Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયામાં સતત બીજા દિવસે ઘટાડો : વધુ ૩૧ પૈસા ઘટ્યો

રૂપિયામાં સતત બીજા દિવસે ઘટાડો : વધુ ૩૧ પૈસા ઘટ્યો

05 August, 2022 05:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશની વેપારખાધમાં વધારો થયો હોવાથી રૂપિયો એક સપ્તાહના તળિયે પહોંચ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિ શુક્રવારે જાહેર થાય એ પહેલાં રૂપિયામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શૅરબજારમાં નરમાઈ અને ક્રૂડ તેલના ભાવ ઘટતા અટક્યા હોવાથી રૂપિયામાં ગુરુવારે ૩૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૯.૨૪ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન વધીને ૭૯.૮૨ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૭૯.૪૮ પર બંધ રહ્યો હતો. બુધવારે રૂપિયો ૭૯.૧૭ પર બંધ રહ્યો હતો.

દેશની વેપારખાધમાં વધારો થયો હોવાથી રૂપિયો એક સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. બીજી તફ જિયોપૉલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે ડૉલરની માગ પણ વધી હોવાથી ડૉલર મજબૂત બનતાં રૂપિયામાં ઘસારો આવ્યો હતો. જોકે દિવસ દરમ્યાન આજે રાષ્ટ્રીયકૃત બૅન્કો દ્વારા ડૉલરની વેચવાલી પણ કરવામાં આવી હતી, જેનાથી સપોર્ટ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK