° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


ઓમાઇક્રોનની અસર માઇલ્ડ હોવાનો રિપોર્ટ અને અમેરિકાનો જૉબલેસ રેટ ઘટતાં સોનામાં પીછેહઠ

07 December, 2021 03:44 PM IST | Mumbai | Mayur Mehta

અમેરિકાનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધતાં ફેડ ટેપરિંગ ઝડપથી પૂરું કરશે એ ધારણાએ સોનાનું આકર્ષણ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમાઇક્રોનની અસર એકદમ માઇલ્ડ હોવાનો વ્યાપક રિપોર્ટ અને અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલર સુધર્યો હતો જેને પગલે સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં ઘટ્યાં હતાં. ભારતીય રૂપિયો તૂટતાં ડૉલરની મજબૂતીને કારણે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૪૯ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ફેડ ટેપરિંગની ઝડપ વધારીને ઇન્ટરેસ્ટ રેટનો વધારો વહેલો કરશે એવી ધારણાને પગલે અમેરિકી ડૉલરનું મૂલ્ય કરન્સી માર્કેટમાં સુધરીને ફરી ૧૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સોનું ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી પણ ઘટી હતી, પણ પ્લૅટિનમ અને પેલેડિયમ સુધર્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં ૦.૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૨૧માં આ બીજી વખત રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ મોટી બૅન્કોનો રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયો ૧૧.૫ ટકા અને ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો ૮.૪ ટકા રહેશે. આ ઘટાડાનો અમલ ૧૫ ડિસેમ્બરથી કરવામાં આવશે. રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં ઘટાડો કરતાં માર્કેટમાં બૅન્કિંગ ચૅનલ મારફત ૧.૨ લાખ કરોડ યુઆનની લિક્વિડિટી ઉમેરાશે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં માત્ર ૨.૧૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે છેલ્લા ૧૧ મહિનાની સૌથી ઓછી હતી અને માર્કેટની ધારણા ૫.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી તેમ જ ઑક્ટોબરમાં ૫.૪૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૦.૪ ટકા ઘટીને ૪.૨ ટકાએ પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૪.૫ ટકાની હતી તેમ જ આ રેટ છેલ્લા ૨૨ મહિનાનો સૌથી નીચો હતો. અમેરિકામાં કર્મચારીઓને મળતું વેતન નવેમ્બરમાં પ્રતિ કલાકનું આઠ સેન્ટ વધીને ૩૧.૦૩ ડૉલર થયું હતું જે માર્કેટની ૦.૪ ટકાના વધારાથી તેમ જ ઑક્ટોબરના ૦.૪ ટકાના વધારાથી ઓછું હતું. અમેરિકામાં મૅન્યુફૅક્ચર્સ ગુડ્ઝના ઑર્ડરમાં ઑક્ટોબરમાં એક ટકાનો વધારો થયો હતો જેમાં સપ્ટેમ્બરમાં ૦.૫ ટકાનો વધારો થયો હતો તેમ જ માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ૬૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૬૬.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૬૫ પૉઇન્ટની હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથમાં વધારો થતાં નવેમ્બર મહિનાનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને ૫૭.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૬.૫ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટરો ફેડના પ્લાનને લીલી ઝંડી આપનારા હોવાથી સોનું ઘટ્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોન વિશે છેલ્લા કેટલાક દિવસથી સતત ડરામણા રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને સાઉથ આફ્રિકાના હેલ્થ એક્સપર્ટે બહુ જ રાહતભર્યા સમાચાર આપતાં જણાવ્યું હતું કે ઓમાઇક્રોનની એકદમ હળવી અસર જોવા મળી છે તેમ જ ઓમાઇક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં એકપણ મોત થયું નથી અને હૉસ્પિટલમાં દાખલ થવાની પણ નોબત આવી નથી. વળી અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ ઓમાઇક્રોન હળવો છે. ઓમાઇક્રોનની અસર ધરાવતા મોટા ભાગના દર્દીઓની અસર વિશે સાઉથ આફ્રિકન મેડિકલ અસોસિએશન સાથે છેલ્લાં ૩૦ વર્ષથી સંકળાયેલા અને હાલનાં ચૅરવુમન ડૉ. કોટઝીએ જણાવ્યું હતું કે ઓમાઇક્રોનની અસર એકદમ હળવી છે અને એનાથી ડરવાની કોઈ જરૂર નથી. સાઉથ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટર જો ફાલેએ જણાવ્યું હતું કે ઓમાઇક્રોનના મોટા ભાગના કેસમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યાં નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વર્લ્ડના તમામ દેશોના ટ્રાવેલના પ્રતિબંધો ન મૂકવા અને લોકોમાં ભય ફેલાય એવી પ્રવૃત્તિ ન કરવા વિનંતી કરી હતી. ઓમાઇક્રોનનો ભય દૂર થતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ નબળું પડ્યું હતુ. આ ઉપરાંત અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ છેલ્લા ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં હવે ફેડ ટેપરિંગની ઝડપ વધારીને ઇન્ટરેસ્ટ રેટમાં બને એટલો વહેલો વધારો કરશે એવી શક્યતા વધતાં ડૉલર સુધર્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં ઘટાડો અને અમેરિકાના નબળા જૉબડેટાને કારણે સોનાનાં શૉર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ્સ સુધર્યાં હતાં, પણ અનએમ્પ્લૉયમેન્ટ રેટ ઘટતાં મીડિયમથી લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ નબળાં પડ્યાં હતાં. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૮૭૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૬૮૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૦,૯૯૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

07 December, 2021 03:44 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા મહારેરા પ્રમોટરોથી નવાં ફૉર્મ દ્વારા માહિતી માગે છે

રિયલ એસ્ટેટ ક્ષેત્રે હવે ગ્રાહકોના હિતનું ઘણી સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

15 January, 2022 05:58 IST | Mumbai | Parag Shah

News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 

15 January, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધી

પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધી : વેપારખાધ વધીને ૨૧.૬૮ અબજ ડૉલર થઈ

15 January, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK