ફિઝિકલ અને ફ્યુચર્સ માર્કેટના ભાવ વચ્ચેનો આ સુમેળ ભારતના વીજવેપાર ઇકોસિસ્ટમની વધતી પરિપકવતા અને એકીકરણને દર્શાવે છે
ફાઇલ તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સ હવે ધીમે-ધીમે ભારતીય વીજબજારમાં ભાવનિર્ધારણ માટેના એક મહત્ત્વપૂર્ણ બેન્ચમાર્ક તરીકે સ્વીકારવામાં આવી રહ્યા છે.
ફિઝિકલ અને ફ્યુચર્સ માર્કેટના ભાવ વચ્ચેનો આ સુમેળ ભારતના વીજવેપાર ઇકોસિસ્ટમની વધતી પરિપકવતા અને એકીકરણને દર્શાવે છે. થોડા જ સમયમાં NSE ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ એક વિશ્વસનીય ફૉર્વર્ડ પ્રાઇસ ઇન્ડિકેટર તરીકે ઊભર્યો છે જે ખરીદદારો અને વેચાણકારોને ટર્મ-અહેડ કરારો માટે ખરીદી અને હેજિંગ સંબંધિત નિર્ણય લેવામાં મદદ કરે છે.
ફિઝિકલ બજારની ઑક્શન કિંમતો અને એક્સચેન્જ-ટ્રેડેડ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ વચ્ચેનો આ ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે કે બજાર-સહભાગીઓ હવે NSEના ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સને ફિઝિકલ TAM ડીલ્સ માટે રેફરન્સ બેન્ચમાર્ક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યા છે જે ભારતના પાવર ટ્રેડિંગ ઇકોસિસ્ટમની વિકસતી પરિપકવતાનું દ્યોતક છે.
ADVERTISEMENT
NSEમાં ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝની શરૂઆતથી જ પારદર્શિતામાં વધારો થયો છે, જોખમ વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બન્યું છે અને ફિઝિકલ તથા નાણાકીય બજાર માટે સંયુક્ત બેન્ચમાર્ક તૈયાર થયો છે.
NSE ભારતના ઇલેક્ટ્રિસિટી માર્કેટને વધુ ઊંડાણ આપવાના પોતાના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છે. નવીનતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના માધ્યમથી અને ‘વન નેશન, વન ગ્રીડ, વન પ્રાઇસ’ના રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.


