° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


બે દિવસ પછી હંમેશને માટે બંધ થઈ જશે આ બેન્ક, જાણો RBI શું આપ્યો આદેશ

20 September, 2022 07:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ પુણેની રુપી સહકારી બેન્ક (Rupee Co-Operative Bank Ltd)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 22 સપ્ટેમ્બરથી આ બેન્કની બેન્કિંગ સેવાઓ બંધ થઈ જશે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

બે દિવસ પછી દેશની વધુ એક કૉ-ઓપરેટિવ (Co-Operative Bank to be Closed) બેન્ક પર તાળું લાગવાનું છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ પુણેની રુપી સહકારી બેન્ક (Rupee Co-Operative Bank Ltd)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 22 સપ્ટેમ્બરથી આ બેન્કની બેન્કિંગ સેવાઓ બંધ થઈ જશે. જો તમારું આ બેન્કમાં ખાતું છે, તો તેમાં જમા કરેલા પૈસા તરત કઢાવી લો, નહીંતર 22 સપ્ટેમ્બર પછી તમે તમારા ખાતામાંથી કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. રિઝર્વ બેન્કના દિશા-નિર્દેશોનું પાલન ન કરવાને કારણે રુપી સહકારી બેન્ક (Rupee Co-operative Bank Ltd) પર તાળું મરાશે.

માત્ર બે દિવસનો બચ્યો છે સમય

રિઝર્વ બેન્કે ઑગસ્ટમાં પુણે સ્થિત રુપી સહકારી બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બેન્ક 22 સપ્ટેમ્બરના પોતાનું કામકાજ બંધ કરી દેશે. આથી ગ્રાહકો પાસે ખાતામાંથી પૈસા કાઢવા માટે હવે માત્ર બે દિવસનો સમય વધ્યો છે. ત્યાર બાદ ગ્રાહકો પોતાના પૈસા નહીં કાઢી શકે. RBI પ્રમાણે, રુપી સહકારી બેન્ક લિમિટેડની નાણાંકીય સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને બેન્ક પાસે બેલેન્સ રકમ પણ નહોતી. આ કારણે કેન્દ્રીય બેન્કે આ બેન્કનું બેન્કિંગ લાઈસન્સ રદ કરી દીધું છે.

ઑગસ્ટમાં RBIએ કરી દીધી હતી જાહેરાત

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રુપી કૉ-ઑપરેટિવ બેન્ક લિમિટેડ પર બેન્કિંગ નિયમોને વણજોયા કરવાને કારણે મોટી કાર્યવાહી કરી છે. રુપી સહકારી બેન્કનું બેન્કિંગ લાઈસન્સ પણ આ કારણે જ રદ કરવામાં આવ્યું છે, કારણકે બેન્કમાં પર્યાપ્ત પૂંજી અને કમાણીની શક્યતા નહોતી. રિઝર્વ બેન્કે ઑહસ્ટના મહિનામાં આ વિશે ગ્રાહકોને સૂચના આપી દીધી હતી.

રિઝર્વ બેન્કે 10 ઑગસ્ચના જ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વિશે માહિતી આપી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રુપી સહકારી બેન્ક લિમિટેડનું બેન્કિંગ લાઇસન્સ 6 અઠવાડિયા પછી રદ કરી દેવામાં આવશે. ત્યાર બાદ બ્રાન્ચ બંધ થઈ જશે અને ગ્રાહકો પોતાના ખાતામાંથી પૈસા કાઢી શકશે. હવે 22 સપ્ટેમ્બરથી રિઝર્વ બેન્કના આદેશ પ્રભાવી થઈ જશે અને રુપી સહકારી બેન્કનું કામકાજ બંધ થઈ જશે.

શું ડૂબી જશે ખાતાધારકોના પૈસા?

રુપી સહકારી બેન્ક લિમિટેડમાં જે ગ્રાહકોના પૈસા જમા છે, તેમને પાંચ લાખ રૂપિયા સુધીની ડિપૉઝિટ પર વીમા કવરનો લાભ મળશે. ઇંશ્યોરેન્સ અને ક્રેડિટ ગેરંટી કૉર્પોરેશન (DICGC) તરફથી આ વીમો મળે છે. DICGC પણ રિઝર્વ બેન્કની એક સબ્સિડિયરી છે. આ કૉ-ઑપરેટિવ બેન્કના ગ્રાહકોને નાણાંકીય સુરક્ષા આપે છે. હવે જેમના પાંચ લાખ રુપિયાનું ફન્ડ રુપી સહકારી બેન્કમાં જમા છે, તેને DICGC તરફથી આખું ક્લેમ મળશે.

આ પણ વાંચો : ફુગાવો વધતાં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં વધુ ૫૦ બેસિસ પૉઇન્ટ વધારી શકે

જે ગ્રાહકોના પાંચ લાખથી વધારે પૈસા જમા છે તેને પણ DICGC તરફથી ફૂલ ક્લેમ ન પણ મળે. DICGC માત્ર પાંચ લાખ રૂપિયા સુધીની રકમની ભરપાઈ કરશે. કુલ મળીને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ નહીં ડૂબે.

20 September, 2022 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

આઠ મોટાં શહેરોમાં ૭.૮૫ લાખ ઘર વેચાણ વગરનાં : અહેવાલ

આ ઘરોનું વેચાણ કરવા માટે ૩૨ મહિનાનો સમય જોઈએ

06 October, 2022 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડ : સલામતી અને ઓછા ખર્ચ સાથે ઝડપી પ્રવાહિતાનો લાભ

આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર ચાહે ત્યારે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે છે. આ એક ડેટ ફન્ડનું સ્વરૂપ હોવાથી એને ટૅક્સ પણ એ મુજબ લાગે છે. સલામતી સાથે પ્રવાહિતા ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે આ રોકાણ વિચારવા જેવું ખરું

06 October, 2022 04:54 IST | Mumbai | Jayesh Chitalia

અમેરિકી ડૉલરનો ઘટાડો અટકતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે અટકતો વધારો

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટાને આધારે સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદી નક્કી થશે

06 October, 2022 04:49 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK