Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાઇનીઝ વિનાઇલ ટાઇલ્સની આયાત પર ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની ભલામણ

ચાઇનીઝ વિનાઇલ ટાઇલ્સની આયાત પર ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની ભલામણ

28 January, 2023 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાણિજ્ય મંત્રાલયે ચીન ઉપરાંત તાઇવાનથી પણ આયાત પર ડ્યુટીની ભલામણ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાણિજ્ય મંત્રાલયે સ્થાનિક ખેલાડીઓને સસ્તી આયાતથી બચાવવા માટે ચીન અને તાઇવાનથી આવતી વિનાઇલ ટાઇલ્સ પર પાંચ વર્ષ માટે ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરી છે.
ડિરેક્ટરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર)એ એની તપાસમાં તારણ કાઢ્યા બાદ આ દેશોમાંથી ‘વિનાઇલ ટાઇલ્સ સિવાયના રોલ કે શીટ સ્વરૂપે’ની આયાત પર ડ્યુટીની ભલામણ કરી છે કે ઉત્પાદનની ભારતમાં ડમ્પ કિંમતે નિકાસ કરવામાં આવી છે, જેની અસર ઘરેલું ઉદ્યોગ પર થાય છે.
ડિરેક્ટરેટે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ઑથોરિટી આયાત પર પાંચ વર્ષ માટે ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરે છે. બજારની ભાષામાં આ ટાઇલ્સને લક્ઝરી વિનાઇલ ટાઇલ્સ અથવા પીવીસી ફ્લોરિંગ ટાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ કુદરતી સામગ્રીના દેખાવની નકલ કરે છે. એનો ઉપયોગ રહેણાક અને વ્યાપારી ઇમારતોમાં માળને આવરી લેવા માટે થાય છે. ભલામણ કરેલ ડ્યુટી પ્રતિ ચોરસ મીટર ૨.૦૫ ડૉલર અને ૧.૪૪ ડૉલર પ્રતિ ચોરસ મીટર છે. ડ્યુટી લાદવાનો અંતિમ નિર્ણય નાણામંત્રાલય લે છે. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન શાસન હેઠળ ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની મંજૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK