Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કાંદાના ઊભા પાકમાં બગાડથી ભાવમાં ફરી ઉછાળો

કાંદાના ઊભા પાકમાં બગાડથી ભાવમાં ફરી ઉછાળો

14 January, 2022 12:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ચાલુ મહિનામાં કાંદાના ભાવમાં ક્વિન્ટલે ૨૫૦થી ૫૦૦નો ઉછાળો, નાશિકમાં પણ કાંદાના ભાવ ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદાની  બજારમાં તાજેતરમાં બે તબક્કામાં પડેલા કમોસમી વરસાદને પગલે પાકમાં સર્વત્ર
બગાડ થયો હોવાથી ભાવમાં ફરી જાન્યુઆરી મહિનાની શરૂઆતથી તેજી આવી છે. 
કાંદાના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલના તબક્કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણેય
રાજ્યમાં કાંદાના પાકમાં મોટો બગાડ થયો છે. કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા હોવાથી કાંદાની  ક્વૉલિટીને અસર થઈ છે અને
નવી આવકો પણ લેટ થાય એવી ધારણા છે, પરિણામે બજારમાં સુધારો આવ્યો છે.
નાશિકમાં કાંદાના ભાવ ચાલુ મહિનામાં ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેવા વધ્યા છે. લાસલગાવ મંડીમાં બુધવારે કાંદાના ભાવ ક્વિન્ટલના ૯૦૦થી ૨૩૬૧ રૂપિયા હતા, જ્યારે મૉડલ ભાવ ૧૯૦૦ પ્રતિ ક્વિન્ટલ બોલાતા હતા. કાંદાની બજારમાં હાલના તબક્કે વેચવાલી એકદમ ઓછી હોવાથી આગળ ઉપર ભાવ હજી પણ ક્વિન્ટલે ૨૦૦થી ૪૦૦ની તેજી આવે એવી સંભાવના છે. આગળ ઉપર આવકો વધશે તો બજાર થોડી દબાશે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK