° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


મોંઘવારી વધતાં મુખ્ય વ્યાજદરમાં ૦.૭૫ ટકા સુધીનો વધારો થઈ શકે

14 May, 2022 09:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રીટેલ મોંઘવારીનો દર ચાલુ વર્ષે સરેરાશ સાત ટકાની નજીક રહેશે : ઇન્ડિયા રેટિંગ્સ

મોંઘવારી વધતાં મુખ્ય વ્યાજદરમાં ૦.૭૫ ટકા સુધીનો વધારો થઈ શકે

મોંઘવારી વધતાં મુખ્ય વ્યાજદરમાં ૦.૭૫ ટકા સુધીનો વધારો થઈ શકે

રીટેલ મોંઘવારીનો દર એપ્રિલમાં વધીને ૭.૭૯ ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૬.૯૫ ટકા અને ગત વર્ષે એપ્રિલમાં ૪.૨૩ ટકા હતો. ફુગાવાના દરમાં વધારો થવાને પગલે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં વધારો કરવાનું ચાલુ રાખે તેવી સંભાવના અગ્રણી અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી હતી.
ઇન્ડિયા રેટિંગ્સ અૅન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ઇકૉનૉમિસ્ટ સુનીલકુમાર સિંહાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિનાં આધારે ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ ફુગાવો સાત ટકાની નજીક રહેવાની શક્યતા છે અને સપ્ટેમ્બર, ૨૦૨૨માં તે પછી નજીવો ઘટાડો થઈ શકે છે. આરબીઆઇએ મે મહિનામાં રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો છે. ઇન્ડિયા રેટિંગ્સ માને છે કે કડક ધિરાણનીતિ ચાલુ રહેશે અને ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં હજી ૦.૬૦થી ૦.૭૫ ટકા અને કૅશ રિઝર્વ રેશિયોમાં ૦.૫૦ ટકાનો વધારો થાય તેવી ધારણા છે, જોકે તેનો આધાર ફુગાવાના આંકડાઓ પર પણ છે.
શૅર ઇન્ડિયા સિક્યૉરિટીઝના સીઈઓ સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે ચાલુ ભૌગોલિક રાજકીય તણાવ અને કૉમોડિટીના ઊંચા ભાવને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફુગાવાનો આંકડો ઊંચો રહેશે. રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કરવાની શરૂઆત કરી દીધી છે અને આગામી દિવસોમાં નાણાકીય નીતિ વધુ કડક બનાવે તેવી ધારણા છે.

14 May, 2022 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વિદેશપ્રવાસ પાછળ બે લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરનારે આવકવેરા રિટર્ન ભરવું પડે

કરદાતાએ વર્ષ દરમ્યાન કરાયેલા વિદેશપ્રવાસ પર જો બે લાખ કે તેનાથી વધારે રૂપિયા ખર્ચ થયો હોય તો તેની જાણકારી આવકવેરાના રિટર્નમાં આપવાની હોય છે

24 May, 2022 05:06 IST | Mumbai | Nitesh Buddhadev

News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે માત્ર ત્રણ પૈસાનો સુધારો થયો

ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૧૫ પર પહોંચ્યો હતો

24 May, 2022 04:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઊંચું તાપમાન ફુગાવો વધારશે, જીડીપી ગ્રોથને અસર થશે : મૂડીઝ

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભારતમાં ગરમીના તરંગો એકદમ સામાન્ય હોવા છતાં, એ સામાન્ય રીતે મે અને જૂનમાં વધે છે. 

24 May, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK