Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની આખલાદોડ જારી, સળંગ પાંચમા દિવસના ટૉપમાં સેન્સેક્સ ૬૩૦૦૦ની પાર

બજારની આખલાદોડ જારી, સળંગ પાંચમા દિવસના ટૉપમાં સેન્સેક્સ ૬૩૦૦૦ની પાર

01 December, 2022 03:39 PM IST | Mumbai
Anil Patel

બિકાજી ફૂડ્સમાં નવા શિખરનો સિલસિલો અટક્યો, લૌરસ લૅબ નવા બૉટમ બાદ સુધારામાં : ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવા ઐતિહાસિક શિખરે, હુડકો વૉલ્યુમ સાથે સવાનવ ટકા ઊછળી નવી ટોચે : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સપ્ટેમ્બર ક્વૉર્ટરનો જીડીપી ગ્રોથ બંધ બજારે ૬.૩ ટકા આવ્યો, ગુરુવાર પણ સારો જવાની આશા : મહિન્દ્ર બન્ને બજારમાં ચાર ટકા વધી ટૉપ ગેઇનર બન્યો : અદાણીના તમામ ૯ શૅર વધ્યા, એનડીટીવીમાં ઉપલી સર્કિટની આગેકૂચ : અદાણીના પાવર શૅરોના જોરમાં પાવર યુટિલિટીઝ ઇન્ડેક્સ ઊંચકાયા : બિકાજી ફૂડ્સમાં નવા શિખરનો સિલસિલો અટક્યો, લૌરસ લૅબ નવા બૉટમ બાદ સુધારામાં : ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવા ઐતિહાસિક શિખરે, હુડકો વૉલ્યુમ સાથે સવાનવ ટકા ઊછળી નવી ટોચે : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

બુધવારે શૅરબજારે એક વધુ માઇલસ્ટોન સર કર્યો છે. સેન્સેક્સે સળંગ સાતમા દિવસની આગેકૂચમાં સતત પાંચમા દિવસે નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૬૩નું લેવલ વટાવી દીધું છે. શૅરઆંક ગઈ કાલે ઉપરમાં ૬૩,૩૦૩ થઈ ૪૧૮ પૉઇન્ટ વધી ૬૩,૧૦૦ નજીક તો નિફ્ટી ૧૮,૮૧૬ના બેસ્ટ લેવલ બાદ ૧૪૦ પૉઇન્ટના ઉછાળે ૧૮,૭૫૮ બંધ આવ્યો છે. બન્ને મેઇન બેન્ચમાર્કના સર્વોચ્ચ શિખરની સાથે-સાથે માર્કેટકૅપ પણ ૨.૩૬ લાખ કરોડના ઉમેરામાં હવે ૨૮૮.૫૧ લાખ કરોડ નજીક વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. માર્કેટ બ્રેડ્થ ગઈ કાલે પૉઝિટિવ હતી. એનએસઈમાં ૧૨૨૩ શૅર પ્લસ તો ૭૬૬ જાતો નરમ રહી છે.



બજાર બંધ થયા પછી સાંજે સપ્ટેમ્બર ક્વૉર્ટર માટેનો જીડીપી ૬.૩ ટકા આવ્યો છે, જે અપેક્ષા મુજબનો હોઈ બજારનો મૂડ જાળવી રાખશે. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ તો નિફ્ટીના ૫૦માંથી ૪૫ શૅર પ્લસ હતા. મહિન્દ્ર ચાર ટકાની મજબૂતીમાં ૧૩૦૭ ઉપર બંધ રહી બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. હિન્દાલ્કો સવાત્રણ ટકા, ગ્રાસિમ અઢી ટકા, એસબીઆઇ લાઇફ અઢી ટકાની નજીક પ્લસ હતો. અન્યમાં અલ્ટ્રાટેક, આઇશર, બ્રિટાનિયા, બજાજ ઑટો, સિપ્લા, યુપીએલ, હિન્દુ. યુનિલીવર, પાવર ગ્રીડ, ભારતી ઍરટેલ, ટાઇટન, જેએસડબ્લ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, તાતા સ્ટીલ દોઢથી સવાબે ટકા અપ હતા. રિલાયન્સ પોણો ટકો વધીને ૨૭૩૨ થયો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક તથા સ્ટેટ બૅન્ક એકાદ ટકા જેવા નરમ હતા. બજાજ ફિનસર્વ નિફ્ટીમાં જૈસે થે રહ્યો છે. આઇટીસી અડધો ટકો ડાઉન હતો. અદાણી એન્ટર એક ટકો, અદાણી વિલ્મર સવા ટકો, એસીસી બે ટકા, અંબુજા સિમેન્ટ સવા ટકો પ્લસ હતા. અદાણી ગ્રુપના તમામ નવ શૅર વધ્યા છે. એનડીટીવી એક ઓર ઉપલી સર્કિટે પાંચ ટકાની તેજીમાં ૪૪૭ વટાવી ગયો છે. બીએસઈ ખાતે ભાવની રીતે ગઈ કાલે દિવસ દરમ્યાન ૧૩૮ શૅરમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં છે તો ૩૧ શૅર નવા ઐતિહાસિક તળિયે જોવૉયા હતા.


એફએમસીજી ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, હોટેલ શૅરોમાં મજબૂત સુધારો જોવાયો 

આગલા દિવસનો બેસ્ટ ગેઇનર એફએમસીજી આંક બુધવારે ૧૬,૬૨૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૪૧ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધી ૧૬,૫૨૬ બંધ થયો છે. અત્રે ૮૧માંથી ૫૯ શૅર વધ્યા છે. વરુણ બિવરેજીસ ૮.૪ ટકા, એન્ડ્રુયેલ સાડાછ ટકા, જીઆરએમ ઓવરસીઝ સાડાપાંચ ટકા, હિન્દુ. ફૂડ્સ ૪.૯ ટકા, કેઆરબીએલ સવાચાર ટકા મજબૂત હતા. વાડીલાલ ઇન્ડ.માં પાંચ ટકાનું ગાબડુ પડતાં ભાવ ૨૪૩૯ રહ્યો છે. હિન્દુ. યુનિલીવર પોણાબે ટકા વધીને ૨૬૮૦, બ્રિટાનિયા ૪૩૮૬ના શિખરે જઈ દોઢ ટકો વધી ૪૩૫૩, તાતા કન્ઝ્યુમર દોઢ ટકો વધી ૮૧૮
બંધ હતા. 


હૉસ્પિટાલિટી સેગમેન્ટમાં તાજ જીવીકે સાડાનવ ટકા, લેમન ટ્રી ૮.૭ ટકા, ઓરિયેન્ટ હોટેલ સાત ટકા, મહિન્દ્ર હૉલિડેઝ ૫.૮ ટકા, ઇઆઇએચ હોટેલ્સ તથા કામત હોટેલ્સ પાંચ-પાંચ ટકા, સયાજી હોટેલ્સ ૪.૯ ટકા, યુપી હોટેલ્સ ૪.૮ ટકા, પ્લસમાં હતા. આઇટી ઇન્ડેક્સ ૬૧માંથી ૩૫ શૅરના સુધારામાં ૭૧ પૉઇન્ટના મામૂલી સુધારે બંધ હતો. તાતા ઍલેક્સી સાડાત્રણ ટકા ઊંચકાઈ ૭૦૧૬ થયો છે. બિરલા સૉફ્ટ સવાત્રણ ટકા, પર્સિસ્ટન્ટ ત્રણ ટકા, ઓરિયન પ્રો અઢી ટકા, વકરાંગી બે ટકા અપ હતા. ટીસીએસ નહીંવત નરમ હતો. ઇન્ફી અને ટેક મહિન્દ્ર સામાન્ય સુધર્યા છે. વિપ્રો અડધા ટકાની નજીક પ્લસ હતો. 

ઇક્વિટાસ બૅન્ક સાડાછ ટકા ઊછળ્યો, બારેબાર સરકારી બૅન્કો ઘટાડામાં 

ગઈ કાલે બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૧૮ શૅર વધ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા માઇનસ થયો છે, જ્યારે બૅન્ક નિફ્ટી બારમાંથી સાત શૅર પ્લસમાં આપીને ૧૭૭ પૉઇન્ટ વધી ૪૩,૨૩૧ થયો છે. દિવસ દરમ્યાન ડીસીબી બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સાઉત ઇન્ડિયન બૅન્ક અને યુનિયન બૅન્કમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં હતાં. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક સાડાછ ટકાની તેજીમાં ૫૭ વટાવી ગઈ છે. ફીનો પેમેન્ટ બૅન્ક, એયુ બૅન્ક, ડીસીબી બૅન્ક, બંધન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક સવાથી પોણા ત્રણટકા પ્લસ હતો. ઍક્સિસ, કોટક, આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા એચડીએફસી બૅન્ક પોણો – એક ટકો અપ હતાં. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૪.૩ ટકા, જેકે બૅન્ક ૧.૮ ટકા, આઇડીબીઆઇ દોઢ ટકો, ઇન્ડ્સઇન્ડ એક ટકો ઘટી છે. પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, પીએનબી, કૅનરા બૅન્ક બેથી અઢી ટકા ડાઉન હતી. સ્ટેટ બૅન્ક એક ટકો વધીને ૬૦૨ થઇ છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૯૦૬૯ નવું મલ્ટિયર ટૉપ હાંસલ કરીને અડધો ટકો વધી ૯૦૪૭ બંધ હતો. અત્રે ૧૩૯માંથી ૭૧ શૅર વધ્યા છે. હુડકો અઢી ગણા કામકાજે ૫૫ના નવા શિખરે જઈ સવાનવ ટકાની તેજીમાં ૫૩ થયો છે. રેપ્કો હોમ ૭.૮ ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ સાડાપાંચ ટકા, બજાજ હોલ્ડિંગ્સ ૪.૧ ટકા, યૂટીઆઇ ઍસેટસ ચારેક ટકા, નાહર કૅપિટલ પોણાચાર ટકા મજબૂત હતા. આઇઆરએફસી ૩૭ની નવી ઊંચી સપાટી બાદ પોણાસાત ટકા લથડી ૩૩ની અંદર ગયો છે. રેલ વિકાસ નિગમ પાંચ ટકા તૂટી ૭૪ હતો. ઇરકોન સવાબે ટકા નરમ તો આઇઆરસીટીસી પોણાબે ટકા પ્લસમાં બંધ આવ્યા છે. 

અલીબાબાની ૧૬૫૦ કરોડની રોકડી પચાવી ઝોમૅટોનો શૅર સુધારે બંધ

બુધવારે ઝોમૅટોમાં અલીબાબા તરફથી બ્લૉકડીલ મારફત ત્રણ ટકા હોલ્ડિંગ વેચીને આશરે ૨૦ કરોડ ડૉલર અર્થાત્ ૧૬૫૦ કરોડ રૂપિયાની રોકડી કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જોકે શૅર ઉપર તેની નેગેટિવ અસર થઈ નથી. ભાવ નીચામાં ૬૩ થઈ ઉપરમાં ૬૬.૬૦ બતાવી અઢી ટકાના સુધારામાં ૬૫ બંધ આવ્યો છે. વિદેશી બ્રોકરેજ હાઉસના બુલિશ વ્યૂમાં આગલા દિવસે પોણાપાંચ ટકા વધેલો પેટીએમ ગઈ કાલે અડધો ટકો ઘટી ૪૮૨ રહ્યો છે. પૉલિસી બાઝાર પણ સવા ટકો ઘટીને ૪૫૪ થયો છે. એલઆઇસી નજીવો ઘટીને ૬૩૬ હતો. બિકાજી ફૂડ્સમાં નવી વિક્રમી સપાટીનો સિલસિલો અટક્યો છે. શૅર પાંખાં કામકાજે ૪.૩ ટકા ખરડાઈ ૪૧૫ બંધ આવ્યો છે. ગ્લોબલ હેલ્થ સામાન્ય ઘટાડે ૪૬૩ હતો. આર્ચિન કેમિકલ સરેરાશ કરતાં ૧૦ ટકાના કામકાજે નીચામાં ૫૦૦ બતાવી ૪.૭ ટકા બગડી ૫૧૩ બંધ થયો છે. ફાઇવસ્ટાર બિઝનેસ અઢી ટકાના સુધારામાં ૫૧૨ વટાવી ગયો છે. શૅરદીઠ ૧૦૩ની ઇશ્યુ પ્રાઇસવાળા બદનામ ધરણેન્દ્ર ગ્રુપના સીધી લીટીના વારસદારની પેસ ઈ-કોમર્સ મંદીની સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી ૩૧ની અંદર નવા ઑલટાઇમ તળિયે ગયો હતો. ન્યુરેકામાં પ્રમોટર્સ તરફથી માલ વેચાયાના અહેવાલે ભાવ ૫૦૩ની નવી નીચી સપાટી બતાવી ૪.૫ ટકા ગગડી ૫૦૬ હતો આગલા દિવસે સવાનવ ટકાના કડાકામાં ૪૦૮ના બંધ પછી લૌરસ લૅબ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૪૦૧નું નવું વર્સ્ટ લેવલ દેખાડી બાઉન્સબૅકમાં ૪૨૦ વટાવીને ૨.૨ ટકાના સુધારામાં ૪૧૭ થયો છે. વૉલ્યુમ પોણાબે ગણું હતું. રુસ્તમજીની કીસ્ટોન સવા ટકાની નરમાઈમાં ૫૩૭ રહી છે. 

પાવર, યુટિલિટીઝ અને મેટલ મજબૂત, એનર્જી ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ 

ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧૧માંથી ૬ શૅરના સહારે ૨.૪ ટકા, યુટિલિટીઝ બેન્ચમાર્ક ૨૩માંથી ૧૫ શૅર પ્લસમાં આપીને અઢી ટકા તો મેટલ ઇન્ડેક્સ ૯માંથી ૯ શૅરની મજબૂતીમાં બે ટકા ઊંચકાયો છે. પાવર તથા યુટિલિટીની તેજી બહુધા અદાણીના શૅરોને આભારી હતી. અદાણી ટ્રાન્સમિશન ૧૪૧ રૂપિયા કે ૫.૧ ટકા, અદાણી ગ્રીન ૫.૭ ટકા કે ૧૧૪ રૂપિયા તો અદાણી પાવર ૨.૨ ટકા જોરમાં હતો. પાવરગ્રીડ બે ટકા વધી ૨૨૪ થયો છે. અન્યમાં અગાઉ કેપીઆઇ ગ્લોબલ ઇન્ફ્રા તરીકે ઓળખાતી કેપીઆઇ ગ્રીન એનર્જી પાંચેક ટકા ઊછળી ૯૪૮ હતો. સતલજ જલ વિદ્યુત, વાટેક વાબેક, રિલાયન્સ ઇન્ફ્રા, એનટીપીસી સવાથી બે ટકા પ્લસ હતા. એનએચપીસી દોઢેક ટકો તો એનએલસી ઇન્ડિયા અઢી ટકા કટ થયા છે. એનર્જી ઇન્ડેક્સ ૨૭માંથી ૨૧ શૅરના સથવારે પોણો ટકો વધી ૯૦૧૦ના સર્વોચ્ચ શિખરે બંધ આવ્યો છે. ચેન્નઈ પેટ્રો ત્રણેક ટકા, દીપ ઇન્ડ અને એનજીસ લૉજિસ્ટિક્સ અઢી ટકા, ગલ્ફ ઑઇલ સવાબે ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ બે ટકા નજીક, ઇન્ડિયન ઑઇલ એમઆરપીએલ તથા કૅસ્ટ્રોલ પોણાબે ટકા અપ હતા.

અદાણી ટોટલ એક ટકા નજીકના સુધારે ૩૬૪૦ થયો છે. મેટલમાં જિમદાલ સ્ટીલ પોણાપાંચેક ટકા, એપીએલ અપોલો ૩.૮ ટકા, હિન્દાલ્કો સાડાત્રણ ટકા, સેઇલ અઢી ટકા, નાલ્કો બે ટકા, તાતા સ્ટીલ દોઢ ટકો વધ્યા છે. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક ૧૫માંથી ૧૩ શૅર પ્લસમાં આપી ૧.૮ ટકા મજબૂત થયો છે. અત્રે એમઓઆઇએલ અને રત્નમણિ મેટલ્સ બે ટકા જેવા માઇનસ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 03:39 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK