નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે
ચાર્ટ મસાલા
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૦૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૯૯.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૦૯૨.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૨૪.૦૪ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૨૨૩.૧૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૦૭૩ ઉપર ૮૦,૨૫૦, ૮૦,૬૦૦, ૮૦,૯૪૦, ૮૧,૨૯૦, ૮૧,૬૩૦, ૮૧,૯૭૦, ૮૨,૩૧૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૯,૦૦૦ નીચે નબળાઈ સમજવી. ૭૯,૦૦૦ નીચે ૭૮,૫૪૨, ૭૭,૮૯૮ મહત્ત્વના સપોર્ટ ગણાય. સ્ક્રિપ આધારિત સુધારાની ચાલ જોવાશે. સરકારી બૅન્કો ચાલતી નથી એમ સમજીને વેચવું નહીં, પણ દરેક ઘટાડે રોકાણ કરવું હિતાવહ.