° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


નિફ્ટી ફ્યુચર ૧૬૪૯૫ ઉપર ૧૬૬૬૧ તેમ જ નીચામાં ૧૬૩૪૬ મહત્ત્વની સપાટીઓ

09 May, 2022 10:59 AM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરે દૈનિક ધોરણે બધી જ મહત્ત્વની બૉટમ તોડી નાખી છે

પ્રતીકાત્મક તસવીર ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬૩૪૬.૭૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૭૧૫.૮૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૬૪૧૯.૪૦ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૨૨૨૫.૨૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૪૮૩૫.૫૮ બંધ રહ્યો. ઉપરમાં ૫૫૦૭૦ ઉપર ૫૫૬૧૪, ૫૬૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૪૫૮૬ નીચે ૫૪૪૦૦, ૫૩૮૭૦ સુધીની શક્યતા. શુક્રવારે ૬૪૫ પૉઇન્ટનો ગેપ પડ્યો છે.

નિફ્ટી ફ્યુચરે દૈનિક ધોરણે બધી જ મહત્ત્વની બૉટમ તોડી નાખી છે. ઉપરમાં ૧૭૩૯૯ તેમ જ ૧૭૪૩૯ મહત્ત્વનું  ટૉપ ગણાય. અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઉપરમાં ૧૮૧૭૩.૮૦ મહત્ત્વનું ટૉપ ગણાય. નીચામાં ૧૫૬૭૬.૩૫ની બૉટમ તૂટે તો લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થયો ગણાય. એફઆઇઆઇ મોટા પાયે વેચવાલ છે. જ્યાં સુધી તેમની વેચવાલી અટકશે નહીં ત્યાં સુધી બજાર ઉપરમાં ચાલશે નહીં. અગાઉ પણ કહી ગયા છીએ કે રોકાણકારોએ બજારથી દૂર રહેવું હિતાવહ. થોડું કમાવાની લાલચમાં લેનાર ઉપરમાં નીકળી નહીં શકે અને માલ ગળામાં આવી જશે. પછી દરેક ઘટાડે એવરેજ કરવી એ સરવાળે ખોટનો સોદો કહેવાય. ટેક્નિકલી બજાર હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં છે. ગેઇનની ટર્નિગ પ્રમાણે નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭૧૩૭.૭૫ અને નીચામાં ૧૬૩૪૬.૭૫ મહત્ત્વની સપાટી ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૬૯૭૦.૦૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ (૨૬૨૦.૩૦) ૩૦૩૫.૯૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૮૩ ઉપર ૨૭૨૭, ૨૭૭૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૯૧ નીચે ૨૫૫૦, ૨૫૦૬ સુધીની શક્યતા.

મહેન્દ્ર અૅન્ડ મહેન્દ્ર (૮૯૩.૩૫) ૯૪૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની   પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૫ ઉપર ૯૨૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૮૭ નીચે ૮૭૭, ૮૬૦, ૮૪૫ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૪૬૩૨.૩૫) ૩૮૭૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪૮૩૪ ઉપર ૩૪૯૦૦, ૩૫૧૧૦, ૩૫૧૬૨, ૩૫૫૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪૩૮૩ નીચે ૩૪૨૯૦, ૩૩૮૮૦ સુધીની શક્યતા. શુક્રવારે ૩૨૫ પૉઇન્ટનો ગૅપ પડ્યો છે.

નિફટી ફ્યુચર (૧૬૪૧૯.૪૦) : ૧૮૧૭૩.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૯૫ ઉપર ૧૬૫૧૦, ૧૬૬૧૫, ૧૬૬૬૧, ૧૬૭૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૩૪૬ નીચે ૧૬૩૦૦, ૧૬૧૪૦ સુધીની શક્યતા. શુક્રવારે ૧૭૩ પૉઇન્ટનો ગૅપ પડ્યો છે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

પીવીઆર (૧૬૯૯.૭૫) : ૨૦૦૩.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૬૦ ઉપર ૧૭૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૮૪ નીચે ૧૬૬૩, ૧૬૧૪, ૧૫૮૫ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

પિરામલ એન્ટરપ્રાઇઝ (૧૯૭૫.૫૫) : ૨૩૮૦.૫૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૧૬ ઉપર ૨૦૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૫૫ નીચે ૧૮૬૫, ૧૮૦૩ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર : જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ. - રાજેન્દ્ર શુકલ

09 May, 2022 10:59 AM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

મોંઘવારીનો એક ઉપાય મ્યુચ્યુઅલ ફન્ડ પાસે પણ છે

શું તમે બચત કરો છો? તમને થશે કે આટલી મોંઘવારીમાં બચત માટે પૈસા કયાંથી લાવવા? ઘરખર્ચમાંથી પૈસા બચે તો બચાવીએ, પરંતુ તમને ખબર છે, જે મોંઘવારી સામે તમે હારી કે ત્રાસી જાઓ છો એ જ મોંઘવારી સામે લડવાનું સાધન બચત છે

26 May, 2022 05:00 IST | Mumbai | Jayesh Chitalia

News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે છ પૈસાનો સુધારો

ભારતીય રૂપિયો મંગળવારે ૭૭.૫૯૨૫ પર બંધ રહ્યો હતો

26 May, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ માટેના નિયમો સરળ બનાવ્યા સેબીએ

ડુપ્લિકેટ શૅર ઇશ્યુ કરવા હવે જામીન સબમિટ કરવાની જરૂર રહેશે નહીં

26 May, 2022 04:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK