આગાહીકારોને પોતાનું ગુજરાન ચલાવવું હોય એટલે તેમણે વેરી હાઈ ઇન્ફ્લેશન એવું લખવું પડે, પણ વાસ્તવિકતા એ છે કે ફુગાવો કામચલાઉ છે. તેમણે એક ઉદાહરણમાં કહ્યું કે લાકડાંના ભાવો એક વરસમાં ૮૦૦ ડૉલરથી વધીને ૧૭૦૦ ડૉલર થઈ ગયા, ફરી ૬૦૦ ડૉલર થયા. ભાવ તો વધે અને પાછા ઘટી પણ જાય. તેમણે કહ્યું કે ફુગાવા પર અમારી નજર છે અને જરૂર પડશે ત્યારે એને કેમ નાથવો એ અમને આવડે છે. અત્યારે અમને ફુગાવાની કોઈ ચિંતા નથી. ભાવો ઘણા વધ્યા છે, પણ એ સપ્લાય શોક છે. કામચલાઉ ફુગાવો છે. સમયાંતરે થાળે પડી જશે. રિયલ એસ્ટેટની આગઝરતી તેજી અને ઍસેટ બબલના સંદર્ભમાં બૉન્ડ ટેપરિંગ યાને લિક્વિડિટી ઓછી કરવાના મામલે પણ એમણે બેફિકર જવાબો આપતાં કહ્યું કે અમે ઇકૉનૉમીને સપોર્ટ કર્યો એટલે આજે ઇકૉનૉમી ખૂબ મજબૂત છે એટલે ભાવો વધ્યા છે. અત્યારે બૉન્ડ ટેપરિંગનો વિચાર કરવાની જરૂર નથી. આગામી મહિને જેક્શન હૉલ સમિટમાં તેઓ પ્રવચન આપશે એમ તેમણે કહ્યું હતું. એલન ગ્રીનસ્પાન, બેન બરનાકે, જેનેટ યેલેન અને જેરેમી પોવેલ - એરોગન્સ તો ભૂતપૂર્વ ચૅરમૅન યેલેનમાં પણ હતું. જોકે પોવેલનું એરોગન્સ ખૂંચ્યું. (ફેડની દરેક પત્રકાર પરિષદ હુ વરસોથી બારીકાઈથી સાંભળું છું. ઇઝી મની અને લિક્વિડિટીથી ફાયદો કોને છે એનો એક આસાન દાખલો - બ્લૅકસ્ટોન જૂથે ફલોરિડામાં ૨૦,૦૦૦ મકાનો અંદાજે પાંચ લાખ ડૉલરની કિંમતના ખરીદી રેન્ટ પર ચડાવવાનાં છે. અમેરિકામાં રેન્ટલ યિલ્ડ ૭-૨૦ ટકા છે, જેવુ લોકેશન!)

ફેડની બેઠક પછી શૅરબજારો ફરી તેજીમાં આવી ગયાં હતાં. વીતેલા સપ્તાહમાં ચીની બજારોમાં ટેક્નૉલૉજી સેક્ટરમાં ભારે વેચવાલી હતી. ક્રિપ્ટો ઍસેટમાં સફાઈ અભિયાન પૂરું કરી હવે ચીની સરકાર ઇન્ટરનેટ કંપનીઓ, એડ ટેક, ફિન ટેક પર ધોસ બોલાવે છે. ટેન્સેન્ટ, દીદી, અલીબાબા, અનેક ટેક કંપનીઓમાં વિદેશી રોકાણકારોના અબજો ડૉલર ડૂબી ગયા. હાઈ પ્રોફાઇલ ફંડ મૅનેજર કેથી વુડે ચાઇના બજારથી ઍક્ઝિટ લઈ લીધી છે. (રોબરીના અનેક રૂપ હોય શકે, થોડામાં ઘણું.)

અલીબાબા, દીદી કૅબ ઍપ અને ટેન્સેન્ટને કદ મુજબ વેતરી નાખ્યા પછી હવે એડ ટેક સેક્ટર પર તવાઈ લાવતાં ચીની શૅરબજારોમાં ભારે ગીરાવટ હતી. ચીનનું પગલું હાલમાં ટીકાપાત્ર બન્યું છે, પણ ચીને લાંબા ગાળાનાં આર્થિક, સામાજિક જોખમો ધ્યાનમાં રાખ્યાં હશે. મ્યુસિકલ રાઇટ એક્સક્લુઝિવ ન હોવા જોઈએ. આવા આદેશો પછી પગલાંથી ટેન્સેન્ટનું માર્કેટ કૅપ ૧૭૦ અબજ ડૉલર ઘટ્યું છે. ઑનલાઇન શિક્ષણના સ્ટાર્ટઅપ પર તવાઈ છે. (શિક્ષણને જનસુલભ બનાવવાનો જો ગોલ હોય તો સેંકડો રોકાણકારોના શાપ ભલે લાગે, પણ કરોડો બાળકોની દુવા મળશે.)

રૂપિયો સાવ બોઝિલ રેન્જમાં છે. ૭૪.૧૦-૭૪.૭૦ની રેન્જ છે. બેજાન બજાર છે. મેજોર કરન્સીમાં પણ સાવ સુસ્તી છે. ડૉલેકસ પણ સુસ્ત છે.

02 August, 2021 03:48 PM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

ડાયરેક્ટ ટૅક્સીસની વસૂલાત ૭૪ ટકા વધી ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત ૭૪.૪ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.

25 September, 2021 05:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે: નિર્મલા સીતારમણ

જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે

25 September, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પીપીઈ કિટના કચરામાંથી મોલ્ડેડ પ્લાસ્ટિકની ઉપયોગી વસ્તુઓ બનાવવાનો સફળ પ્રયોગ

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે

25 September, 2021 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK