° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


રૂપિયામાં ઇન્ટ્રા-ડે ફરી ૭૭.૬૩ની નવી નીચી સપાટી જોવા મળી

13 May, 2022 02:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે દિવસના અંતે રિઝર્વ બૅન્કની દરમિયાનગીરીને પગલે રૂપિયો ૭૭.૪૨૫૦ પર બંધ રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

 ભારતીય રૂપિયો ડૉલર સામે ફરી એક વાર ઇન્ટ્રા-ડે નવી નીચી સપાટી પર પહોંચ્યો હતો. ભારતીય શૅરબજારમાં સતત ઘટાડો અને વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી હોવાથી ભારતીય રૂપિયો ડૉલર સામે ઇન્ટ્રા-ડે ૭૭.૬૩ની સપાટી પર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં ૧૧૫૮ પૉઇન્ટનો ઘટાડો આવ્યો હોવાથી એની અસર રૂપિયા પર વધુ જોવા મળી હતી.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૫૦ની સપાટી પર ખૂલીને ૭૭.૬૩૫૦ સુધી પહોંચ્યો હતો. જોકે દિવસના અંતે રિઝર્વ બૅન્કની દરમિયાનગીરીને પગલે રૂપિયો ૭૭.૪૨૫૦ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૭.૨૫ની સપાટી પર બંધ રહ્યો હતો. બે દિવસ રૂપિયામાં સુધારો જોવા મળ્યા બાદ ગુરુવારે રૂપિયામાં આગલા બંધ કરતાં ૧૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયામાં આગામી દિવસોમાં વૉલેટિલિટી ચાલુ રહે એવી પૂરી સંભાવના છે. 

રિઝર્વ બૅન્કે રૂપિયાને ઘટતો અટકાવવા લાખો ડૉલરની વેચવાલી કરી

એશિયન કરન્સી બજારોમાં વ્યાપક વેચાણ વચ્ચે ત્રણ ટ્રેડરોના જણાવ્યા અનુસાર, ગુરુવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે ૭૦૦૦ લાખ ડોલરનું વેચાણ કર્યું હોવાની શક્યતા છે. ડૉલરની સરખામણીએ રૂપિયો ૦.૫૦ જેટલો ગગડીને ૭૭.૬૩ પર પહોંચ્યો હતો, જે એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં બીજી વાર નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયો ૭૭.૫૫-૭૭.૬૦ પર પહોંચ્યો ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ હાજર અને ફ્યુચર્સ માર્કેટ બંનેમાં હસ્તક્ષેપ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ ચોક્કસ સ્તરને લક્ષ્યાંકિત કર્યા વિના અસ્થિરતા ચાલુ રહેશે તો તે ફરીથી આમ કરશે. રિઝર્વ બૅન્કને એક જ દિવસમાં ડૉલર સામે ૦.૫૦ પૈસાથી વધુની આંચકાજનક વધઘટ પસંદ નથી, પરિણામે આવી દરમિયાગીરી કરી શકે છે.

13 May, 2022 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મોંઘવારીનો એક ઉપાય મ્યુચ્યુઅલ ફન્ડ પાસે પણ છે

શું તમે બચત કરો છો? તમને થશે કે આટલી મોંઘવારીમાં બચત માટે પૈસા કયાંથી લાવવા? ઘરખર્ચમાંથી પૈસા બચે તો બચાવીએ, પરંતુ તમને ખબર છે, જે મોંઘવારી સામે તમે હારી કે ત્રાસી જાઓ છો એ જ મોંઘવારી સામે લડવાનું સાધન બચત છે

26 May, 2022 05:00 IST | Mumbai | Jayesh Chitalia

News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે છ પૈસાનો સુધારો

ભારતીય રૂપિયો મંગળવારે ૭૭.૫૯૨૫ પર બંધ રહ્યો હતો

26 May, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ માટેના નિયમો સરળ બનાવ્યા સેબીએ

ડુપ્લિકેટ શૅર ઇશ્યુ કરવા હવે જામીન સબમિટ કરવાની જરૂર રહેશે નહીં

26 May, 2022 04:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK